જૂનાગઢમાં રહેતા યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા વ્યાજખોરે રૂપિયા મેળવવા દબાણ કરતા પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યાનો બનાવો નોંધાયો છે.યુવકના ખીચામાંથી ચિઠ્ઠી મળી આવી હતી.જેમાં વ્યાજખોરના ત્રાસ અંગે આપવીતી જણાવી હતી.બે માસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ યુવકનુ મોત થતા મૃતકના ભાઈએ વ્યાજખોર યુવક સામે ભાઈને મરવા મજબૂર કર્યા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ જૂનાગઢમાં દોલતપરા મસ્તરામ મંદિર રોડ પર રહેતા રાજેશ લાલકીયાએ દોલતપરા અરવિંદ પાર્ક વિસ્તારમાં રહેતા વિશાલ મગન પોશિયા પાસેથી ઐંચા વ્યાજે પિયા લીધા હતા.જે વ્યાજની રકમ વસૂલ કરવા વિશાલ પોશિયા રાજેશ પાસે પઠાણી ઉઘરાણી કરતો હતો.અને અવારનવાર પિયા આપવા દબાણ કરતો હતો.જેથી પઠાણી ઉઘરાણીથી કંટાળી રાજેશે જીઆઇડીસી બે પાસે આવેલ જુમ્મા ડેમ પાસે ઝેરી દવા પી લીધી હતી.રાજેશે તેના પિતરાઈ ભાઈ સુનિલને ફોન કરી દવા પીધા અંગે જાણ કરી હતી.જેથી સુનિલ તેના મિત્ર મહેન્દ્ર વાઢેર સાથે ડેમ સ્થળ પર પહોંચી ગયો હતો અને ત્યારબાદ રાજેશે જણાવ્યું હતું કે હત્પં વ્યાજમાં આવી ગયેલ છું મને વ્યાજ વાળા જીવવા નહીં દે તેથી દવા પીધી છે.તેમ જણાવી વિશાલ પોશિયાનું નામ જણાવ્યું હતું.અને બેભાન થઈ ગયો હતો.જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા.પરંતુ ત્યાં તેની તબિયત વધુ લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.રાજેશના મોટાભાઈ ચંદુભાઈ સકકરબાગ પાસે ગેરેજ ચલાવે છે.તેને તેના પિતરાઈ ભાઈ સુનિલે રાજેશના દવા પીધા અંગે જાણ કરતા હોસ્પિટલે પહોંચ્યા હતા. રાજેશના પાકીટમાંથી ચિઠ્ઠી મળી આવી હતી.જેમાં 'ભાઈ મને માફ કરજે મારા માટે ઘણું કયુ છે.ચાર–પાંચ વખત કરજામાંથી કાઢો પરંતુ હું ન નીકળી શકયો જેથી હત્પં જાઉં છું, તું નિરાલી અને કેવલનું ધ્યાન રાખજે વ્યાજ વાળાએ મારા અને હિરલના ચેક લીધેલા છે.તેવા લખાણ સાથેની ચિઠ્ઠી મળી હતી.બે માસ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ રાજેશનું મોત થયું હતું.આપઘાતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ ચંદુભાઈ લાલકીયાએ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરી પિયા કઢાવવા દબાણ કરનાર વિશાલ પોશીયા સામે રાજેશને મરવા મજબૂર કર્યા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ ટાંકે હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech