જસદણ: ભાદર નદીનો પુલ જોખમી બન્યો ડામર ઉખડી જતાં સ્ટ્રકચર દેખાવા માંડયું

  • August 02, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના બાયપાસ રોડ પર આવેલ ભાદર નદીના પુલની હાલત અત્યંત ગંભીર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ પુલમાં ખાડાઓ પડી ગયા હોવાી આ પુલ ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જી્ શકે છે. વરસાદના લીધે ધોવાયેલા આ પુલ પરી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. છતાં તંત્ર ઘોરનિદ્રામાં પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ૧૯૯૮ માં બનેલા આ પુલનું ોડા મહિના પહેલા જ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેચવર્ક કામ કરાયું હતું. જે વરસાદમાં ધોવાઈ જતા હાલ આ પુલના સળિયા દેખાવા લાગ્યા છે.


છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ જર્જરિત પુલ દેખાતો જ ની. ભૂતકાળમાં અનેક જગ્યાએ પુલ ધરાશાયી યાની ઘટના બનેલી તે હજુ લોકો ભૂલ્યા ની. આ પુલ બન્યો તેના પણ ૨૦ વર્ષ કરતા વધુ વર્ષો ઈ ચુક્યા છે અને આ પુલ જસદણ-અમદાવાદ હાઈ-વે રોડને જોડતો મુખ્ય પુલ હોવાી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર યા કરે છે. છતાં આ જોખમી પુલ પરી વાહન વ્યવહાર ચાલુ રાખી તંત્ર બીજી દુર્ઘટનાને જાણે કે નોતરું આપી રહ્યું હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે.



આ પુલ ખુબ જૂનો હોવાી જ્યારે પણ આ પુલમાં ગાબડાઓ પડે છે ત્યારે તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવાના બદલે માત્ર ગિંડા મારી ગાબડાઓ બુરી કામ કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે. જેી આ પુલ અકસ્માતે ધરાશાયી ાય અને જાનમાલની ખુવારી ાય તે પૂર્વે જવાબદાર તંત્રએ જાગવાની તાતી જરૂર છે. જો આ પુલ તુટશે તો મોટો ગોજારો અકસ્માત પણ સર્જાઈ શકે છે. ત્યારે અકસ્માતમાં કોઈનો જીવ જશે ત્યારે તંત્ર સહાય દેવા અને શ્રદ્ધાંજલિ પાઠવવા દોડશે તેના કરતા હજુ સમય છે.



ભાદર નદીના પુલ પર ભયસૂચક બોર્ડ માર્યા ન હોવાી વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયાજસદણના બાયપાસ રોડ પરનો ભાદર નદી ઉપરનો પુલ છેલ્લ ા ઘણા સમયી અતિ જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે અને આ પુલ પરી સરકારી બાબુઓ પણ સરકારી વાહનો લઈને પસાર ાય છે. છતાં તંત્રને આ બિસ્માર પુલની કફોડી હાલત દેખાતી ની. હાલ આ પુલ પત્તાની માફક ધ્રુજી રહ્યો છે. છતાં જવાબદાર સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાી વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જો આ બિસ્માર પુલના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ? તેવા આ પુલ પરી પસાર તા વાહનચાલકોમાં સવાલો ઉઠી રહ્યા છે. જેી જવાબદાર તંત્ર દ્વારા વાહનચાલકો માટે આ પુલ પરી પસાર વામાં સાવધ રહેવાનું બોર્ડ લગાડવું જરૂરી બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application