જેતપુર: કેરાળી-છાપરવાડીના પુલમાં ગાબડું: ટ્રેકટર ઘુસ્યુ

  • March 29, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકાના કેરાળી ગામે ગામના બે વિસ્તારોને તેમજ ત્રણેક ગામને જોડતો છાપરવાડી નદી પર આવેલ બેઠા પુલ પરથી ગામના ભુપતભાઇ ભડેલીયા નામના ખેડૂત પોતાના ખેતરથી ટ્રેક્ટરમાં ઘઉં ભરીને પસાર થતા હતા ત્યારે એકાએક પુલમાં ગાબડું પડતા ટ્રેકટર પુલના ગાબડાંમાં ઘુસી ગયું હતું અને ખાંગુ થઈ ગયું હતું.સદનસીબે કોઈ જાનહાની ન થઈ પરંતુ ટ્રેકટરમાં ભરેલ ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હતાં. જેને કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.છાપરવાડી નદી પરનો આ પુલ પર દરવર્ષે ચોમાસા દરમિયાન ગાબડાં પડી જય છે છે જે અંગે ગ્રામજનોએ સરકારમાં દરવર્ષે રજુઆત કરે છે છતાંય સરકારે કઈ ધ્યાન ન આપતા ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરે છે. અને ગામમાંથી ફાળો કરી સ્વખર્ચે પુલને રીપેર કરાવવો પડે છે. ગામના સરપંચ કલ્પેશ ભડેલીયાએ જણાવેલ કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ રજુઆત કરી છે એ વર્ષે સરકાર તરફથી નવો અને ઉંચો પુલ બનાવવાની બાંહેધરી મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application