સ્વિસ વેલ્થ મેનેજર જુલિયસ બેર ગ્રુપ લિમિટેડએ દુબઈમાં ધનિક ભારતીયોને સેવા આપતા તેના વ્યવસાયને વિસ્તારવા માટે યુબીએસ ગ્રુપ એજી અને જેપી મોર્ગન ચેસ એન્ડ કો.ના વરિ બેંકર્સની નિમણૂક કરી છે.સંજય અડવાણી અમીરાતમાં જુલિયસ બેરના વૈશ્વિક નોન રેસીડેન્સીયલ ભારતીય બિઝનેસના મેનેજિંગ ડિરેકટર અને ટીમ હેડ તરીકે યુબીએસમાં જોડાયા છે, એક નિવેદનમાં જણાવાયું છે કે, જેપી મોર્ગનમાં અગાઉ કામ કરી ચૂકેલા નિસાર સિંધીને મેનેજિંગ ડિરેકટર અને વરિ સલાહકાર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.
વૈશ્વિક ખાનગી બેંકિંગ કંપનીઓ આ પ્રદેશમાં ધનિક ગ્રાહકોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે ગલ્ફમાં સ્ટાફ ઉમેરી રહી છે. બેન્કો સેન્ટ્રો એસએ દુબઈમાં ખાનગી બેંકિંગ કામગીરીને વેગ આપી રહી છે, યારે એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસીએ ગયા વર્ષે પ્રદેશમાં ૧૦૦ બેંકર્સ ઉમેર્યા હતા અને આગામી મહિનાઓમાં વધુ લોકોને નોકરી પર રાખવાની યોજના ધરાવે છે.
કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સ અનુસાર, ગયા વર્ષે એકલા યુએઇએ લગભગ ૪,૫૦૦ નવા કરોડપતિઓને પોતાના ગ્રાહક બનાવ્યા હતા. જુલિયસ બેરની કંપની એનઆરઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અડવાણી અને સિંધી બંને દુબઈમાં યુનિટના વડા તણ જલાલીને રિપોર્ટ કરશે. આ ઉપરાંત, બે રિલેશનશિપ મેનેજર યુબીએસથી જુલિયસ બેરમાં પર આવશે.
જુલિયસ બેર ખાતે ગ્લોબલ એનઆરઆઈના વડા કુણાલ સુમાયાએ જણાવ્યું હતું કે, આ નિમણૂંકો વૈશ્વિક એનઆરઆઇ બીઝનેસ માટે અમારી વૃદ્ધિની મહત્વાકાંક્ષાનો સંકેત આપે છે કારણ કે અમે આ ઝડપી ગતિવાળા બજાર વાતાવરણમાં અમારી સ્થિતિને વિસ્તારવા માટે તૈયાર છીએ. અડવાણીએ અગાઉ ક્રેડિટ સુઈસ, સોસાયટી જનરલ એસએ અને સિટીગ્રુપ ઈન્કમાં કામ કયુ હતું. સિંધીએ દુબઈમાં જેપી મોર્ગનની ખાનગી બેંકમાં ૧૩ વર્ષ વિતાવ્યા – યાં તેમણે યુએઇ, બહેરીન અને ઓમાનમાં હાઇ નેટવર્થ ધરાવતા વ્યકિતઓને આવરી લીધા અને તે પહેલાં તેમણે સીઆઇટીઆઇ અને એબીએન અમરોમાં કામ કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech