BREAKING NEWS

જૂનાગઢ કે જે હોસ્પિટલને ઓડિટમાં ભાંડાફોડ થતાં આરોગ્ય વિભાગે ૧૨.૫૦ લાખની પેનલ્ટી ફટકારી

  • May 25, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પર આવેલી કે જે  હોસ્પિટલમાં પીએમ જેવાય અંતર્ગત ઇન્સ્યોરન્સ કંપની દ્રારા થયેલ ઓડિટમાં ગંભીર ગેરરીતિ થયાનું ખુલ્યું છે. ડિસેમ્બર ૨૦૨૪ સુધી કે.જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ છૂટા થઈ ગયા હતા તેમ છતાં પણ તે તબીબના નામે જ  ૭૬ ઓપરેશન કર્યા હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગ દ્રારા કે જે હોસ્પિટલને ૧૨.૫૦ લાખ પેનલ્ટી અને શોકોઝ નોટીસ ફટકારતા તબીબી વર્તુળોમાં ચકચાર જાગી છે.સરકાર દ્રારા પીએમજેવાય યોજના દર્દીઓને ફાયદો થાય તે માટે બનાવવામાં આવે છે. પરંતુ અમુક હોસ્પિટલો દ્રારા વળતરની લ્હાયમાં ગેરરીતિ થતી હોવાના પણ કિસ્સાઓ બન્યા છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જેવાય કોભાંડ બાદ સરકાર દ્રારા કડક નિયમોની અમલવારી અને ચકાસણી થઈ રહી હોવાના  દાવા થઈ રહ્યા છે.તેમ છતાં પણ અનેક હોસ્પિટલોમાં પીએમજેવાય યોજનાની માર્ગદર્શિકાનુ ઉલ્લ ંઘન થઈ રહ્યું છે.જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પર આવેલી કે .જે. હોસ્પિટલમાં બજાજ ઇન્સ્યોરન્સ સર્વિસ દ્રારા ઓડિટ કરવામાં આવ્યું હતું. ઇન્સ્યોરન્સ કંપની દ્રારા ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના આરોગ્ય વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો  જેમાં  કે.જે હોસ્પિટલમાં ડો શ્રીનિવાસ કુમારન ડિસેમ્બર ૨૦૨૪ સુધી હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા .તેમાં હોસ્પિટલ દ્રારા ડિસેમ્બર ૨૦૨૪થી ૭ ઓકટોબર ૨૦૨૫ સુધી તેમના નામે ૭૬ ઓપરેશન કર્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્રારા આ ઓપરેશન ડો એસ.દિનેશ દ્રારા કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું પરંતુ ડો એસ દિનેશ કોઈપણ સર્જરી કરવા માટે અધિકૃત ન હતા. બીજી તરફ ગુજરાત મેડિકલ કાઉન્સિલ જીએમસી કે નેશનલ મેડિકલ કાઉન્સિલ એનએમસી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતા ન હતા. અને પીએમજેવાય યોજના એચઇએસ પોર્ટલ પર એપ્રુવલ થયેલા ન હતા. તેમનું જીએમસી રજીસ્ટ્રેશન ૧ એપ્રિલ ૨૦૨૫થી જારી કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્રારા રોજ કામમાં સમગ્ર બાબત સ્વીકારવામાં આવી છે. કે જે હોસ્પિટલ દ્રારા ૭૬ કેસના કુલ ૧.૨૫ કરોડથી વધુની રકમના બિલ મૂકવામાં આવ્યા હતા.ઓડિટ રિપોર્ટમાં ગેરરીતિ સામે આવતા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો હિતેશ બ્રહ્મભટ્ટે હોસ્પિટલ વિદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.હોસ્પિટલને બિલની રકમના ૧૦ ટકા એટલે કે ૧૨.૫૦ લાખની પેનલ્ટી ફટકારી છે. તેમજ આરોગ્ય વિભાગે કે જે હોસ્પિટલને સોગંદનામુ કરવા પણ આદેશ કર્યા છે જેમાં 'જો અમારી હોસ્પિટલ દ્રારા યોજનાની માર્ગદર્શિકાનું ઉલંઘન કરવામાં આવશે તો સરકાર દ્રારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અને ડીએમપેનલ્ડ કરવામાં આવશે તેવું સોગંદનામુ આરોગ્ય વિભાગને અને તેની નકલ જિલ્લ ા કક્ષાએ મોકલવા જણાવ્યું છે.ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં નિયમ ભગં ઓનલાઇન રિપોર્ટ તપાસતા એક જ દિવસમાં ત્રણ ઘૂંટણ બદલાવવાની (ની રિપ્લેસમેન્ટ) સર્જરી દર્શાવવામાં આવી છે.પોર્ટલમાં આ તમામ ઓપરેશન ડો નૈતિક છત્રાળાના નામે સહી અને સિક્કા કરવામાં આવ્યા છે. હોસ્પિટલના રોજકામમાં પણ આ બાબત સ્વીકારવામાં આવી છે.જે બદલ આરોગ્ય વિભાગે શો કોઝ નોટિસ ફટકારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application