જસદણ માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવનાર પટેલ વેપારી યુવાનને હનીટ્રેપમાં ફસાવી .૩ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.યુવાનને અજાણી મહિલાએ મેસેજ કરી બાદમાં રાજકોટ લઇ જવાની વાત કહી હતી.જેથી યુવાને આ મહિલાને જસદણ બસસ્ટેન્ડથી કારમાં બેસાડી હતી.તે સમયે તેની સાથે નાનું બાળક પણ હતું.બાદમાં રાજકોટ પાસે કાર પહોંચતા મહિલાએ કાર ઉભી રાખવા કહ્યું હતું.દરમિયાન અન્ય કારમાં ચાર શખસોએ આવી વેપારીને મારમારી તું આને ત્રણ દિવસથી ફેરવે છે કહી દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી નાણાં પડાવી લીધા હતાં.આ અંગે વેપારીની ફરિયાદ બાદ એલસીબીની ટીમે પણ તપાસમાં ઝંપલાવી ટોળકીને સકંજામાં લઇ લીધી હોવાનું માલુમ પડયુ છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં ચિતલીયા કુવા રોડ પર આધશકિતનગરમાં રહેતા અને જસદણ માર્કેટિંગ યાર્ડમાં તુલસી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવનાર બે સંતાનોના પિતા કલ્પેશભાઈ જયંતીભાઈ કાનાણી (ઉ.વ ૩૮) નામના વેપારીએ આ બનાવ અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરની અજાણી મહિલા અને તેની સાથેના ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ ૨૭૨૨૦૨૪ માં સાંજના સમયે તે પ્રસંગમાં હતો ત્યારે તેને એક અજાણ્યા મોબાઈલ નંબર માંથી વોટસએપમાં ટેકસ મેસેજ આવ્યો હતો જેમાં હાઈ લખેલું હતું જેથી વેપારીએ પણ સામે હાઈ લખી રીપ્લાય આપ્યો હતો બાદમાં મેસેજ કરનારે પૂછયું હતું કે, કેમ છો? જેથી વેપારીએ લખ્યું હતું મજામાં વેપારીએ પૂછયું હતું તમે કોણ જેથી મેસેજ આવ્યો હતો કે હત્પં કાજલ પાનસુરીયા જવાબમાં વેપારીએ કહ્યું હતું તમાં આઈડી ફેક હોય તેવું લાગે છે. જેથી વિડીયો કોલ કરી મહિલાએ પોતાનો ચહેરો દેખાડો હતો અને ફોન કટ કરી નાખ્યો હતો.
બીજા દિવસે સવારના ગુડ મોનિગનો મેસેજ આવ્યો હતો બાદમાં બપોર સુધી મેસેજમાં વાતચીત થઈ હતી. દરમિયાન વેપારીએ કહ્યું હતું કે, હત્પં કામથી રાજકોટ જાઉં છું જેથી આ મહિલાએ કહ્યું હતું હત્પં બોટાદથી નીકળું છું મને રાજકોટ લેતા જાવ ત્યારબાદ વેપારી જસદણમાં જુના બસ સ્ટેન્ડ પાસે મહિલાને લેવા માટે પહોંચ્યા હતા વેપારી પોતાની કાર લઇ અહીં પહોંચતા આ મહિલાના હાથમાં નાનું બાળક તે તેની સાથે વેપારીની કારમાં બેસી ગઈ હતી. બાદમાં વેપારીએ કાર રાજકોટ તરફ ચલાવી હતી અને ત્રંબા પાસે નવા રિંગ રોડ કોઠારીયા સાઈડ પર પહોંચતા મહિલાએ કાર ઊભી રાખવા કહ્યું હતું.કાર ઊભી રાખતા જ તુરતં પાછળથી એક અન્ય કારમાં ચાર શખસો આવ્યા હતા અને વેપારીને નીચે ઉતારી લાફા મારી કહેવા લાગ્યા હતા કે, તને ભાન છે આ મહિલા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગઈ છે અને તું એને ફેરવે છે તેમ કહી માર મારવા લાગ્યા હતા. બાદમાં એક શખસ વેપારી સાથે ગાડીમાં બેસી ગયો હતો અને વેપારીને પાછળ બેસાડી અન્ય એક શખસ ગાડી ચલાવવા લાગ્યો હતો. ત્યારબાદ આ શખસે વેપારીને કહ્યું હતું કે તારે જેલમાં જવું ન હોય તો પાંચ લાખ આપવા પડશે નહીંતર તને બળાત્કારની ફરિયાદમાં ફીટ કરાવી દઈશું.કલ્પેશભાઈએ કહ્યું હતું કે, મારી પાસે હાલ આટલા પૈસા નથી બાદમાં ત્રણ લાખ નક્કી થયા હતા. ત્યારબાદ કલ્પેશભાઈએ તેના મિત્રને ફોન કરી આ ત્રણ લાખની રકમ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા વી.પટેલ આંગડિયા પેઢીમાં આંગળીયુ કરાવ્યું હતું. ત્યારબાદ વેપારી પાસેથી આ શખસો આ રોકડ રકમ લઈ લીધી હતી અને ધમકી આપી હતી કે, કોઈને વાત કરીશ તો દુષ્કર્મની ફરિયાદમાં ફીટ કરી દઇશું. જેથી વેપારી ડરી ગયા હોય આ બાબતે કોઈને વાત કરી ન હતી અને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.
ત્યારબાદ અન્ય કોઈ સાથે આવવાનું ન બને તેવો વિચાર આવતા તેમણે અંતે પોતાના ભાઈને આ બાબતે વાત કરી હતી અને ત્યારબાદ તેમણે હિંમત આપી આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.વેપારીની ફરિયાદ પરથી જસદણ પોલીસે અજાણી મહિલા અને ચાર અજાણ્યા શખસો સામે આઇપીસીની કલમ ૩૮૮ ગુનાહિત કાવત રચવાની કલમ ૧૨૦(બી), ૩૨૩,૫૦૪ મુજબ ગુનો નોંધી તપાસ શ કરી હતી. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પણ આ ઘટનાને લઇ તપાસ કરી વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીને સકંજામાં લઇ લીધી હોવાનું માલુમ પડયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech