જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતા યુવાન પર આઠ શખસોએ લાકડી અને પાઇપ વડે હત્પમલો કરી તેના હાથ–પગ ભાંગી નાખ્યા હતા. યુવાનને ગામમાં જ રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબધં હોય જે મામલે આ પરિણીતાના પતિએ યુવાનને મળવા બોલાવી બાદમાં તેના પર હત્પમલો કર્યેા હતો. આ અંગે ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કનેસરામાં ઓથલીયો ડુંગર પાસે વાડી વિસ્તારમાં રહેતા વિપુલ ડાભાઈ મેવાડા(ઉ.વ ૨૭) નામના યુવાને ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કનેસરામાં રહેતા ગોવિંદ નથુભાઈ સોરીયા, પ્રવીણ નથુભાઈ સોરીયા, વિરમ જિલાભાઈ સોરીયા, હરેશ ભીખાભાઈ સોરીયા, ભુપત ખડભાઈ સોરીયા, ગોપાલ ભવનભાઈ સોરીયા, રવિ જિલાભાઈ સોરીયા અને નવઘણ ભવાનભાઈ સોરીયાના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ ૩૦૮ ના રાત્રિના ૧૧:૦૦ વાગ્યે તેને ગોવિંદ સોરીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું હલેન્ડા રોડ પર બેસવા માટે આવ જેથી યુવાન અહીં બાઈક લઈને ગયો હતો અહીં ગોવિંદ સાથે પ્રવીણ સોરીયા અને વિરામ સોરીયા ત્રણેય હોય જેઓ રિક્ષામાં બેઠા હતા અને માલઢોરની વાત ચાલતી હતી દરમિયાન ગોવિંદને જાણ થઈ હતી કે,તેની પત્ની સાથે વિપુલને પ્રેમ સંબધં છે જેથી આ બાબતે માથાકૂટ કરી રીક્ષામાંથી લાકડીઓ કાઢી યુવાન પર હત્પમલો કરી દીધો હતો. બાદમાં અન્ય આરોપીઓ પણ અહીં ધસી આવી લાકડી અને પાઇપ વડે યુવાન પર તૂટી પડા હતા.
બાદમાં આરોપીઓએ યુવાનના ભાઈ ગૌતમને ફોન કરી અહીં બોલાવી કહ્યું હતું કે, તારા ભાઈને કહેજે હવે ગામમાં દેખાય નહીં નહિતર વધુ માર મારીશ તેમજ ગૌતમને પણ ધમકી આપી હતી. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે પ્રથમ આટકોટ બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હત્પમલામાં યુવાનના બંને પગમાં અને હાથમાં ફ્રેકચર થઈ ગયા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આઠ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech