જૂનાગઢના ૨૯૮૮૬ વિધાર્થીઓની આરોગ્ય તપાસમાં ૪૧૮૧ને બીમારી હોવાનું બહાર આવ્યું

  • September 04, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા આરબીએસકેની ૬ ટીમ દ્રારા આંગણવાડી, બાલ મંદિર, સરકારી અને ખાનગી શાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમ, સહિતના સંકુલોમાં જન્મથી ૧૮ વર્ષ સુધીના ૨૯ હજારથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.જેમાં ૪૧૮૧ બાળકોમાં વિવિધ પ્રકારના રોગની અસર જોવા મળી હતી.વધુ અસરગ્રસ્ત હોય તેવા ૧૬ બાળકોને હૃદયની બીમારી, ૧૩ ને કલબ ફટ,૫ ને આંખોના પડદાની તકલીફ જોવા મળી હતી. મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્રારા અસરગ્રસ્ત બાળકોને નિશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે.
મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્રારા રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીથી શાળાના બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે.એપ્રિલથી ઓગસ્ટ પાંચ માસ દરમિયાન આરબીએસકે મેડિકલ ઓફિસરની ૬ ટીમો દ્રારા ૧૩,૨૨૮ આંગણવાડીના અને શાળાના ૧૬૬૫૮ મળી ૨૯૮૮૬ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૪૧૮૧ બાળકોમાં રોગની અસર જોવા મળી હતી.
મહાનગરપાલિકા કમિશનર ડો ઓમ પ્રકાશ ના માર્ગદર્શન નીચે આરોગ્ય અધિકારી ડો. ચંદ્રેશ વ્યાસના નિદર્શન હેઠળ આરબીએસ.કેની ટીમના ઙો. ધૃતિ મૂલીયાના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ૬ ટીમના ૧૨ તબીબી કર્મીઓ દ્રારા બાળકોના આરોગ્યની નીરાશ બાદ સારવારની કામગીરી કરે છે. સારવાર લીધેલ બાળકોના નિયમિત અપડેટ કરી વધુ બીમારી હોય તેવા બાળકોની નિશુલ્ક સારવાર આપવામાં આવે છે. તે માટે મુખ્યત્વે રિપોર્ટ કાર્ડ બાદ મેડિકલ ટીમ દ્રારા સારવાર અર્થે હોસ્પિટલોમાં ખસેડવામાં આવે છે. લાખો ની કિંમતમાં થતા સારવાર નિશુલ્ક આપવામાં આવે છે.ગંભીર તકલીફ ધરાવતા બાળકોમાં  હૃદયની તકલીફ વાળા બાળકોને અમદાવાદ  યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.યારે કલબ ફુટ અને આંખના પડદાની સારવાર ધરાવતા બાળકોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ,ફાટેલા હોઠ ધરાવતા બાળકોને રાજકોટ  ધ્રુવ  હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર આપવામાં આવે છે.

ધનુર અને ડીપ્થેરિયાના રોગ સામે વેકિસનેશન
શાળા આરોગ્ય તપાસ સાથે ધનુર અને ડીપ્થેરિયાના રોગ સામે રક્ષણ માટે ટીડીવેકિસનેશન અભિયાન અંતર્ગત ૧૦ અને ૧૬ વર્ષની વય હોય તેવા ધો.૫ અને ધો.૧૦ ના કુલ ૯૭૫૧ બાળકોને ટીડીની રસી આપવામાં આવી હતી.પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાલવાટિકાના ૩૧૪૬ બાળકોને ત્રિગુણી રસીનો બીજો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.

વધુ બીમાર બાળકોને ઉચ્ચ સારવાર
રોગની વધુ અસરગ્રસ્ત બાળકોમાં ૧૬ને હૃદયની બીમારી, ૧૩ બાળકોને કલબ ફુટ, ૨ ને ફાટેલા હોઠ, ૧ જન્મજાત બધીરતા, ૫ બાળકોને આંખોના પડદાની તકલીફ જોવા મળી હતી. આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોના હિમોગ્લોબીન અને બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવી હતી.જેમાં ૪૪૬ બાળકો અને ૪૯૦ બાળકી મળી ૯૩૬  એનીમીયા વાળા બાળકો જોવા મળ્યા હતા.ચકાસણી દરમિયાન સૌથી વધુ ૧૩૫૧ બાળકોને દાંતની તકલીફ,૯૩૮બાળકોમાં લોહ તત્વની ઉણપ,૭૧ અતિ કુપોષિત, ૨૯૫ ને ચામડી, ૨૨ને કાન, ૬૩૧ને જન્મથી આંખની બીમારી અને ચશ્મા, ૬ને સાંભળવાની, ૬૧ને બોલવાની, ૧૪બાળકોને સમજ ઓછી, ૧૧ને ઓટિઝમ, ૮૦ને શરદી ઉધરસ– શ્વાસની બીમારી જોવા મળી હતી.તમામને જરિયાત મુજબ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સારવાર આપવામાં આવી છે. શારીરિક તકલીફ હોય તેવા બાળકોને  ફિઝિયોથેરાપી, માનસિક તકલીફ માટે સાયકીયાટ્રીક વિભાગોમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application