BREAKING NEWS

જેતપુર: પોલીસ જપ્ત્તામાં રહેલા રીઢા ગુનેગારે ભાગવાની કોશિશ કરી

  • June 18, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર: પોલીસ જપ્ત્તામાં રહેલા રીઢા ગુનેગારે ભાગવાની કોશિશ કરી

જેતપુર તાલુકામાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા–ફરતા એક રીઢા ગુનેગારને પકડવામાં રાજકોટ રલ એલસીબીને મોટી સફળતા મળી છે. જોકે, પોલીસ કસ્ટડીમાંથી શૌચક્રિયાના બહાને ભાગવાનો પ્રયાસ કરતો આરોપી હાઈવે પર પુલની રેલિંગ સાથે ભટકાઈને ખાબકતાં તેને પગમાં ફ્રેકચર થયું છે.
પ્રા વિગતો અનુસાર, આશરે એક મહિના પૂર્વે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા અંગ્રેજી દા અંગે એક દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જશકુ જીતુભાઇ હત્પદડ નામના શખ્સની સંડોવણી ખુલી હતી અને તેનું નામ પોલીસ ચોપડે ચડું હતું. આ દરોડા બાદથી જ જશકુ પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો હતો અને પોલીસ તેને શોધી રહી હતી.
દરમિયાન આજે રાજકોટ રલ એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી જશકુ હત્પદડ જેતલસર જંકશન વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે એલસીબીની ટીમે તુરતં વોચ ગોઠવીને જશકુને દબોચી લઇ તેને જીપમાં બેસાડી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન લાવી રહી હતી, ત્યારે રસ્તામાં આરોપી જશકુએ કુદરતી શૌચક્રિયા જવાનું બહાનું કાઢું હતું. માનવતાના ધોરણે પોલીસે જીપ ઉભી રાખી તેને નીચે ઉતાર્યેા કે તુરતં જ જશકુએ પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને હાઈવે પર દોડ લગાવી દીધી હતી.
આરોપીને ભાગતો જોઈ એલસીબીના જવાનોએ પણ ફિલ્મી ઢબે દોટ મૂકી હતી. હાઈવે પર ભાગી રહેલો જશકુ રસ્તામાં આવેલા એક પુલની રેલિંગ સાથે જોરદાર રીતે ભટકાયો હતો અને નીચે પટકાયો હતો. પાછળ દોડતી પોલીસે તેને તુરતં જ ઝડપી લીધો હતો, પરંતુ રેલિંગ સાથે જોરદાર ટક્કર વાગવાને કારણે જશકુના પગમાં ઈજા થઈ હતી અને તે ઉભો થઈ શકતો ન હોતો. જેથી એલસીબી ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડો હતો, યાં ફરજ પરના તબીબોએ ફ્રેકચર જેવી ઇજા જણાવી તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કર્યેા હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી જશકુ હત્પદડ રીઢો ગુનેગાર છે અને તેની વિદ્ધ અગાઉ પણ લૂંટ, ચોરી તેમજ પ્રોહીબિશન (દા)ના અંદાજે ૧૦ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. હાલ પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application