મુવીનું ટ્રેલર લોન્ચ, ફેન્સ સુપર એક્સાઇટેડ
જાહન્વી કપૂરની નેકસ્ટ ફિલ્મ ‘ઉલજ’ મુવીનું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલરમાં જાહન્વી કપૂર ડેપ્યુટી હાઈ કમિશનરની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
જાહન્વી કપૂરની ફિલ્મ ‘ઉલજ’ નું શાનદાર ટ્રેલર મેકર્સે રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં ગુલશન દેવૈયા, રોશન મૈથ્યુ, રાજેશ તૈલંગ અને મેયાંગ ચાંગ પણ મુખ્ય ભુમિકાઓમાં છે. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુઘાંશુ સરિયાએ નિર્દેશિત કરી છે. ટ્રેલર શેર કરતાં જાહન્વીએ લખ્યું છે કે, દરેક વસ્તુની એક કહાની હોય છે. દરેક કહાનીમાં રહસ્ય હોય છે. આ રહસ્ય એક જાળ છે. આ #સમસ્યાનું નિરાકરણ કરવું સરળ નથી હોતું. ‘ઉલજ’નું ટ્રેલર હવે આઉટ થઇ ગયું છે.
ટ્રેલરની શરૂઆત જાહન્વી કપૂરથી થાય છે. ટ્રેલરમાં જાહન્વીની જર્નીને બતાવવામાં આવે છે. ટ્રેલરમાં દેશની સૌથી નાની ઉંમરની ડેપ્યુટી હાઇ કમિશ્નર સુહાના ભાટિયાના રૂપમાં નજરે પડે છે. સુહાના પર નેપો કિડ થવાનો આરોપ હોય છે. આ રોમાચંક કહાનીમાં જાહન્વીએ આઇએએસ સુહાનાની ભૂમિકા નિભાવી છે. લંડન દૂતાવાસમાં પોતાનાં મહત્વપૂર્ણ કાર્ય દરમિયાન એક વિશ્વાસઘાતી વ્યક્તિગતની ષડયંત્રમાં ફસાઇ જાય છે. જેમ-જેમ એ કરિયરની જટિલતાઓમાંથી પસાર થાય છે ત્યારે એ છેતરપિંડીની જાળમાં ફસાઇ જાય છે કારણકે તેના પર જાસુસીનો આરોપ છે. જો કે આ બધી વાત વચ્ચે જાહન્વી કપૂર હાર માનતી નથી અને દુશ્મનની દરેક ચાલને નાકામ કરતી જોવા મળે છે. ટ્રેલરમાં જાહન્વી એક્ટિંગ અને ડાયલોગ બહુ શાનદાર છે.
ટ્રેલરમાં ઇન્ટેસિટી છે જેમાં જાહન્વી, ગુલશન અને રોશન મસ્ત રોલ પ્લે કરતાં જોવા મળે છે. દરેક પાત્ર ગ્રે શેડ્સથી ભરેલા છે, જે સસ્પેન્સ અને ટ્વિસ્ટની રોલરકોસ્ટર રાઇડનું વચન આપે છે. આ ફિલ્મ છેતરપિંડી, વિશ્વાસઘાતની એક મનોરંજક કહાની સામે લઇને આવે છે. આ કહાની શાનદાર અભિનયની સાથે-સાથે આ ફિલ્મ દર્શકોને મનોરંજન કરાવવા માટે એકદમ તૈયાર છે.
જાહન્વી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં અનેક મોટી ફિલ્મોમાં નજરે પડશે. જેમાં જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાનું નામ પણ શામેલ છે. જાહન્વી કપૂર અને જૂનિયર એનટીઆરની દેવરા પાર્ટ 1 10 ઓક્ટોબરના રોજ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં થિએટર્સમાં રિલીઝ થશે. ફિલ્મ દેવરામાં જાહન્વી કપૂર અને એનટીઆરની સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ જાહન્વીની પહેલી તેલુગુ ફિલ્મ છે જેને જોવા માટે ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ સિવાય જાહન્વી કપૂર રામ ચરણની ફિલ્મ આરસી 16માં પણ નજરે પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech