જય શાહે રચ્યો ઈતિહાસ, બન્યા સૌથી યુવા ICC અધ્યક્ષ, ગ્રેગ બાર્કલેનું લેશે સ્થાન

  • August 27, 2024 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

BCCI સેક્રેટરી જય શાહે ઈતિહાસ રચ્યો છે. તેઓ ICCના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. જય શાહ ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. તાજેતરમાં, બાર્કલેએ ત્રીજી મુદત મેળવવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં હવે જય શાહને ICCના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે ઈતિહાસ રચ્યો છે. તેઓ ICCના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. જય શાહ ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. તાજેતરમાં બાર્કલેએ ત્રીજી મુદત મેળવવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં હવે જય શાહ ICC ના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. 


જય શાહ હાલમાં 35 વર્ષના

જય શાહ હાલમાં 35 વર્ષના છે. ICCના અધ્યક્ષ બનનાર તેઓ 5મા ભારતીય છે. અગાઉ જગમોહન ડાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર ICCના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જગમોહન ડાલમિયા 1997માં પ્રથમ એશિયન ICC પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.


આ રીતે રહ્યો કાર્યકાળ

શરદ પવાર 2010 થી 2012 સુધી ICCના પ્રમુખ હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સહ-માલિક એન શ્રીનિવાસન આઈસીસીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2014 થી 2015 સુધી તેણે ICC ના પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી હતી. શશાંક મનોહર 2015 થી 2020 સુધી ICCના પ્રમુખ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application