જૂનાગઢ શહેરમાં મનપાની દબાણ શાખા કે પોલીસની નેત્રમ શાખાને પેશકદમી દેખાતી નથી

  • December 06, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં માંગનાથ રોડ પર લારીના ખડકલા, દુકાન બહાર ઓટલા, આડેધડ વાહન પાકિગ થતું હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે. વાહન તો ઠીક રસ્તા પર રાહદારીઓને પણ ચાલવું મુશ્કેલ બની ગયું છે.ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત નાગરિકો દ્રારા માંગનાથ રોડ પરના ગેરકાયદેસર  દબાણ દૂર કરવા મહાનગરપાલિકાને રજૂઆત કરી છે.
જૂનાગઢમાં ટ્રાફિક અને સેફટી અંગે મીટીંગો કરવામાં આવે છે.રળિયામણું બનાવવા ભપકા કરવામાં આવે છે .પરંતુ રસ્તા પરના દબાણો દૂર થતા ન હોવાથી ટ્રાફિકની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે. જૂનાગઢમાં કાપડ બજાર તરીકે પ્રસિદ્ધ માંગનાથ રોડ વિસ્તારમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે. ગેરકાયદેસર દબાણોના અડીંગાથી રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની છે.માંગનાથ રોડ પર વેપારીઓ દ્રારા ગેરકાયદેસર ઓટલા બનાવી જગ્યા પચાવી છે, દુકાન બહાર સ્ટેચ્યુ, છાપરા અને ડિસ્પ્લે બોર્ડના ખડકલા કરવામાં આવ્યા છે. પંચહાટડી ચોક થી માંગનાથ રોડ સુધીના વિસ્તારમાં લારી ધારકોના અડીંગાથી રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.
માંગનાથ રોડ વિસ્તારમાં કોમર્શિયલ કોમ્પ્લેકસમાં પાકિગના સ્થળે દુકાનો ખડકાયેલી છે. જેથી રસ્તા પર જ વાહનો રાખવામાં આવે છે.થોડા મહિના પહેલા આ વિસ્તારમાં દુકાનમાં આગ લાગી તે સમયે પાણીનો બંબો આવી શકયો ન હતો.ઈમરજન્સીના કેસમાં એમ્બ્યુલન્સ પણ એમ જી રોડ પર રાખવી પડી હતી.માંગનાથ રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર  કરે તે માટે ૪૦ થી વધુ જાગૃત નાગરિકો દ્રારા કમિશનરને  પત્ર પાઠવી રજૂઆત કરી છે. પોલીસ વિભાગ દ્રારા માત્ર તહેવારો દરમિયાન ફટ પેટ્રોલિંગ કરે છે. સામાન્ય દિવસોમાં ટ્રાફિક પોલીસ દ્રારા ચેકિંગ કરવામાં આવતું નથી કે કોઈ કાર્યવાહી થતી નથી. રાખેલા વાહનોને ડીટેઇન કરતાં નથી.સામાન્ય ચોરીના કિસ્સામાં તીસરી આંખની મદદથી કેસ ડિટેકટ કરવામાં આવે છે .પરંતુ આડેધડ વાહન પાકિગ કેમેરામાં નજર ચડતા નહીં હોય તેવું પણ નાગરિકો દ્રારા જણાવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application