જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે. પરંતુ ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને ભારે મોટો આર્થિક ફટકો સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દોઢ મહિના પહેલા જે ડુંગળીના ભાવ ૭૦૦ થી ૮૦૦ મળતા હતા તેના હવે ૨૫૦ થી૧૦૦ પિયા મળતા ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે ત્યારે ડુંગળીના નિકાસ પરની એકસાઇકસ ડુટી સરકાર નાબૂદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
આ વર્ષે પણ ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા પામેલ છે. અને હાલમાં ડુંગળીની આવકની સિઝન હોવાથી જેતપુર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે. યાર્ડમાં દરરોજ ડુંગળીની આવક નવા નવા રોકોર્ડ નોંધાવી રહી છે ગઈ પરંતુ ખેડૂતો માટે કમનસીબીની વાત એ છે કે, ડુંગળીની જેમ જેમ આવકમાં વધારો થતો જાય છે તેમ તેમ ડુંગળીના ભાવ તળિયે જતા જાય છે. નિકાસબંધી પર એકસાઇઝ ડુટી અને અન્ય રાયમાં ડુંગળીની ઓછી માંગના કારણે ડુંગળીની આવક વધવા છતાં ડુંગળીના ભાવ ના મળતા ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આજથી મહિના પહેલા જે ડુંગળી ૭૦૦થી ૮૦૦ પિયામાં મળતી હતી બજારમાં ડુંગળીનો મબલખ પાક આવતા આજે ૧૦૦થી ૨૫૦ પિયામાં મળી રહી છે.
જેતપુર યાર્ડમાં આજે ૫૦ હજાર ગુણી ડુંગળીનું આવક થઈ છે. જેનો ભાવ ૧૦૦ પિયાથી લઈને ૨૨૦ પિયા ડુંગળી હરરાજીમાં વેચાઈ હતી. અને તેમાંય કોઈ ખરીદનાર ન હોય માત્ર આઠ થી દસ ખેડૂતોની ડુંગળીની જ હરરાજી થઈ શકી હતી. યારે ડુંગળીની આવક સતત ચાલુ જ હોય યાર્ડ બહાર ત્રણથી ચાર કિમીની ડુંગળી ભરેલ વાહનોની કતાર લાગી છે યાર્ડમાં પણ ડુંગળી રાખવાની જગ્યા નથી.
ડુંગળીના ઉત્પાદનના ભાવ હાલમાં ખેડૂતોને નથી મળી રહ્યા અને ડુંગળીની પડતર કિંમત પણ નથી મળી રહી, તેની પાછળનું મુખ્ય કારણ જો કાઈ હોય તો તે કેન્દ્ર સરકાર દ્રારા નિકાસબંધી પર ૨૦ ટકા ડુટીના કારણે ડુંગળી અન્ય દેશોમાં મોકલવી વેપારીઓને પરવડતી નથી. બીજી તરફ ડુંગળીનું ઉત્પાદન ગુજરાત અને અન્ય રાયમાં મોટા પ્રમાણમાં થયેલુ હોવાથી ઉત્પાદનના પ્રમાણમાં ડુંગળીની માંગ ઘટી છે. ડુંગળીના વાવેતરમાં ખેડૂતોને વિધે ૨૫થી ૩૦ હજાર પિયાનો ખર્ચ થયો છે તેની સામે વિધે ૫ થી ૬ હજાર પિયા જ મળતા હોય ખેડૂતોને આપઘાત કરવો પડે તેવી સ્થિતિ સર્જાણી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ સમયે ખેડૂતોને ટેકાના ભાવ મળે, ખેડૂતોને નિકાસ થાય ડુંગળીની અને સારા ભાવ મળે તેની જવાબદારી રાય સરકાર અને કેન્દ્ર સરકારની છે. કાયમ ખેડૂતોના વિકાસની વાત કરનારા નેતાઓ હાલમાં કોઈ પણ પ્રકારની જવાબદારીપૂર્વક ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આગળ આવી રહ્યા નથી. જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને ફેંકી દેવાના ભાવે ડુંગળી વેચી દેવાનો વારો આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech