વર્ષ ૨૦૨૪ની શઆત વિક્રમી ગરમી સાથે થઈ છે. જાન્યુઆરી ૨૦૨૪ અત્યાર સુધીનો સૌથી ગરમ જાન્યુઆરી રહ્યો છે. એટલું જ નહીં, વિશ્વમાં પ્રથમ વખત એક વર્ષનું સરેરાશ તાપમાન અગાઉના કોઈપણ બાર મહિનાના સરેરાશ તાપમાન કરતાં ૧.૫૦ ડિગ્રી (૨.૭ ડિગ્રી ફેરનહીટ) વધુ નોંધાયું છે.વર્ષ ૨૦૨૪ની શઆત વિક્રમી ગરમી સાથે થઈ છે. જાન્યુઆરી ૨૦૨૪ અત્યાર સુધીની સૌથી ગરમ જાન્યુઆરી રહી છે. એટલું જ નહીં, વિશ્વમાં પ્રથમ વખત એક વર્ષનું સરેરાશ તાપમાન અગાઉના કોઈપણ બાર મહિનાના સરેરાશ તાપમાન કરતાં ૧.૫૦ ડિગ્રી (૨.૭ ડિગ્રી ફેરનહીટ) વધુ નોંધાયું છે. જેને વિશ્વભરના વૈજ્ઞાનિકો માનવતા માટે ચેતવણી માને છે.
છેલ્લા બાર મહિનામાં વિશ્વનું ફેબ્રુઆરી ૨૦૨૩ થી જાન્યુઆરી ૨૦૨૪ એટલે કે અત્યાર સુધીનું સરેરાશ વૈશ્વિક તાપમાન સૌથી વધુ નોંધાયેલું છે. યુરોપિયન યુનિયનની કોપરનિકસ કલાઈમેટ ચેન્જ સર્વિસએ આ માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા મુજબ, છેલ્લા બાર મહિનામાં વિશ્વનું સરેરાશ તાપમાન ૧૯૯૧–૨૦૨૦ના સરેરાશ તાપમાન કરતાં ૦.૬૪ સેલ્સિયસ વધારે છે અને ૧૮૫૦–૧૯૦૦ના સમયગાળા માટે પૂર્વ–ઔધોગિક સરેરાશ તાપમાન કરતાં ૧.૫૨ સેલ્સિયસ વધારે છે. માનવ ઇતિહાસમાં આ એક વર્ષમાં સૌથી વધુ સરેરાશ તાપમાન છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માનવીય પ્રવૃત્તિઓ જેમ કે તેલ, ગેસ, કોલસા જેવા અશ્મિભૂત ઈંધણને બાળવા અને જંગલ વિસ્તારમાં ઘટાડો એ વિશ્વના તાપમાનમાં વધારાનું મુખ્ય કારણ છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિશ્વ હજુ પણ ૧.૫ ડિગ્રી તાપમાન વધારાના ખતરનાક સ્તરને ઓળંગી શકયું નથી, જેને પેરિસ કલાઈમેટ એગ્રીમેન્ટમાં ચેતવણી આપવામાં આવી છે. કરારમાં, તાપમાનમાં વધારોનું આ સ્તર એક દાયકાના સમયગાળા દરમિયાન માપવામાં આવે છે. નોંધનીય છે કે ૨૦૧૫માં ૨૦૦ દેશોની સરકારોએ અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ તબક્કાવાર બધં કરીને નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા પેરિસ કલાઇમેટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
જાન્યુઆરી દરમિયાન હવાનું સરેરાશ તાપમાન ૧૩.૧૪ સેલ્સિયસ હતું, જે જાન્યુઆરી ૧૯૯૧ થી ૨૦૨૦ ની સરેરાશ કરતાં ૦.૭૦ સેલ્સિયસ વધારે છે. આ અગાઉના સૌથી ગરમ જાન્યુઆરી કરતાં ૦.૧૨ ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતું, જે ૨૦૨૦ માં હતું. એજન્સી અનુસાર, આ સતત આઠમો મહિનો છે યારે સરેરાશ માસિક તાપમાન રેકોર્ડ સ્તરે નોંધાઈ રહ્યું છે. એજન્સી અનુસાર ફેબ્રુઆરી મહિનો પણ રેકોર્ડ ગરમ બનવા તરફ આગળ વધી રહ્યો છે.
નોંધનીય છે કે તાપમાનમાં આ વધારો નોંધવામાં આવ્યો છે યારે વિશ્વ અલ નીનો મોસમી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે જે પૂર્વી પેસિફિક મહાસાગરની સપાટીને ગરમ કરી રહ્યું છે.જાન્યુઆરી ૨૦૨૪નું તાપમાન ૧૮૫૦–૧૯૦૦ના જાન્યુઆરીના સરેરાશ તાપમાન કરતાં ૧.૬૬ ડિગ્રી વધારે છે.એન્ટાર્કટિક સમુદ્રમાં બરફનું પ્રમાણ જાન્યુઆરીમાં સરેરાશ કરતાં ૧૮ ટકા ઓછું હતું, પરંતુ તે જાન્યુઆરી ૨૦૨૩ કરતાં વધુ હતું.
વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે ઝડપથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને કાબૂમાં લઈ શકીએ તો વિશ્વનું વધતું તાપમાન હજુ પણ મર્યાદિત થઈ શકે છે. પરંતુ હકીકત એ છે કે ગ્રીનહાઉસ વાયુઓનું વૈશ્વિક ઉત્સર્જન હજુ પણ વધી રહ્યું છે. વધુમાં, ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટે આપણે જેટલી લાંબી રાહ જોઈશું, અનુકૂલન કરવું તેટલું વધુ મુશ્કેલ બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech