BREAKING NEWS

રશ્મિકા અને વિજયનાં પ્રિ વેડિંગ ફંકશનમાં જાપાનીઝ ક્યુઝિન: તૈયારીઓને આખરીઓપ

  • February 25, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથ સિનેમાના સૌથી પોપ્યુલર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઝીલોના શહેર ઉદયપુરમાં શરૂ થઈ ગયું છે. લાંબા સમયની રાહ બાદ ચાહકોનું આ પ્રિય કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. આ દરમિયાન કપલને ચાહકોએ આપેલું નામ વિરોસ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. વિજય અને રશ્મિકા પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાન પહોંચી ચૂક્યા છે. અહીં ચાલી રહેલા 'ઈન્ટીમેટ' ફંક્શનની ઝલક પણ સામે આવી છે, જેમાં પૂલ સાઈડ મસ્તીથી લઈને આલીશાન જાપાનીઝ ડિનર સુધી બધું જ સામેલ છે.

રશ્મિકાની આગામી ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ'ના ડાયરેક્ટર રાહુલ રવિન્દ્રન અને એક્ટ્રેસ આશિકા રંગનાથ પણ આ ખાસ લગ્નમાં ભાગ લેવા ઉદયપુર પહોંચ્યા છે. વિજય સાથે ફિલ્મ 'પેલી ચુપુલુ'માં કામ કરી ચૂકેલા ડાયરેક્ટર તરુણ ભાસ્કર અને એક્ટ્રેસ ઈશા રેબ્બા પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત આ કપલની નજીકની મિત્ર અને સ્ટાઇલિસ્ટ શ્રવ્યા વર્મા પણ વેડિંગ વેન્યૂ પર નજર આવી. આ ઉપરાંત આ લગ્નમાં કબીર સિંહ અને એનિમલ જેવી ફિલ્મો બનાવનારા ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, અલ્લુ અર્જુન, સલમાન ખાન, કરણ જોહર, વિકી કૌશલ, કૃતિ સેનન અને રણબીર કપૂર પણ આ લગ્નમાં સામેલ થઈ શકે તેવી માહિતી મળી રહી છે.

ચાહકો સોશિયલ મીડિયા પર સતત આ સેલેબ્સની એક્ટિવિટી પર નજર રાખી રહ્યા છે. લગન્ના ઓફિશિયલ એલાન પહેલા જ હૈદરાબાદમાં વિજય દેવરકોંડાનું ઘર રોશનીથી શણગારી દેવાયું હતું. મંગળવારે સવારે વિજય અને રશ્મિકા હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં તેઓ વિજયના ભાઈ આનંદ દેવરકોંડા અને કેટલાક બાળપણના મિત્રો સાથે ઉદયપુર જવા રવાના થયા હતા. આ સાથે જ સ્ટાર્સ પણ ઉદયપુર પહોંચવા લાગ્યા હતા. આ લગ્નને ઓક્ટોબર 2025માં કપલની સગાઈની જેમ જ ખૂબ પ્રાઈવેટ રાખવામાં આવ્યા છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ જાણીતા ચહેરાઓની હાજરીએ આ અવસરને વધુ ખાસ બનાવી દીધો છે.

ઉદયપુરમાં ચાલી રહેલા પ્રી-વેડિંગ ઈવેન્ટ્સને ખૂબ જ મોર્ડન અને રિલેક્સ્ડ રાખવામાં આવ્યું છે. દિવસની શરૂઆત એક એનર્જેટિક પૂલ પાર્ટી અને મજેદાર ગેમ્સ સાથે થઈ હતી, જ્યાં વિજય અને તેના મિત્રો બોન્ડિંગ કરતા દેખાયા હતા. બીજી તરફ સાંજે એક સુંદર અને પર્સનલાઈઝ્ડ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનો માટે ખાસ જાપાનીઝ ક્યુઝિન મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ફંક્શનની પ્રાઈવેસીનો અંદાજ એ જ વાત પરથી લગાવી શકાય છે કે, આ લગ્નમાં માત્ર એ જ લોકોને આમંત્રણ આપવામા આવ્યું છે જે કપલની ખૂબ જ નજીક રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application