તહેવાર ઇફેક્ટ: યુવાનો માટે આનંદ જ્યારે 70 ટકા વડિલો એકલાપણાંથી પીડાય છે

  • November 04, 2023 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં ભવનના વિદ્યાર્થીઓ એ તહેવારોની સામાજિક અને માનસિક અસર પર સર્વે કર્યો. આ સર્વેમાં 670 તરુણો અને યુવાનો, 450 પ્રોઢ અને 540 વૃદ્ધો પાસેથી માહિતી લેવામાં આવેલ. સર્વેના તારણો નીચે મુજબ છે.જેમાં 68% તરુણો અને યુવાનો તહેવારના સામાજિક અને સાંસ્કૃતિક મુલીથી અજાણ છે.90% તરુણો અને યુવાનો માટે તહેવાર એટલે મોજ મસ્તી,91% તરુણો અને યુવાનોને તહેવારની પરંપરા માં રસ નથી, 81% યુવાનો અને તરુણો માટે તહેવાર એટલે મિત્રો સાથે હરવા ફરવાનો છૂટોદોર,74% પ્રોઢ માટે તહેવાર આવતા આર્થિક અને વ્યક્તિગત સમસ્યાઓ વધે છે. તહેવારમાં સંતાનોના શોખ પૂરા કરવા પડશે એવી 72% પ્રોઢ ચિંતા અનુભવે છે.


તહેવારમાં કોઈ સમસ્યા ન આવે એવી ચિંતા 54% પ્રોઢ અનુભવે છે. ઘરના વડીલો અને સંતાનો ની જરૂરિયાત પૂરી કરવામાં તહેવારની મજા અનુભવાતી નથી એવું 45% પ્રોઢ માને છે.81% વૃદ્ધ લોકોએ જણાવ્યું કે પહેલા તહેવારો સાથે રહીને ઉજવતા પણ હવે જ્યારે ઘરના બાળકો તહેવારોમાં બહાર ફરવા જતા રહે ત્યારે ઘરમાં એકલાપણુ લાગે છે.67% વૃદ્ધ લોકોએ જણાવ્યું કે તહેવારોમાં બાળકો ઘર અને સગાઓ કરતા જયારે મિત્ર વર્તુળ ને જ વધુ પ્રાધાન્ય આપે ત્યારે તહેવારોની સાચી મજા નથી રહેતી.71% વૃદ્ધોએ જણાવ્યું કે તહેવારોમાં રાત્રે માતા પિતા સાથે કે કુટુંબ સાથે બેસી ઘરનું ભોજન લેવાની જગ્યાએ હોટેલોમાં લાઈનમાં ઉભા રહી રાહ જોવી એ પણ અયોગ્ય અનુભવાય છે


તમામ તહેવારોનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તેની ઉપયોગીતા ઓછી નથી. ખાસ પ્રસંગો કે તહેવારો પર આપણું સ્વચ્છ અને સુસજ્જ ઘર જોઈને આપણું શરીર અને મન પણ ઉત્સાહિત થઈ જાય છે. સ્વસ્થ અને સુગંધિત વાતાવરણમાં સ્વચ્છ મનથી કરવામાં આવતી પૂજા પણ સંપૂર્ણ રીતે માનસિક શાંતિ આપે છે.

આ તહેવારો અને ઉજવણીઓને કારણે આપણે આપણાં સ્નેહીજનો, મિત્રો અને સ્વજનોને મળીએ છીએ, થોડા સમય માટે તમામ તનાવ ભૂલી જઈએ છીએ અને આપણાં સુખ-દુ:ખ વહેંચીએ છીએ અને પ્રિયજનોના પ્રેમ અને સ્નેહના જળથી અભિષેક કયર્િ પછી આપણે ખુશ થઈ જઈએ છીએ. આનંદકારક અને ફરી એકવાર આપણે નવી ચેતના અને શારીરિક ઉર્જાનો અનુભવ કરીએ છીએ જે આપણને આખા વર્ષ દરમિયાન ખુશ અને સ્વસ્થ રાખે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application