પોરબંદર છાંયા વિસ્તારની અગ્રણી શાળાઓ અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રી સ્કૂલમાં વિદ્યાર્થીઓ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણના જીવનથી વાકેફ થાય સાથે ધર્મ જ્ઞાન અને તહેવારની જાણકારી મેળવે તે હેતુથી જન્માષ્ટમીની પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષ્ણ જન્મ, હિંડોળા ઉત્સવ, મટકી ફોડ, રાસ લીલા, નૃત્ય સહિત ના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સૌ વિદ્યાર્થીઓ બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો. સમગ્ર શાળા સંકુલનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. નાના ભૂલકાઓ કૃષ્ણ રાધા બનીને ખૂબ જ સુંદર દેખાતા હતા. મોટા વિદ્યાર્થીઓ પિરામિડ આકારમાં જોડાઈને મટકી ફોડી હતી. શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી મોહનભાઈ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ બંને શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફલ્લા નજીક એકટીવાની આડે ઉતરેલા શ્ર્વાનને બચાવવા જતા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ
May 13, 2025 11:57 AMકાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ખાસ ડ્રેસ કોડ જારી
May 13, 2025 11:55 AMરકુલ પ્રીત સિંહ ગર્ભવતી હોવાની ચર્ચા
May 13, 2025 11:52 AMજામનગર-મુંબઇ દૈનિક આવાગમન કરતી ફલાઇટ મંગળવારે રદ કરવામાં આવી
May 13, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech