જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા સ્વચ્છતા જાગૃતિ અન્વયે એક જાન્યુઆરીથી સૂકા અને ભીનો કચરો અલગથી સ્વીકારવામાં આવશે.શહેરીજનો દ્રારા ભીનો અને સૂકો કચરો સાથે આપવામાં આવશે તો કચરા ગાડી અને સફાઈ કર્મી કચરો સ્વીકારશે નહીં અને નિયમ ભગં કરનાર સામે કચરાના બિન વિભાજન સબબ હેલ્થ બાયલોઝ અંતર્ગત શહેરીજનોને દડં ફટકારશે.આગામી દિવસોમાં મિલકત ધારકોને ડોર ટુ ડોર નિશુલ્ક ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા સફાઈ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા નવા વર્ષથી ભીનો અને સૂકો કચરો અલગથી જ સ્વીકારવામાં આવશે.અત્યાર સુધી શહેરીજનો દ્રારા મહાનગરપાલિકાની કચરા ગાડી સફાઈ કર્મી તમામ કચરો એક સાથે ભરીને આપવામાં આવતો હતો.પરંતુ નવા વર્ષના પ્રારભં તા.૧ જાન્યુઆરી થી ભીનો અને સૂકો કચરો ભેગો આપવામાં આવશે તો સ્વીકારવામાં આવશે નહીં.મહાનગરપાલિકા કચેરી ખાતે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં કમિશનર ડો ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ શહેરીજનો લીલા કલરની ડસ્ટબિનમાં ભીનો કચરો અને બ્લુ કલરની ડસ્ટબિનમાં સૂકો કચરો નાખે અને ડસ્ટબીન વગર કચરો નાખતા હોય તેને અલગથી જ કચરો આપવાનો રહેશે.નિયમની અમલવારી નહીં થાય તો હેલ્થ બાયલોઝ કાયદા અન્વયે કચરાના બિન વિભાજન સબબ વિવિધ એકમોને દડં ફટકારવાની તજવીજ હાથ ધરી છે. તત્રં દ્રારા લોકોને ભીનો અને સૂકો કચરો અલગથી આપવા તાકીદ કરવામાં આવે છે. નિયમ મુજબ ભીનો અને સૂકો કચરો એક સાથે હશે તો તેવા કચરાને સ્વીકારવામાં જ આવશે નહીં અને .૫૦થી૫૦૦ સુધીનો દડં ફટકારવાની જોગવાઈ છે. મહાનગરપાલિકા દ્રારા અલગથી જ કચરો રહે તે માટે અત્યાર સુધીમાં નિયમિત વેરો ભર્યેા હોય તેવા મિલકત ધારકોને ભીનો અને સૂકો કચરો રહે તેવા ૬૦ હજાર નિશુલ્ક ડસ્ટબીન આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જે મિલકત ધારકોને ડસ્ટબિન આપવાના બાકી છે તેઓને ડોર ટુ ડોર અને સોસાયટીના સાર્વજનિક સ્થળ અને એપાર્ટમેન્ટના પાકિગમાં મનપાના સ્ટાફ દ્રારા ભીના કચરા માટે લીલી અને સૂકા કચરા માટે બ્લુ ડસ્ટબિન વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલ છે તેમ જ હજુ પણ આગામી દિવસોમાં ડોર ટુ ડોર નિશુલ્ક ડસ્ટબીન વિતરણ કરવામા આવશે.
અનેક વિસ્તારોમાં પશુઓના અડીંગા વચ્ચે મહાનગરપાલિકા દ્રારા આગામી ત્રણ થી ચાર માસમાં ઢોર મુકત કરવાનું વિઝન રખાયું છે. ઢોર પકડ શાખા દ્રારા છેલ્લ ા ચાર માસમાં ૨ હજાર પશુઓને પકડવાનો દાવો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ અભિયાન વધુ ઝડપી બનાવી શહેરને ઢોર મુકત કરવા વધુ ઢોરવાડા પણ બનાવવા તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું છે. તંત્ર
દ્રારા ઢોર ન્ િરંજાડ ન થાય તે માટે લોકોને જાહેરમાં પાણીની કુંડી પણ ન બનાવવા અપીલ કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેર સ્વચ્છ રહે તે માટે લોકો દ્રારા જાગૃતિ કેળવે તે માટે પણ જણાવ્યું હતું આ ઉપરાંત કેન્દ્ર સરકારના ગેઝેટ અન્વયે ૧૨૦ માઇક્રોન પ્લાસ્ટિક પર પ્રતિબધં હોવાથી લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા પણ તાકીદ કરવામાં આવી છે તેમજ મહાનગરપાલિકા દ્રારા આગામી દિવસોમાં જીઆઇડીસી તથા અન્ય વિસ્તારોમાંથી આવતા પ્લાસ્ટિક અંગે પણ તપાસ હાથ ધરશે અને એમનો ભગં થશે તો તેવી પેઢી સામે પણ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પત્રકાર પરિષદમાં કમિશનર ઙો ઓમ પ્રકાશ ઉપરાંત ડેપ્યુટી કમિશનર ઝાપડા, જાડેજા, સેનિટેશન સુપ્રીડન્ટ કલ્પેશ ટોલીયા ઉપસ્થિત રહ્યા હતા
ભીના અને સૂકા કચરા અલગથી ન આપનારને દંડની જોગવાઈ
આગામી નવા વર્ષના પ્રારંભથી જ મહાનગરપાલિકા દ્રારા ભીનો અને સૂકો કચરો અલગથી આપવા શહેરીજનોને જણાવાયું છે અને નિયમનો ભગં થશે તો હેલ્થ બાયોલેઝ અન્વયે દડં ફટકારવામાં આવશે જેમાં સાત થી૧૫ પેટા કલમ અને વાણિય સંસ્થાને .૫૦૦ ,રહેઠાણને ૫૦થી ૨૫૦ પિયાનો દડં ફટકારવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech