જૂન 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. મેન્સ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે જીત્યો છે. જ્યારે મહિલા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આ વખતે ભારતીય સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને મળ્યો છે. ICC T20 વર્લ્ડ કપ જૂન મહિનામાં રમાયો હતો. ICC T20 વર્લ્ડ કપ 2024 જૂન 2 થી 29 ની વચ્ચે રમાયો હતો. આ ટુર્નામેન્ટમાં તેમના પ્રદર્શનના આધારે પુરુષોના ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે ત્રણ નામો નોમિનેટ કરવામાં આવ્યા હતા. જસપ્રીત બુમરાહની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. બુમરાહને ICC T20 વર્લ્ડ કપ 2024માં પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. 30 વર્ષીય બુમરાહે T20 વર્લ્ડ કપમાં 8.26ની એવરેજથી કુલ 15 વિકેટ લીધી હતી.
બુમરાહે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ તેના પરિવારને સમર્પિત કર્યો છે. તેણે કહ્યું કે હું જૂન માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ જાહેર થઇને ખૂબ જ સારું અનુભવું છું. છેલ્લા કેટલાક દિવસો અમારા માટે શાનદાર રહ્યા છે. શાનદાર પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટ જીતવી એ ખૂબ જ ખાસ લાગણી છે. હું આ યાદોને હંમેશા મારી સાથે રાખીશ. આ દરમિયાન હું કેપ્ટન રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપું છું. અંતે હું મારા પરિવાર, સાથી ખેલાડીઓ અને કોચનો આભાર માનું છું.
મહિલા ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ ભારતની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ જીત્યો છે. મંધાનાએ જૂનમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝમાં 113, 136 અને 90 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય મંધાનાએ એકમાત્ર ટેસ્ટ મેચમાં સદી પણ ફટકારી હતી. મંધાનાએ આ પુરસ્કાર જીતવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે આશા રાખે છે કે તે ભવિષ્યમાં પણ ટીમને જીતવામાં મદદ કરવા માટે આવી ભૂમિકા ભજવતી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech