જૂનાગઢ ભાજપનું આખું કાર્યાલય જ ગેરકાયદે: પૂર્વ મંત્રીનો પત્ર વાયરલ

  • September 19, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહરભાઈ ચાવડા દ્રારા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ના હોદા અંગે પીએમને પાઠવેલા પત્ર થી ભાજપમાં સામસામે નિવેદનોની ફટકાબાજી શ થઈ છે. ત્યાં જ ગઈકાલે જિલ્લા ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાના પુરાવા રજૂ કરતો પત્ર વાયરલ થતાં ભાજપની છાવણીમાં સોપો પડી ગયો છે.એક બાદ એક માસ્ટર સ્ટ્રોકથ શિસ્ત બદ્ધ પાર્ટીના આગેવાનોમાં દોડધામ થઈ છે.
જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય બન્યું તેમાં શરત ભગં થઈ છે જેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાં હતા તે સમયે કલેકટરને ફરિયાદ પાઠવી હતી અને કાર્યાલય બનાવવા માટેની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી છે ત્યાં વગર મંજૂરીએ બાંધકામ કરવામાં આવ્યું અને માર્જિન મૂકવામાં આવ્યું નથી. યારે સમગ્ર મામલે સાત વર્ષ બાદ ફરી આ મુદ્દે જવાહરભાઈ ચાવડા દ્રારા વડાપ્રધાનને ફરિયાદ કરતા ભાજપમાં દોડધામ થઈ છે.
ખામધ્રોળ ચોકડી પાસે સર્વે નંબર ૯૦પી–૧ તથા ૯૦પિ–૧પી–૧ ના પ્લોટ નંબર એક અને બે ની બિનખેતી થયેલી બાબતો શરત ભગં થવા બદલ મંજૂરી રદ કરવા ૪ જુલાઈ ૨૦૧૭ ના જવાહરભાઈ ચાવડાએ કોંગ્રેસમાં હતા તે સમયે રજૂઆત કરી હતી.જેમાં કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૧૬ એપ્રિલ ૨૦૧૪ના બિનખેતી હત્પકમની મોટાભાગની શરતનો ભગં થાય છે જમીન રહેણા હેતુ માટે ઉપયોગ કરવાની હોવા છતાં ભાજપ લે આઉટ પ્લાન્ટમાં બતાવ્યા પ્રમાણે પ્લોટની બાકીની જગ્યા ખુલ્લી મૂકી દેવાની રહે છે તેના બદલે માર્જિન મૂકવામાં આવ્યું નથી અને તે બિનખેતીના હત્પકમ અનુક્રમ નંબર ૮ મુજબ શરત ભગં થયેલ છે. રહેણા હેતુ માટેની બિનખેતી કરવા જુદા દ્રારા મંજૂર કરવામાં આવેલા નકશા મુજબ નેશનલ હાઈવે ૮ ડી ની મધ્યરેખા થી ૨૪ મીટર બાંધકામ રેખા મૂકીને પ્લાન મંજૂર કરવાની મૂળ શરત મુજબ ૨૪ મીટર બાદ બાંધકામ કરવાની મંજૂરી મેળવી નથી અને બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે જેથી બાંધકામ કરવાની શરત પણ જળવાતી નથી. જવાહરભાઈ ચાવડાએ ધારાસભ્ય તરીકે કલેકટરને ફરિયાદ કરી ભાજપના કાર્યાલય વાળી જગ્યા નો બિનખેતી હત્પકમ રદ કરવાની માગણી કરી હતી પરંતુ ત્યારથી લઇ આજ સુધીમાં કોઈ કાર્યવાહી ન થતા અંતે સમગ્ર મામલો વડાપ્રધાન સુધી પહોંચ્યો છે અને વડાપ્રધાનને જિલ્લા ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાની રજૂઆત કરતો પત્ર વાયરલ થયો છે.
જવાહરભાઈ ચાવડા ના પત્રમાં વિવિધ મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે જેમાં બાંધકામ શ કરતાં પહેલાં તલાટી મારફત મામલતદારને એક માસમાં જણાવવાની બાબત પણ દિન દયાલ ભવનના માલિક દ્રારા જણાવવામાં આવી નથી જે સરત ભગં થાય છે, બિનખેતીની શરતોની પરિશિષ્ટ્ર હત્પકમ અનુક્રમે લે આઉટ પ્લાન પ્રમાણે બાંધકામ કરવા મહાનગરપાલિકાની પરવાનગી મેળવવાની વગર કોઈ જાતનું બાંધકામ કરી શકશે નહીં પરંતુ બાંધકામ પરવાનગી મેળવ્યા વગર જ બાંધકામ થયું હોવાથી બિનખેતીની મંજૂરી રદ કરવા, જમીનમાં ૫૦૦ વૃક્ષો વાવવાની શરતોનું પાલન થયું નથી, જુદા દ્રારા મંજૂર કરવામાં આવેલ નકશા મુજબ મૂળ શરત મુજબ બે મીટર બાદ બાંધકામ કરવાની મંજૂરી પણ હજુ સુધી મેળવી નથી જે તમામ બાબતે જિલ્લા ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાના પુરાવા વાયરલ કરતા પત્રથી ભાજપમાં સ્થાનિક સ્વરાયની ચૂંટણી પહેલા જ સામ સામે તીર ખેંચાઈ ગયા છે. સાત વર્ષ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ફરિયાદ વિભાગ પણ કોઈ કાર્યવાહી ન થતા હવે સમગ્ર મામલો વડાપ્રધાન સુધી પહોંચ્યો છે.


એક વ્યકિત એક હોદા અંગે પણ નિયમભંગ
જવાહરભાઈ ચાવડાએ વડાપ્રધાનને સંબોધેલા પત્રમાં જુનાગઢ જિલ્લામાં એક વ્યકિત એક હોદા નો નિયમ લાગુ પડતો નથી જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપરાંત જિલ્લા સહકારી બેંક માં પણ કાર્યરત છે જેથી સમગ્ર મામલે પાર્ટીના નિયમનો પણ ભગં થતો હોવાનું લેખિત પત્ર પાઠવ્યો છે.


જગ્યા છોડીને બાંધકામ ની મંજૂરી મનપા હસ્તક–કલેકટર
સમગ્ર મામલે જિલ્લા કલેકટર અનિલ રાણા વશિયાના જણાવ્યા મુજબ રહેણા હેતુની જમીનમાં ભાજપ કાર્યાલય બનાવવા મુદ્દે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. દડં પણ ભરવામાં આવ્યું હતું બાદમાં હેતુફેર કરવામાં આવી છે. મહાનગરપાલિકામાંથી રિવાઇઝ પ્લાન મંજૂર કરવામાં આવ્યું હતું આ અંગે જવાહરભાઈ ચાવડાને ૧૦ જુલાઈ ૨૦૧૭ ના જવાબ પણ આપી દેવામાં આવ્યો છે. હાઈવે ની મધ્યરેખાથી ૨૪મીટર જગ્યા છોડીને બાંધકામ કરવાના મુદ્દે મનપા સહિતના અન્ય વિભાગોએ કાર્યવાહી કરવાની રહે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application