રાજકોટમાં અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ન્યૂઝ ચેનલમાં નોકરીની લાલચ આપી પાટણવાવના કહેવાતા પત્રકારે દોઢ માસ સુધી પોતાની સાથે રાખી અનેક વખત દુષ્કર્મ આચયુ હોવાના ગુનામાં ધોરાજી સેશન્સ કોર્ટે ૬૦ વર્ષના નરાધમને તકસીરવાર ઠરાવી ૨૦ વર્ષની સજાનો હત્પકમ કરી પકડ વોરટં ઇસ્યુ કરતો હત્પકમ કર્યેા છે.
ધોરાજી કોર્ટના સરકારી વકીલ કાર્તિકેય પારેખના જણાવ્યા મુજબ અગાઉ રાજકોટમાં રહેતા હત્પસેન ભીખા ઠેબા સામે ૧૭ વર્ષની સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પાટણવાવના કહેવાતા પત્રકાર અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવાએ ભોગ બનેલી સગીરા અને તેના પરિવારનો સંપર્ક કરી સગીરાને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ અપાવી નોકરીમાં રખાવી દેવાની લાલચ આપી બે દિવસ સાથે લઈ જવાનું કહી સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો, અને ત્યાં દોઢ મહિના સુધી સાથે રાખી અવાર નવાર સગીરા ઉપર દુષ્કર્મ આચયુ હતું. આ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ આરોપી અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવા વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ દરમિયાન સગીરા સાથે ઝાંઝમેરના વિપુલ ઉર્ફે જેન્તી બગડાએ દુષ્કર્મ આચયુ હોવાનું ખુલતા પોલીસે બંને વિદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કયુ હતું.
આ અંગે ધોરાજીના સરકારી વકીલ કાર્તિકેય પારેખે જણાવ્યા મુજબ આ કેસમાંભોગ બનનાર સગીરાએ અદાલત સમક્ષ ૧૬૪ હેઠળના નિવેદનમાં જણાવેલ કે આરોપી અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવા તેમને અગાઉના દુષ્કર્મમાં મળેલ વળતરની રકમમાંથી પણ બે લાખ પિયા ઉપાડીને લઈ ગયેલા છે અને તેની સાથે વારંવાર શરીર સંબધં બાંધેલો છે, વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા હતા, ત્યાં પણ ભોગ બનનારની મરજી વિદ્ધ તેણી સાથે શરીર સંબધં બાંધેલો હતો. ચેતના ગેસ્ટ હાઉસના મેનેજરે કોર્ટ સમક્ષ જણાવેલ કે આરોપી અમુ રાણવાએ ભોગ બનનારને પોતાની દીકરી તરીકે રજિસ્ટરમાં દર્શાવેલ. સમગ્ર પુરાવાની સાથે આરોપી અમુ રાણવાની ઉંમર આશરે ૬૦ વર્ષની છે. અને ડોકટર બ મેડિકલ તપાસ દરમિયાન પણ પુરાવાઓ મળી આવ્યા હતા. સરકારી વકીલ તરીકે કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલો કરી હતી, કે ભોગ બનનાર હોસ્ટાઇલ થયા હોય તો પણ કલમ ૧૬૪ પુરતું તેમણે આપેલ નિવેદન પુરાવામાં ગ્રાહ્ય છે અને તેનાથી બંને આરોપીને સજા કરવી જોઈએ. ડોકટર તરફથી લેવામાં આવેલ નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવેલા હતા જેમાં દુષ્કર્મ થયુ હોવાનાં પૂરાવા મળી આવેલા હતા આ સમયગાળા દરમિયાન ભોગ બનનાર આરોપી અમૃત ઉર્ફે અમુભાઈના જ કબજામાં હોય અને તે સગીર વયના ભોગ બનનાર હોય આરોપીઓ વિદ્ધ કેસ નિ:શંકપણે પુવાર છે.
આ તબક્કે આરોપી નંબર બે વિપુલ બગડા તરફે એડવોકેટ તુષારભાઈ ગોકાણીએ દલીલ કરેલી હતી કે કલમ ૧૬૪માં જે તથ્યો જણાવેલા હોય તે માનસર વંચાણે લઈ શકાય, પરંતુ આખરી પુરાવા તરીકે અદાલત સમક્ષ જુબાનીમાં ભોગ બનનારે જે હકીકત જણાવેલી છે તે ગ્રાહ્ય રાખવી જોઈએ. અને ભોગ બનનાર એ હાલના કિસ્સામાં આરોપી વિપુલ ઉર્ફે જોન્ટી વિદ્ધ કોઈ પુરાવો આપેલો નથી, આવા સંજોગોમાં વિપુલ ઉર્ફે જોન્ટીને નિર્દેાષ છોડવો જોઈએ તેવી દલીલો કરેલી હતી.
બંને પક્ષની દલીલોને સાંભળીને એડિશનલ ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ અલી હત્પસેન મોહીબુલ્લા શેખે આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને નિર્દેાષ ઠરાવી છોડી મુકેલ. યારે અમૃત ઉર્ફે અમુ બાબુભાઈ રાણવાને ભારતીય દડં સંહિતાની કલમ ૩૭૬ ૨ એન અને પોકસો એકટ મુજબ તકસીરવાર ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને દડં ફટકારેલ છે.
આરોપી અમુ રાણવા પોતાને ફ્રેકચર છે તેવું જણાવી કોર્ટમાં હાજર રહેલ નહીં, તેથી અદાલતે તેમની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કરી અને પકડ વોરટં ઇસ્યુ કયુ છે. હા કેસમાં સરકાર પક્ષે જોડાણ માટેની અરજીઓ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ અને નિર્દેાષ છૂટેલા આરોપી વતી રાજકોટના તુષાર ગોકાણી રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે જીતની હેટ્રિક લગાવી: ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ
March 03, 2025 12:40 AMJio અને Zepto સાથે ટૂંક સમયમાં આવશે આ 5 IPO
March 02, 2025 07:46 PMઆગામી 24 કલાક ચમોલી માટે ખરાબ રહેશે, IMD એ હિમપ્રપાત અને વરસાદની ચેતવણી જારી કરી
March 02, 2025 07:28 PMસેબીના પૂર્વ ચીફ માધવી પુરી બુચ સામે FIR નો આદેશ, ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટનો મોટો નિર્ણય
March 02, 2025 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech