જન્માષ્ટમી મિનિ વેકેશનમાં જૂનાગઢ પ્રવાસીઓથી ઉભરાશે

  • August 24, 2024 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલથી સાતમ આઠમ તહેવારની શઆત થતી હોય જેથી પ્રવાસનધામ જૂનાગઢમાં પાંચ દિવસ સુધી પ્રવાસીઓનો ઘસારો રહેશે. શહેરના ફરવા લાયક સ્થળોમાં માનવ મહેરામણ ઉમટી પડશે. ગિરનાર રોપવે ખાતે પ્રવાસીઓએ પાંચ દિવસ દરમિયાન એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. તો બીજી તરફ ઉપરકોટ કિલ્લ ામાં પણ પ્રવાસીઓ ઉમટી પડશે, નવાબી સમયના સકરબાગ ઝુ, મ્યુઝિયમ, મકબરો, વિલીગડન ડેમ, સહિતના સ્થળોએ પ્રવાસીઓનો ઘસારો રહેશે. આજે શનિવારથી જ રજાનો દિવસ હોય જેથી શનિવારથી બુધવાર પાંચ દિવસ સુધી જૂનાગઢ  ઉપરાંત સાસણગીર ખાતે દેવળીયા પાર્કમાં પણ્ એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે અને પ્રવાસીઓની અવરજવર માટે બસોની પણ સંખ્યા વધારી દેવામાં આવી છે. એશિયાની સૌથી ઐંચાઈ વાળા ગિરનાર રોપવેમાં પણ રવિવારથી બુધવાર સુધી એડવાન્સ બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. ભવનાથ તળેટીમાં પણ પ્રવાસીઓ ઉમટી પડશે આ ઉપરાંત જંગલ વિસ્તારમાં પડેલ ભારે વરસાદ બાદ જટાશંકર ખાતે ખડખડ વહેતા પાણીના ઝરણાઓમાં પણ નાહવા લોકો પહોંચશે. જેથી તળેટી વિસ્તાર લોકોને ફરવા માટે સૌથી વધુ હોટ ફેવરિટ રહેશે. શહેરની મધ્યે આવેલ વિલીગડન ડેમ ખાતે પણ પ્રવાસીઓ ફરવા પહોંચશે.
પાંચ દિવસ રજાનો માહોલ હોવાથી જૂનાગઢ ઉપરાંત આસપાસના સતાધાર, ગાઠીલા, ખોડલધામ, વિરપુર, સોમનાથ સહિતના પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ પણ લોકો પહોંચશે. પ્રવાસીઓની સંખ્યા ધ્યાને લઈ પોલીસ દ્રારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application