ઝાલોદ-જામનગર બસને અકસ્માત: બે ને ઇજા

  • April 24, 2024 11:05 AM 

41 મુસાફરોનો આબાદ બચાવ: ડ્રાઇવરને ચક્કર આવતા બસ રોડ સાઇડમાંથી નીચે ઉતરી



ઝાલોદ-જામનગરની બસ 200 કિમી અંતર કાપી અમદાવાદ થઇ વિરમગામ પહોંચી હતી. જ્યાં જખવાડા પાસે બસના ડ્રાઇવરને ચક્કર આવતાં સ્ટેયરીંગ પર જ ઢળી પડતાં બસ પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં 41 લોકોનો આબાદ બચાવ થયો હતો. જો કે, એક મુસાફર અને કંડક્ટરને સામાન્ય ઇજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ઘટના બની તે સ્થળથી 4 કિમી બાદ પુલ આવતો હતો સદ્દનસીબે તે પહેલાં ચાલકે બસ થોભાંવી દેવા મોટી જાનહાનિ ટળી હતી.



ઝાલોદ-જામનગર બસ 41 મુસાફરો સાથે મંગળવારે અમદાવાદ થઈ વિરમગામ હાઇવે પર જખવાડા ગામ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે 200 કિમીનું અંતર કાપ્યા બાદ ગરમીના લીધે બસના ડ્રાઇવર પંકજભાઈ કહાનસિહ બારૈયા (ઉ.વ.45) ગામ.મોરવાડા જી.દાહોદને ચક્કર આવતા બસને ધીમી પાડી રોડ સાઈડ ઉભી રાખવા પ્રયત્ન કરતા સમયે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બસ રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી મારી ગઈ હતી.



જો કે, તુરંત દિવાલ આવી જતાં બસ અટકી ગઈ હતી. જો દિવાલ ન હોત તો વધુ પલટી જાનહાનિ થવાની સંભાવના હતી. મુસાફરોને ડ્રાઇવર કેબીનમાંથી અને ઇમર્જન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફર વિવેકસાગર સ્વામી (ઉં.આ.વ.75) ને 108 એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ જ્યારે બસના કંડકટર દ્વારા મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કયર્િ હતા.


બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. દાહોદ ડેપોની બસનો જખવાડા પાસે અકસ્માત થયો હતો. જો કે, સદ્દનસીબે આ બસ ખાનગી કંપનીની દિવાલ સાથે અથડાઇ ઉભી રહી જતાં દૂઘર્ટના ટળી હતી. બીજી તરફ ઘટના સ્થળથી 4 કિમી દૂર નર્મદા કેનાલનો પુલ આવતો હતો. આ ઘટના તે સ્થળે બની હોય તો ઇજાગ્રસ્તોનો આંક વધી ગયો હોત. ડ્રાઇવરને અચાનક ચક્કર આવતાં ડ્રાઇવરે બસ ધીમી કરી દેતા મેં તેમની સામે જોયું, મને લાગ્યું કે કંઇક અજુગતું થઇ રહ્યું છે. ડ્રાઇવરે પાણીની બોટલ હાથમાં લીધી પણ હાથમાંથી પડી ગઇ હતી. તેઓ સીટમાં સીધા થઇ ગયા. જોકે, તેમને આગોતરો અણસાર આવી ગયો હોવાથી બસ પહેલેથી સાવ ધીમી કરી દીધી હતી. સ્ટિયરિંગ પર કાબુના રહેતા માત્ર પાંચ સેક્ધડ જેટલા ટૂંકા સમયગાળામાં આ બનાવ બની ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application