જસદણ શહેરના ઘણા વિસ્તારો એવા છે કે જેમાં વર્ષોી રસ્તાઓ ઉબડખાબડ હાલતમાં ફેરવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. છતાં જસદણ પાલિકા દ્વારા તેનું નવીનીકરણ કે સમારકામ કરવાના બદલે શહેરના નવા બસ સ્ટેશન સુધી હજી ચાલી શકે તેવા ટકાઉ રોડને તોડી નવો રોડ બનાવવાની કામગીરી હા ધરાતા નગરજનોમાં પાલિકા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે વઢવાણની હર્ષદીપ ક્ધસ્ટ્રકશન એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા નીતિનિયમોને નેવે મૂકી રોડની સાઈડનું લેવલીંગ કર્યા વગર અને હલકી ગુણવત્તાવાળું પીસીસી કામ કરી પોતાની મનમાની ચલાવાતા નગરજનોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે. છતાં જસદણ પાલિકાના મ્યુનીસીપલ એન્જીનીયર અને ક્ધસલ્ટન્ટ સહિતના જવાબદારોએ આ રોડના ચાલી રહેલા નબળા કામને અટકાવી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના બદલે કોન્ટ્રાક્ટરને આ કામે રોકવામાં આવેલ ટી.પી.આઈ. એજન્સી તા ક્ધસલ્ટન્ટ એજન્સી પાસે ચકાસણી કરાવી, જરૂરી ટેસ્ટીંગ રીપોર્ટ કરાવી કામગીરીના ફોટોગ્રાફસ અને જરૂરી રીપોર્ટ જસદણ પાલિકા કચેરીએ દિવસ-૭માં રજુ કરવા જણાવ્યું છે. અન્યા ડીપોઝીટ જપ્ત કરી વિરૂધ્ધ બ્લેકલીસ્ટ કરવાની કાર્યવાહી હા ધરવામાં આવશે તેવી માત્ર નોટીસ ફટકારી અગાઉની માફક નર્યું નાટક જ કરાતા પાલિકા તંત્રની કામગીરી ફરી એકવાર શંકાના દાયરામાં આવી ગઈ છે. અધૂરામાં પૂરું જસદણ પાલિકાના મ્યુનીસીપલ એન્જીનીયર અને ક્ધસલ્ટન્ટની મીઠી નજર હેઠળ આ કામના કોન્ટ્રાક્ટરે પાલિકાની નોટીસનો ઉલાળીયો કરી ચાલુ વરસાદે નવા બની રહેલા રોડમાં પડેલી માટી પર સીધો સિમેન્ટનો માલ પારી દઈ નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરે આચરેલો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો હતો. છતાં પાલિકાના મ્યુનીસીપલ એન્જીનીયર કે ક્ધસલ્ટન્ટના પેટનું પાણી પણ નહી હલતા નગરજનોમાં મોઢા તેટલી વાતો વા લાગી છે. ત્યારે એવો સવાલ ઉઠે છે કે, આ રોડના કામમાં પાયાી જ ખુલ્લ ો ભ્રષ્ટાચાર ઈ રહ્યો છે છતાં જસદણ પાલિકાના ચીફ ઓફિસર કે પ્રાદેશિક નિયામકને કેમ તપાસ કરવાનું સુજતુ ની? શું પાલિકાના ચીફ ઓફિસર અને પ્રાદેશિક નિયામક આ રોડના કોન્ટ્રાક્ટર સામે નિયમાનુસાર કાર્યવાહી કરવા માટે બંધાયેલા ની? કે પછી કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા માટે શરમ કે સંબંધ નડે છે?. કોઈ સામાન્ય નાગરિક વેરો ન ભરે તો પાલિકાના જવાબદારો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે, તો આ કોન્ટ્રાક્ટર પ્રજાના પૈસાનું પાણી કરે છે તો તેની સામે કાર્યવાહી કરવાના બદલે કેમ લાજ કાઢે છે? વગેરે વેધક સવાલો જસદણના જાગૃત નગરજનોમાં ઉઠી રહ્યા છે. પાલિકાએ કોન્ટ્રાક્ટરને ૭ દિવસમાં જરૂરી રીપોર્ટ રજુ કરવા નોટીસ ફટકારી હતી.
કોન્ટ્રાક્ટરને કોઈ રોકવા કે ટોકવાવાળું જ ની
જસદણ પાલિકા દ્વારા વઢવાણની હર્ષદીપ ક્ધસ્ટ્રકશન એજન્સીને સિમેન્ટ રોડનો લાખોનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટર જાણે કે પાલિકાને ખીચામાં લઈને ફરતો હોય તેમ શહેરના નવા બસ સ્ટેશન નજીક પીસીસી કામમાં આચરેલો ભ્રષ્ટાચાર ઢાંકવા માટે ચાલુ વરસાદે રોડમાં પડેલી માટી પર સીધો સિમેન્ટનો માલ પારી દઈ વધુ નવો ભ્રષ્ટાચાર આચરતા પાલિકાના મ્યુનીસીપલ એન્જીનીયર અને ક્ધસલ્ટન્ટની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છતાં પાલિકાના ચીફ ઓફિસર કે પ્રાદેશિક નિયામકના પેટનું પાણી પણ હલતું ન હોય કોન્ટ્રાક્ટરને મોકળું મેદાન મળી રહ્યું છે. અધૂરામાં પૂરું આ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા કટાયેલું લોખંડ પારવામાં આવ્યું હતું અને તે પણ દેખાડવા પૂરતું જ આડેધડ ગોઠવવામાં આવ્યું હતું. છતાં પાલિકાના ક્ધસલ્ટન્ટ દુર બેઠા-બેઠા સમગ્ર તમાશો જોતા રહ્યા હતા અને કોન્ટ્રાક્ટરને જાણે કે કોઈ રોકવા કે ટોકવાવાળું જ ન હોય તેમ ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલુ રાખી હતી.
અમે તે લોકોને ચાલુ વરસાદે રોડનું કામ કરવાનું બંધ કરાવી દીધું હતું
પાલિકાના ઈજનેર નિકુંજ ડાભીએ જણાવ્યું હતું કે, હા એ લોકોએ ચાલુ વરસાદે કામ ચાલુ રાખ્યું હતું એટલે અમને જાણ તા અમે તાત્કાલિક તે રોડનું કામ બંધ કરાવી દીધું હતું. હવે બે-ત્રણ દિવસ તે રોડનું કામ બંધ રાખવાનું કહી દીધું છે અને જ્યાં સુધી વરસાદ સાવ બંધ ન ાય ત્યાં સુધી રોડનું કામ બંધ રખાશે. એ લોકોએ ોડોક કટકો જ કર્યો છે અને આગળનું કામ બંધ કરાવી દીધું છે. એ લોકોને નિયમ મુજબ લોખંડ પણ પારવાનું કહી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech