જિલ્લાના વલ્લભીપુરથી કિ.રૂ.૨,૦૦૦ની દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી.નો સ્ટાફ પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન વલ્લભીપુર બજરંગ ચોકડીએ આવતાં એએસઆઈ અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમી મળેલ કે ઝાલા ન્યાલભાઇ નથવાણી રહે.પચ્છેગામની સીમ તા વલ્લભીપુર જી.ભાવનગર, હાલ વલ્લભીપુરથી ભાવનગર રોડ ઉપર નવી બની રહેલ સાયન્સ કોલેજની પાછળના ભાગે દીવાલની પાછળ પડતર ખુલ્લી જગ્યામા જામગરી બંદુક પોતાના કબ્જામા રાખી ઉભેલ છે.જે માહિતી આધારે તપાસ કરતાં દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝાલા ન્યાલભાઇ નથવાણી (ઉ.વ.૫૦ ધંધો-ખેત મજુર રહે.મુળ-પડાણા તા ધંધુકા જી.અમદાવાદ હાલ- પચ્છેગામની સીમ તા.વલ્લભીપુર જી.ભાવનગર) ને દેશી બનાવટની લોખંડના ધાતુથી સીંગલ બેરલની જામગરી બંદુક કિ.રૂ.૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા, એજાજખાન પઠાણ અને બ્રિજરાજસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech