સિંધી નૂતનવર્ષ મહોત્સવની ઉજવણીવમાં પ્રભાત આરતી, સમુહ યજ્ઞોપવીત, લંગર પ્રસાદ અને સાંજે 5 વાગ્યે નાનકપુરીથી ઝુલેલાલ મંદિર સુધી યોજાશે ભવ્ય શોભાયાત્રા : રાત્રે 9 ભોજન સમારોહ
સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ જન્મ જયંતી (ચેટીચાંદ) સિંધી નૂતનવર્ષ મહોત્સવની ભવ્ય ઉજવણી આવતીકાલ બુધવાર તા. 10ના રોજ કરવામાં આવશે, જેમાં પ્રભાત આરતી, સમુહ યજ્ઞોપવિત, લંગર પ્રસાદ તેમજ શોભાયાત્રા અને ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તા. 10ના રોજ ચેટી ચાંદ મહોત્સવ 2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, વહેલી સવારે 5 વાગ્યાથી કાર્યક્રમનો દોર શ કરી દેવામાં આવશે, સવારે 5 વાગ્યે દુધ અને બ્રેડ પ્રસાદ ઝુલેલાલ મંદિર ખાતે યોજાશે, ત્યાર બાદ 10 વાગ્યે દર વખતની જેમ ભવ્ય સમુહ યજ્ઞોપવિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં અનેક બાળકો યજ્ઞોપવિત ધારત કરશે, બપોરે 12-30 વાગ્યે ઝુલેલાલ મંદિર ખાતે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમા લાભ લેવા ઝુલેલાલ મંડળ દ્વારા જણાવાયું છે.
ચેટી ચાંદ મહોત્સવ નિમીતે દર વખતની જેમ સાંજે 5 વાગ્યે નાનકપુરીથી ઝુલેલાલ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યું છે, આ શોભાયાત્રાનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે અને તેમા સિંધી ભાઇ બહેનો મોટી સંખ્યામા ઉમટી પડશે, આ શોભાયાત્રા રાત્રે 8-30 વાગ્યા આસપાસ ઝુલેલાલ મંદિર ખાતે આવશે જયાં ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ઝુલેલાલ મંદીર વિસ્તારને લાઇટીંગથી શણગારવામાં આવ્યો છે અને વેપારીઓ દ્વારા મંડપની કમાન રાખવામાં આવી છે, છેલ્લા બે દિવસથી આ રસ્તાને શણગારાયો છે, એટલું જ નહીં વહિવટી તંત્ર દ્વારા આવતીકાલે આ રસ્તો બંધ કરી દેવા જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે, જામનગર શહેર અને જીલ્લામાં ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, કેટલાક તાલુકા મથકોએ પણ આરતી અને લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેટીચાંદ મહોત્સવને ઘ્યાનમાં લઇને સિંધી સમાજના કાર્યકરો દ્વારા પણ તડામાર તૈયારીઓ શ કરી દેવામાં આવી છે, શોભાયાત્રાના માર્ગમાં લોકોને ઠંડા પીણા, આઇસક્રીમ, સરબત, દુધ કોલ્ડીંકની પણ વ્યવસ્થા બહાર કાઢવામાં આવી છે, સમગ્ર સિંધી સમાજ આવતીકાલના કાર્યક્રમને લઇને તડામાર તૈયારીમાં લાગી ગયો છે, ખાસ કરીને સિંધી ભાઇ બહેનોનું નુતનવર્ષ પણ આવતીકાલથી શ થાય છે. ચેટી ચાંદ દર વર્ષે જામનગરમાં ભવ્ય રીતે ઉજવાય છે.
આ વખતે પણ આ મહોત્સવ વધુ ભવ્ય રીતે ઉજવાય તે માટે તડામાર તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહયો છે, લંગર પ્રસાદમાં વધુને વધુ લોકો જોડાય અને શોભાયાત્રાનું પણ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવે તે રીતેનું આયોજન સિંધ સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.
આવતીકાલે સિંધી સમાજના ભાઇ બહેનો ઝુલેલાલ મંદિરે આવીને દર્શન કરશે ત્યારબાદ ભવ્ય યજ્ઞોપવિતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે સમાજના બાળકોને યજ્ઞોપવિતમાં કોઇપણ જાતનો ખર્ચ ન થાય તે માટે સામુહીક યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech