પાછલા બાકી વેરા ભરનારને 100 ટકા વ્યાજ માફીનો કાલે છેલ્લો દિવસ: લોકોને લાભ લેવા અપીલ
કોર્પોરેશન દ્વારા તા.15 થી 31 જુલાઈ સુધી જાહેર કરાયેલી પાછલા બાકી વેરા ઉપર 100 ટકા વ્યાજ માફી યોજનાનો આવતી કાલે છેલ્લો દિવસ છે ત્યારે આ યોજના અંતર્ગત તંત્રને મિલ્કતવેરા અને પાણીના ચાર્જીસ પેટે રૂા. 11.44 કરોડની આવક થઈ છે. સામે 5148 લાભાર્થીઓએ રૂા. 2.83 કરોડની વ્યાજ માફી મેળવી છે. જો કે, તંત્ર હેજી લોકો પાસે પાછલા બાકી મિલ્કતવેરા પેટે રૂા.436 કરોડ અને પાણીના ચાર્જીસ પેટે રૂા.147 કરોડ માંગે છે.
કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાછલા બાકી મિલ્કતવેરા અને પાણીના ચાર્જીસ ઉપરના વ્યાજની 100 ટકા માફીની યોજના જાહેર કરાયા બાદ તંત્રને પાછલા બાકી પેટે રૂા.54 કરોડ ઉપરાંતની આવક થઈ હતી. જે બાદ તા.15 થી31 જુલાઈ સુધી 100 ટકા વ્યાજ માફી યોજના જાહેર કયર્િ બાદ તંત્રને તા.30 સુધીમાં પાછલા બાકી મિલ્કતવેરા પેટે 3780 આસામીએ રૂા.9 કરોડ 91 લાખ 87,523 ભરી આપીને રૂા.1 કરોડ 93 લાખ 490ની વ્યાજ માફી મેળવી હતી.
આ જ રીતે પાણીના પાછલા બાકી ચાજિંસ પેટે 1277 લોકોએ રૂા. 98 લાખ, 84,298 ભરીને રૂા. 25,44,762ની વ્યાજ માફી મેળવી હતી. જીઆઈડીસીના 91 ઉદ્યોગકારોએ ર.2 કરોડ, 75,38,703 ભરીને રૂા.64,51,190ની વ્યાજ માફી મેળવી હતી. આમ તંત્રને રજાના દિવસો બાદ કરતાં માત્ર 10 દિવસમાં રૂા.11.46 કરોડની આવક થઈ છે. સામે લોકોએ રાહત મેળવી છે. હજી એક દિવસ બાકી હોવાથી તંત્રએ લોકોને આ વ્યાજ માફી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech