જુનાગઢની અગ્રણી યુનિવર્સિટી સુભાષ યુનિવર્સિટી દ્વારા છેલ્લ ા પાંચ વર્ષથી ડોક્ટર સુભાષ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અને હોસ્પિટલ કાર્યરત છે. યુનિવર્સિટીના સફળ પ્રવર્તનને ધ્યાને રાખી અને વિદ્યાર્થીલક્ષી ઉત્પૃષ્ઠ કામગીરી કરવા બદલ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા યુનિવર્સિટીને આયુર્વેદના શિક્ષણ અને પ્રત્યક્ષ જ્ઞાન માટે 60 સીટ સાથેના બીએએમએસ (બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરી) કોર્સને મંજૂરી આપવામાં આવી છે.
આ વર્ષથી જ વિદ્યાર્થીઓ ડો. સુભાષ યુનિવર્સિટીમાં બીએએમએસ કોર્સમાં પ્રવેશ મેળવી આયુર્વેદના વૈજ્ઞાનિક અને પરંપરાગત વિજ્ઞાનનું અધ્યયન કરી શકશે અને યુનિવર્સિટી દ્વારા નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, દવાઓ, સારવાર અને આરોગ્ય અંગેનું જ્ઞાન આપવામાં આવશે. ડો. સુભાષ યુનિવર્સિટીના પ્રમુખ જવાહરભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીની ટીમ દ્વારા આયુર્વેદ અને આરોગ્ય ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવત્તા લક્ષી શિક્ષણ આપવા કટિબદ્ધ છે. હાલ આયુર્વેદનું પણ આરોગ્ય ક્ષેત્રે વિશેષ પ્રદાન હોવાથી સુભાષ આયુર્વેદ ઇન્સ્ટિટયૂટમાં શરૂ થયેલ બીએએમએસના કોર્સથી વિદ્યાર્થીઓના કાર્યક્રમોથી નિમર્ણિ માટે નવા માર્ગ ખુલશે અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને આયુર્વેદના અભ્યાસ માટે ઉત્તમ સગવડતા પણ પ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે ડોક્ટર સુભાષ આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને પંચકર્મ ચિકિત્સા, અભ્યંગ (તેલ મસાજ), શીરો ધારા, વાત, પીત અને કફ દોષ માટે હર્બલ ઉપચાર, નેચરોપેથી અને યોગ ચિકિત્સા, સાંધા અને ચામડીની સમસ્યાઓની વિશિષ્ટ આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ છે.
દર્દીઓને સારવાર અને વિદ્યાર્થીઓના ઉજજવળ કારીકીર્દિ માટે કામગીરી બદલ અને સફળ સંચાલન બદલ સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, યુનિવર્સિટીના પ્રમુખ રાજભાઈ ચાવડા, પ્રો વોસ્ટ ડો દીપક પટેલ, ડો.સુભાષ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ડીન ડો. અરસી ડોડીયા સહિતની ટીમે અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech