પ્રિન્સ એન્ડ્રુ અને બિલ કિલન્ટનના ઘર સુધી જેફરી એપસ્ટેઇનની આગ પહોંચી

  • January 05, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરીકાની એક અદાલતે લાંબા સમયના કાયદાકીય વિવાદો બાદ અમેરિકન અરબપતિ ફાઈનાન્સર અને વેશ્યાવૃત્તિના દોષી દિવંગત જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો સાર્વજનિક કર્યા છે મહત્વનું છે કે આ દસ્તાવેજોમાં કુલ ૯૦ લોકોના નામ સામે આવ્યા છે. જો કે આ તમામ લોકો પર કોઈ ગેરરીતિમાં સામેલ હોવાનો આરોપ નથી પરંતુ કોર્ટ ની કાર્યવાહીમાં તેમના નામ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જેફ્રી પર યૌન શોષણનો આરોપી હતો તેણે ૨૦૦૨ થી ૨૦૦૫ ની વચ્ચે મહિલાઓને લોરિડામાં પોતાના ઘરે શારીરિક સંબંધો માટે આમંત્રિત કરી અને તેના બદલામાં પૈસા આપ્યા. આ સિવાય તેના પર બળજબરીથી સંબંધોના પણ આરોપ છે. ૨૦૧૯માં, જેફરી એપસ્ટીને જેલમાં બધં થયાના એક મહિના પછી આત્મહત્યા કરી. આ કેસ હવે તેના પાર્ટનર ઘિસ્લેન મેકસવેલ વિદ્ધ ચાલી રહ્યો છે, મેકસવેલ પર તેના માટે છોકરીઓ સપ્લાય કરવાનો આરોપ છે.તેને ૨૦૨૧મા ૨૦ વર્ષની કેદની સજા થઇ છે. કોર્ટની કાર્યવાહીમાં કેટલાક મોટા નામોનો ઉલ્લેખ થયો છે જેમાં બ્રિટિશ શાહી પરિવારના પ્રિન્સ એન્ડ્રુ, માઈકલ જેકસન, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બિલ કિલન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ, જાદુગર ડેવિડ કોપરફિલ્ડ, નોઆમ ચોમ્સ્કી, સ્ટીફન હોકિંગ, નાઓમી કેમ્પબેલ, લિયોનાર્ડેા ડી કેપ્રિયો, બ્રેડલી એડવડર્સ, યોર્જ લુકાસ, જેસન રિચાડર્સ, કેવિન સ્પેસી, બ્રુસ વિલિસ વગેરે નામ જેફરીના કથિત સહયોગીઓ મિત્રો અને પીડિતોના છે.
જેફરી એપસ્ટેઇન અબજોપતિ ફાઇનાન્સર હતો જેઓ હાઇ–પ્રોફાઇલ સેલિબ્રિટીઓ સાથે સામાજિક નિકટતા માટે પ્રખ્યાત હતા. ૨૦૧૯ માં, તેણે ટ્રાયલની રાહ જોતા જેલમાં આત્મહત્યા કરી. તેના પર સગીરોનું યૌન શોષણ કરવાનો
આરોપ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application