જેતપુરમાં ડુંગળીના વેપારીના બંધ મકાનમાં બાકોરૂ પાડી રૂ.૭.૮૦ લખાની ચોરીમાં જેતપુર સિટી પોલીસ તા રાજકોટ એલસીબીની ટીમે કુખ્યાત તસ્કર અને તેના બે સાીદારોને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે આરોપી પાસેી રૂ.૬.૫૭ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
જેતપુરમાં રાજેશ્વરી સોસાયટી ઇન્દ્રેશ્વર મંદિર પાસે રહેતા જયદીપ દલસુખભાઈ કેસરિયા (ઉ.વ ૩૮) નામના ડુંગળી બટેટાના વેપારીના પત્ની પૂજાબેનની તબિયત સારી ન હોય જેી તેને જેતપુર કણકીયા પ્લોટમાં આવેલી ધર્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તારીખ ૨૩/૭ ના બપોરના સમયે યુવાન તેના પિતાજીના ઘરેી જમ્યા બાદ અહીં મકાને જતા ડેલાને તાળું માર્યું હોય પરંતુ મકાનમાં મેઇન દરવાજો તૂટેલો હતો અને દરવાજો ખુલતો ન હોય શંકા ગઈ હતી ઘરમાં જઇ જોતા રસોડામાં આવવાના દરવાજામાં બાકોરૂ પાડ્યું હોવાનું માલુમ પડ્યું હતું બાદમાં ઘરમાં તપાસ કરતા સામાન વેર વિખેર હતો.બાદમાં તપાસ કરતા ઘરમાંી રોકડ રૂ.૩.૭૫ લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૭.૮૦ લાખની મત્તાની ચોરી યાનું માલુમ પડયું હતું.જે અંગે તેમણે જેતપુર સિટી પોલીસ મકમાં ફરિયાદ કરી હતી.
ચોરીના આ બનાવને લઇ રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સૂચના હેઠળ તા જેતપુર ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયાના માર્ગદર્શનમાં આરોપીઓને પકડી પડવા તપાસ હા ધરી હત. જે અંગે એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા જેતપુર સિટી પોલીસ મકના પીઆઇ એ.ડી.પરમારની રાહબરી હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ટીમ તા જેતપુર સીટી પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને બનાવવાળી જગ્યાની આજુ બાજુના વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ પોકેટ કોપ તા ઇ-ગુજકોપમાં અગાઉના ગુનામાં પકડાયેલ આરોપીઓ બાબતે તપાસ ચલાવી હતી.તેવામાં પો.હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠવાને મળેલી બાતમીના આધારે આ ચોરીમં આરોપી ઉમેશ ઉર્ફે ઉંદરડી રમણીકભાઇ વાળાને જેતપુર નકલંક આશ્રમ રોડ ઉપરી મુદામાલ સો ઝડપી લીધો હતો.બદમાં તેની પુછતાછ પરી ચોરીમાં સામેલ અન્ય આરોપી બાદ એલ.સી.બી.ના હેડ કોન્સ. દિવ્યેશભાઇ સુવા તા હેડ કોન્સ. નિલેશભાઇ ડાંગર તા રાજુભાઈ સાંબડા તા હરેશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે આધારે આરોપી રવિ આંબાભાઇ કારતનીયાના તા જયેશ ઉર્ફે ટકો ભાયાભાઇ ગઢવી બંન્ને આરોપીઓને જેતપુર સરદાર ચોક પાસેી ઝડપી લીધા હતાં.
પોલીસે આરોપીઓ પાસેી રોકડ રૂ.૩.૫૦ લાખ અને ઘરેણા સહિત કુલ રૂ.૬.૫૭ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસની પુછતાછમાં આરોપીઓએ મોજશોખ પુરા કરવા,દારૂ પીવા તા જુગાર રમવા માટે આ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.ઝડપાયેલા આરોપીઓ પૈકી ઉમેશ ઉર્ફે ઉંદરડી સામ અગાઉ જેતપુર સિટી તા જેતપુર તાલુકા પોલીસ મકમાં મળી કુલ ચોરીના ૧૯ ગુના નોંધાઇ ચૂકયા છે.જયારે જયેશ ઉર્ફે ટકા સામે જુનાગઢ સી ડિવિઝનમાં દારૂ અને જુનાગઢ તાલુકામાં ચોરીનો ગુનો નોંધાઇ ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાના દ્વારકાધીશની હવેલી તેમજ રામમંદિરમાં યોજાયો ફૂલડોલ ઉત્સવ
March 15, 2025 10:59 AMમેટોડા પોલીસે જુગારના બે દરોડામાં ૧૦ મહિલા સહિત ૧૩ને ઝડપી લીધા
March 15, 2025 10:58 AMસલાયા શહેર ભાજપ પ્રમુખની કરાતી સાકરતૂલા
March 15, 2025 10:56 AMટીચરનું જીવલેણ ટોર્ચર: વિદ્યાર્થીને 300 ઉઠક બેઠક કરાવતા મોત થયું
March 15, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech