જૂનાગઢમાં નાગર રોડ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગુજરાત અસ્મિતા ન્યુઝ સોશિયલ મીડિયા ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા ભાવિક સુધીરભાઈ માકડ ને વર્ષ ૨૦૨૨મા કાળવા ચોકમાં આવેલ સ્વાગત ગેસ્ટ હાઉસમાં વડોદરા ના કરજણ ગામના જીતેશ પ્રજાપતિ સાથે મુલાકાત થઈ હતી. યુવકે તેની સ્ટોક ટ્રેડિંગ કંપની હોવાનું જણાવ્યું હતું અને તેમાં રોકાણ કરવાથી સાં વળતર મળશે ત્યારબાદ તેના માતા જયાબેન સાથે ભાવિકભાઈ ની સાથે વાત કરાવી હતી જેથી નફો મેળવવાની લાલચમાં ભાવિક માકડે જીતેશ અને તેના માતા–પિતાના બેંક ખાતામાં નેટબેન્કિંગ ગુગલ પે દ્રારા પિયા ૫૧ લાખ ટ્રાન્સફર કર્યા હતા. લાંબો સમય થયો છતાં પણ શેર બજારમાં કરેલ રોકાણનું વળતર ન મળતા અંતે ભાવિક ભાઈએ જીતેશ અને તેના માતા–પિતા સાથે વોટસએપ કોલ પર વાત કરી પિયા પરત આપવા જણાવ્યું હતું. ત્યારબાદ આઠ લાખની રકમ પરત આપી હતી પરંતુ અવારનવાર પિયા માગવા છતાં ત્રણેયે પિયા પરત આપવા હાથ ખંખેર્યા હતા અને જો હવે પછી પિયાની માંગણી કરીશ તો જાનથી મારી નાખવા તથા આત્મહત્યા કરી ખોટી પોલીસ ફરિયાદ કરી ફીટ કરી દેવાની ધમકી આપી હતી. શેરબજારમાં નફો કમાવવાની લાલચમાં યુવકે ૪૩ લાખ ગુમાવતા વડોદરાના દંપતી અને તેના પુત્ર સહિત ત્રણ વિદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે