વર્ષ ૨૦૨૪-૨૫ માટે રિવરફ્રન્ટ, સુભાષ માર્કેટ રિ-ડેવલપમેન્ટ, રોડ-રસ્તા, પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ સિસ્ટમ, મલ્ટીપર્પસ ઓડીટોરીયમ સહિતના થોકબંધ કામોની વણઝાર
શહેરનો સમૂચિત વિકાસ: જાડાનો વિસ્તાર જામનગર મહાનગરપાલિકામાં ભળતા નવા આયોજનના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં મુસદારૂપ ટી.પી. સ્કીમ નં.૧૧, ૨૦, ૨૧, ૨૩ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ નિયમો ૧૯૭૯ ના ધોરણોને ધ્યાને લઈ સને ૨૦૨૨-૨૩ માં સરકારમાં મુસદારૂપ મંજુર થયેલ છે. સને ૨૦૨૩-૨૪ માં ટી.પી. સ્કીમ નં.૭, ૧૦, ૨૫, ૨૬ ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ ની કલમ-૪૮(૧) હેઠળ મુસદારૂપ નગર રચના યોજનાની મંજુરી માટે રાજ્ય સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ છે. આમ, સને. ૨૦૨૩-૨૦૨૪નું બજેટ રજૂ કરતી વખતે કુલ રૂા. ૬૭૧.૨૦ કરોડના કામોના આયોજનની સામે રીવાઈઝડ આયોજન રૂા. ૬૮૫ કરોડ થવા જાય છે, જે બજેટ લક્ષ્યાંકની ૧૦૦%થી પણ વધુ સિદ્ધિ હાંસિલ કરીશું. જે જામનગર મહાનગરપાલિકા માટે ગર્વની વાત બનશે.
વર્ષ ૨૦૨૪-૨૦૨૫નું જે આયોજન છે તેની રુપરેખા નીચે મુજબ છે.
અવિરત વિકાસ અને સેવાઓના યજ્ઞને આગળ વધારતા સને. ૨૦૨૪-૨૦૨૫ના અંદાજપત્રમા વિશેષ આયોજનો કરવામા આવેલ છે, જેમાં પાણી પુરવઠાથી લઇને રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને સુભાષ માર્કેટી રિ-ડેવલપમેન્ટ તથા ઓવરબ્રિજ-અંડરબ્રિજનો સમાવેશ છે.
***
પાણી પૂરવઠાના કામો
(૧) મુખ્ય પાઈપ લાઈનના કામો
ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ થી ફોરેસ્ટ ઓફિસ (ગન્જીવાડો) સુધી તેમજ ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ થી ઠેબા ચોકડી સુધી ૭૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. મુખ્ય પાઈપ લાઈન રૂા. ૨૯.૮૨ કરોડના ખર્ચે કરવાનું આયોજન છે. હાલે ખીજડીયા ખાતેથી ૧૧૦૦ એમ.એમ. ડાયાની હૈયાત મુખ્ય પાઈપ લાઈનમાથી પાંચ ઝોનમા પાણી વિતરણ કરવામા આવે છે. જેને લીધે છેવાડાના ઝોનમા પાણી વિતરણમા ડીલે થાય છે. નવી વધારાની પાઈપ લાઈન નાખવાથી તમામ ઝોનમા સમયસર પાણી વિતરણ થઈ શકશે. તથા બેડી અને નેવી વિસ્તારને પણ પૂરતુ પાણી આપી શકાશે.
(૨) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ
શહેરના જુદા-જુદા બાકી રહેલ તથા નવા ડેવલપ થઈ રહેલ વિસ્તારોમાં ૧૦૦ એમ.એમ. થી ૫૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપ લાઈન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિથ રોડ રીસફેસીંગનું કામ રૂા. ૨૩.૮૪ કરોડના ખર્ચે કરવાનું આયોજન છે. આ પાઈપ લાઈનના કામો પૂર્ણ થયેથી પાણી વિતરણમાં થતાં પ્રશ્નો નિવારી શકાશે અને વધુ ઘરોને નળ દ્વારા શુદ્ધ પાણી વિતરણ કરી શકાશે.
***
ડેમના ઈનટેક વેલનું કામ
ઉન્ડ-૧ ડેમ ખાતે ઈન્ટેકવેલ તથા પમ્પીંગ મશીનરી તેમજ ઈલેક્ટ્રો-મીકેનીકલનું કામ રૂા ૧૦,૯૧ કરોડના ખર્ચે કરવાનું આયોજન છે. આ કામ થવાથી હાલનો જુનો જર્જરીત ઈન્ટેક વેલને બદલે નવો ઈન્ટેક વેલ બનવાથી વધુ પમ્પીંગ મશીનરીનો સમાવેશ કરી શકાશે અને શહેરમા માટે વધુ પાણી પમ્પીંગ કરી શકાશે.
(૪) સમ્પ તથા પંપ હાઉસના કામો
શંકર ટેકરી તથા સમર્પણ ઈ.એસ.આર. ખાતે જુના જર્જરિત સમ્પ ડીમેન્ટલ કરી નવા સમ્પ તથા પમ્પ હાઉસ, કલોરીન રૂમ તથા કેમ્પસ ડેવલપ કરવા રૂા. ૪ કરોડના ખર્ચે કરવાનું આયોજન છે. આ કામ થવાથી પાણીના લોસીસ અટકાવી શકાશે.
આમ, વોટર વર્કસ શાખા દ્વારા છેલ્લા બે વર્ષથી કરવામા આવી રહેલ સોર્સ ઓગ્મેન્ટેશન તથા ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો ચાલુ સાલે પૂર્ણ થવાથી શહેરની જુની તથા નવી હદ વિસ્તારમાં આવતા તમામ છેવાડાના વિસ્તારો સુધી નળ વાટે પાણી વિતરણ કરી સરકારશ્રીની ’નલ સે જલ’ યોજનાને સાકાર કરી શકાશે.
***
આંતરમાળખાકીય અને ભૌતિક સુવિધાના કામો
રોડ રસ્તાના કામો
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૩-૨૪ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ તથા શહેરી સડક યોજનાની ગ્રાન્ટ અંતર્ગત કુલ ૪૪ કામો રૂ. ૪૩.૮૩ કરોડના ખર્ચે કરવામા આવનાર છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની લોકભાગીદારીની સ્કીમ અંતર્ગત વો. નં. ૧ થી ૧૬મા જુદી-જુદી જગ્યાએ સી.સી. રોડ / પેવર બ્લોકના કામો રૂા. ૩૨ કરોડના ખર્ચે કરવામા આવનાર છે.
***
ગૌરવ પથ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત વો. નં. ૫ પાઈલોટ બંગલાથી પંચવટી માનસરોવર એપાર્ટમેન્ટ સુધીના રસ્તાને ગૌરવ પથ કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલપ કરવાનું કામ રૂા. ૧૫.૨૨ કરોડના ખર્ચે કરવામા આવનાર છે . જેમા આશરે ૨ કી.મી.ની લંબાઈમાં મુખ્ય માર્ગની બન્ને બાજુએ સ્ટ્રોમ વોટર ફેસેલીટી, કેબલ ડક ફેસેલીટી, કોબલ્ટ સ્ટોન/પેવર બ્લોક લોરીંગ, પ્લાન્ટેશન, સર્વિસ રોડ, લાઈટીંગ, ગજેબો તથા ફુટપાથ ફર્નીચર વિગેરે સુવિધાનો સમાવેશ થાય છે.
***
જિલ્લા આયોજન મંડળ / ધારાસભ્યની ગ્રાન્ટ આધારિતના કામો
આર એન્ડ બી હસ્તકની માન. ધારાસભ્યશ્રીઓની ૧૦૦% સ્પેશ્યલ ગ્રાન્ટ અંતર્ગત રૂા. ૪ કરોડના ખર્ચે સી.સી. રોડ / પેવર બ્લોકનું કામ કરવામા આવનાર છે. જિલ્લા આયોજન મંડળ હસ્તકની માન. ધારાસભ્યની ૧૦%, ૨૦% તથા ૧૦૦% ગ્રાન્ટ અંતર્ગત રૂા. ૩ કરોડના ખર્ચે સી.સી. રોડ / પેવર બ્લોક, કોમ્યુનીટી હોલ, નાવણી, આર.સી.સી. બેન્ચીસ વિગેરે કામો કરાવવામાં આવનાર છે.
આર એન્ડ બી હસ્તકની મહિલા ધારાસભ્યની ૧૦૦% સ્પેશ્યલ ગ્રાન્ટ અંતર્ગત રૂા. ૧.૨૫ કરોડના ખર્ચે સી.સી. રોડ/ પેવર બ્લોક, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ વિગેરે કામો કરાવવામાં આવનાર છે.
***
નંદઘર
સરકારની મહિલા અને બાળ વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સીવીલ વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમા રૂા. ૬.૩૬ કરોડના ખર્ચે કુદ ૫૩ નંદપર બનાવવાનું આયોજન કરવામા આવેલ છે.
***
રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ
જામનગર શહેરની રંગમતી નદી ઉપર રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ કરવાની કામગીરી કુલ રૂા. ૬૦૦ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રતિ વર્ષ રકમ ના ફાળવણી થયા અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેકટ કરવાથી નદીમાં ઠલવાતા ગંદાપાણી નું શુધ્ધિકરણ સહિત નદીને ચેનલાઈઝ કરી પાણીના ફૂલોને રેગ્યુલરાઈઝ કરવામાં આવશે. તદ્ઉપરાંત શહેરને એક રી-ક્રીએશન ઝોન મળશે.
***
મલ્ટી પરપઝ ઓડીટોરીયમ
શહેરની મુખ્ય જગ્યા ઉપર લેઆઉટમાંથી મળેલ કોન્ટ્રીબ્યુશન લેન્ડ નક્કી કરી જગ્યામાં ૧૫૦૦ વ્યકિતઓની કેપેસીટી સાથેનું મલ્ટી પરપઝ ઓડીટોરીયમ નું કોન્સેપ્યુચ્યુઅલ પ્લાનીંગ અને ડી.પી.આર. તૈયાર કરવામાં આવેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂા. ૧૫ કરોડ થવા જશે. ગ્રાંટ ઉપલબ્ધીને આધીન આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
***
ફાયર સ્ટેશન
જામનગર શહેરના કાલાવડ રોડ પર એફ.પી. નં. ૯૫/૨માં તેમજ લાલપુર રોડ પર જી.આઈ.ડી. દ્વારા ફાળવવા આવે તે પ્લોટ ખાતે એમ કુલ ૨ (બે) ફાયર સ્ટેશન રૂા. ૬ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન હાથ ઉપર છે. જે અન્વયે ખાતા દ્વારા ક્ધસલ્ટન્ટ એમ્પેનલમેન્ટ માટેના ઈ-ટેન્ડર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે મંજૂર થયેથી ક્ધસલ્ટન્ટ પાસે ડી.પીઆર., ડી.ટી.પી. તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
***
સીવીક સેન્ટર
જામનગર શહેરની હદ વધારાને ધ્યાને લેતા ખંભાળીયા રોડ તથા લાલપુર રોડ ખાતે શહેરીજનોને ઝડપી પાયાની જરૂરિયાત પૂરી પાડવા માટે સીવીક સેન્ટર રૂા. ૪ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન હાથ ઉપર છે. જે અન્વયે ખાતા દ્વારા ક્ધસલ્ટન્ટ એમ્પેનલમેન્ટ માટેના ઈ-ટેન્ડર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે મંજૂર થયેથી ક્ધસલ્ટન્ટ પાસે ડી.પીઆર., ડી.ટી.પી. તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
***
સુભાષ શાકમાર્કેટ રી-ડેવલોપમેન્ટ
જામનગર શહેરની રાજાશાહી સમયનું સુભાષ શાકમાર્કેટ ખૂબજ જર્જરીત થયેલ હોય આ સુભાષ શાકમાર્કેટ અતિઆધુનિક શાકમાર્કેટ તરીકે ડેવલપ કરવાનું આયોજન.
***
સ્ટોર્મ વોટર ડ્રેનેજ
જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ અર્થે રેઈનવોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ તથા નાની તલાવડી વિકાસાવવાના કામોનું આયોજન.
***
સ્ટ્રે કેટલ પોન્ડ
જામનગર શહેરમાં હાલે ૩ સ્ટ્રે કેટલ પોન્ડ કાર્યરત છે. તેમાં વધારાના ૨ કેટલ પોન્ડ જુદી-જુદી જગ્યાએ બનાવવાનું આયોજન
***
સ્પોર્ટસ કોમ્પલેક્ષ
વિશાલ હોટલ પાછળ એફ.પી. નં. ૯૮વાળી અંદાજે ૨૨૦૦૦ ચો.મી. જગ્યામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી અંદાજીત રૂા. ૩૧ કરોડના ખર્ચે અતિઆધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલપ કરવાના કામે ડી.પી.આર. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતને જરૂરી મંજૂરી અર્થે સાદર કરેલ છે. જે મંજૂર થયેથી આગળની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કામ માટે ગ્રાન્ટ ફાળવવા અર્થે અધિક મુખ્ય સચિવશ્રી, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. ગ્રાન્ટ પ્રાપ્ત થયેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાપા વિસ્તારમાં ફાઈનલ પ્લોટ નં. દરવાળી જગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું કામ રૂા. ૫ કરોડના ખર્ચે આયોજન હેઠળ છે. સદરહું કામ માટે ગ્રાન્ટ પ્રાપ્તિ માટે રાજય સરકાશ્રીમા દરખાસ્ત કરવામાં આવેલ છે. ગ્રાન્ટ મળ્યેથી કામ ચાલુ કરવામા આવનાર છે.
***
રમત ગમત ક્ષેત્રે સર્વાંગી રમત અન્વયે ફુટબોલ ગ્રાઉન્ડ : મહાનગરપાલિકાને મળેલ/રીઝર્વ રાખવામાં આવેલ રમત-ગમતના હેતુ માટેના પ્લોટો પૈકી પ્લોટની પસંદગી કરી અને રાજય સરકારશ્રીની ગ્રાન્ટ મળ્યેથી ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન
***
રોડ રસ્તા
૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે અંદાજે રૂા. ૪.૫૦ કરોડના ખર્ચે કુલ ૧૫ કીમી લંબાઈમાં મેટલ વાઈડનીંગ તથા ડી.પી. રસ્તા ખુલ્લા કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
આગામી વર્ષે ટી.પી.ડી.પી.ના રસ્તા માટે ૧૫મા નાણાપંચ અન્વયે કુલ ૬૫ કી.મી. લંબાઈના રસ્તાઓ ખુલ્લા કરવા માટે રૂા. ૧૦ કરોડની ગ્રાન્ટનું આયોજન હાથ ધરવામાં આવશે.
પેકેજ-૧ : અન્વયે કુલ રૂા. ૧૯.૬૦ કરોડના ખર્ચે (૧) ગુલાબનગર રેલ્વે ઓવર બ્રીજથી ધુંવાવ બીજ સુધી કુલ ૬ કી.મી. લંબાઈમા આસ્ફાલ્ટ સિકસ લેન વાઈડનીગ તથા ગુલાબનગર રેલ્વે ઓવર બીજથી ધુંવાવ બીજ થઈ ખીજડીયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (૨) સમર્પણ સર્કલ થી ખંભાળીયા બાયપાસ સુધી કુલ ૨ કી.મી. લંબાઈમાં આસ્ફાલ્ટ સિકસ લેન વાઈડનીંગ તથા દિજામ સર્કલ થી સમર્પણ સર્કલ થઈ ખંભાળીયા બાયપાસ સુધી કુલ ૩ કી.મી. લંબાઈમા આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગયનું કામ (૩) ભાનુ પમ્પ થી લાલપુર બાયપાસ જંકશન સુધી કુલ ૨.૫ કી.મી. લંબાઈમાં આસ્ફાલ્ટ રીકાર્પેટીંગનું આયોજન.
પેકેજ-૨ : અન્વયે કુલ ૧૪.૯૫ કરોડના ખર્ચે (૧) જ્ઞાનશકિત સર્કલ થી સાંઢીયા પુલ સુધી કુલ ૧.૮ કી.મી. લંબાઈમા આસ્ફાલ્ટ સિકસ લેન વાઈડનીંગ તથા આસ્ફાલ્ટ રીકાર્પેટીંગ (૨) કાલાવડનાકા બીજથી મહાપ્રભુજી બેઠક બીજ સુધી કુલ ૧ કી.મી. લંબાઈમાં આસ્ફાલ્ટ ફોરલેન વાઈડનીંગ તથા કાલાવડ નાકા બીજથી મહાપ્રભુજી બેઠક થઈ ઠેબા ચોકડી સુધી કુલ ૪.૨ કી.મી. લંબાઈમા આસ્ફાલ્ટ રીકાર્પેટીંગ (૩) મહાપ્રભુજી બેઠક પાસેના ઈ.એસ.આર. થી હાપા મેઈન રોડ સુધી કુલ ૧.૮ કી.મી. લંબાઈમા આસ્ફાલ્ટ રોડ બનાવાવનું આયોજન.
શહેરના ૧ થી ૧૬ વોર્ડના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ પેચવર્ક / રીસરફેસીંગ કરવાનું કામ રૂા. ૩ કરોડના ખર્ચે કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ છે.
***
રેલ્વે ઓવર / અન્ડર બ્રીજ
વિજયનગર જકાત નાકા થી નાઘેડી બાયપાસ રોડ પર હિન્દુસ્તાન એનિમલ ફીડ પાસે એલ.સી. નં. ૨૦૨ પર ફોરલેન રેલ્વે અન્ડર બ્રીજ બનાવવાનું કામ અંદાજીત રૂા. ૧૯.૬૦ કરોડ થવા જાય છે. જેના ડી.ટી.પી. તૈયાર કરવાની કાર્યવાહી હાથ ઉપર છે.
***
અન્ય કામો
જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાના યોગ્ય નિકાલ અર્થે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી (પી.એમ.સી.), ડીઝાઈન તથા ફીઝીબીલીટી ચેક વિગેરે કરવાના કામે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવેલ છે. શહેરના મુખ્ય વિસ્તારો કે જયાં પાણી ભરાવાની સમસ્યા છે, તેના માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈનના કામો હાથ ધરવામાં આવશે.
જામનગર શહેર માટે હાલે કુલ ૨ બે સ્મશાન કાર્યરત છે, ત્રીજા સ્મશાન માટે યોગ્ય સ્થળ પસંદ કરવાની કામગીરી હાથ ઉપર છે. જે નક્કી થયેથી રૂા. ૫ કરોડના ખર્ચે ત્વરીત ગતીએ આ કામ હાથ ધરવામાં આવશે.
જામનગર શહેરના બેડી મરીન પોલીસ ચોકી થી વાલસુરા નેવી થઈ રોઝી / બેડી પોર્ટ સુધીના દરીયાઈ વિસ્તારમાં જતા રોડને ’નેકલેસ રોડ’ તરીકે ડેવલપ કરવા માટેનું આયોજન રૂા. ૧૦ કરોડના ખર્ચે હાથ ધરવામા આવેલ છે.
જામનગર શહેમાં ૭૮-૭૯ એમ બન્ને વિધાનસભા મત વિસ્તારમાં ૧-૧ એમ કુલ બે ડીઝીટલ લાઈભેરી તથા યોગ સ્ટુડીયો બનાવવાનું રૂા. ૪ કરોડના ખર્ચે હાથ ધરવામા આવેલ છે. સદરહું કામોના ડી.પી.આર. બનેલ છે અને ડ્રાફટ ટેન્ડર પેપરની કાર્યવાહી ચાલુ છે.
શહેરમાં નાના અને મધ્યમ વર્ગના લોકો પોતાના સામાજીક કાર્યો સારી રીતે કરી શકે તે માટે ખુલ્લા પ્લોટો પૈકી પસંદગી કરી અને પાર્ટી પ્લોટ તરીકે વિકસાવવા માટેના કામનું આયોજન
નાના બાળકોના મનોરંજન, આનંદપ્રમોદ માટે નાની રાઈડ સહિત મીની એમ્યુઝમેન્ટ પાર્ક પી.પી.પી. ધોરણે ડેવલપ કરવાનું આયોજન.
શહેરમાં પાંચ ગૌરવ પથ બનાવવાનું આયોજન હોય, આ ગૌરવપથ એ શહેરની શોભામા તો અભિવૃદ્ધિ કરશે જ સાથે-સાથે નાગરિકોની તંદુરસ્તી અને પર્યાવરણના રક્ષણ કાજે લોકો વાહનની જગ્યાએ સાયકલનો ઉપયોગ કરે તેવા હેતુને ધ્યાને રાખી સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન.
હોકર્સ ઝોન મેનેજમેન્ટ અંતર્ગત હોકર્સ માટે મહાનગરપાલિકાના રીઝર્વ પ્લોટોમાંથી જગ્યા ફાળવણી અને સુવ્યવસ્થિત બજાર બનાવવાનું આયોજન.
જામનગર શહેરમાં સીનીયર સીટીઝન માટે હાલે એક દાદા-દાદી ગાર્ડન ઉપલબ્ધ છે, શહેરમાં જગ્યાને ઉપલબ્ધિને આધિન નવા ત્રણ દાદા-દાદી ગાર્ડન વિકસાવવાનું આયોજન.
***
આગવી ઓળખ
માંડવી ટાવર રેસ્ટોરેશન ક્ધઝર્વેશન કરવાનું કામ ડી.પી.આર. સ્ટેજે હોય, રૂા. ૨ કરોડના ખર્ચે રેસ્ટોરશેન કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
***
અમૃત સરોવર
રણમલ તળાવ ફેઈઝ-૨ અન્વયે એન્વાયરમેન્ટ થીમ બેઈઝ રાજય સરકારશ્રીની અમૃત યોજના હેઠળ અંદાજીત રૂા. ૩૫ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.
***
પરિવહન સુવિધા
પી.એમ. ઈ-બસ સેવા
મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેયર્સ ભારત સરકારની તા. ૨૬-૮-૨૩ અન્વયેની પી.એમ. ઈ-બસ સેવાની ગાઈડ લાઈન મુજબ ૫ લાખથી ૧૦ લાખ વચ્ચેની વસ્તી ધરાવતા શહેરોમાં જામનગર શહેરનો સમાવેશ થાય છે તેમજ તે મુજબ જામનગર શહેરને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની સ્ટેટ લેવલ સ્ટીપરીંગ કમીટી મારફત રાજય સરકારશ્રીની સહાય સાથે કુલ ૫૦ (પચ્ચાસ) ઈલેક્ટ્રીક બસો ફાળવવામાં આવનાર છે. ભારત સરકારશ્રીની ગાઈડ લાઈનનો મુખ્ય ઉદેશ્ય શહેરી પરિવહન ગતિશીલતા માટે શહેરી વિસ્તારોમાં ઈલેક્ટ્રીક બસો દ્વારા ટકાઉ પબ્લીક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત સીટી બસ સેવા તથા ગ્રીન અર્બન મોબીલીટી ઈનીશીએટીવમા વધારો કરવાનો છે.
જામનગર મહાનગરપાલિકા ધ્વારા આ તમામ ૧૦૦% ઈલેક્ટ્રીક બસના ચાર્જીંગ સ્ટેશન તથા બસ ડેપો માટે હાપા માર્કેટીંગ યાર્ડ પાસેના ફાઈનલ પ્લોટ નંબર ૮૭માં સોલાર સીસ્ટમ સાથે અદ્યતન કોમ્પ્લેકસ બનાવવામાં આવશે.આ માટે ૨૫૦૦ કે.વી.એ.નું પી.જી.વી.સી.એલ. ઈન્ફાસ્ટ્રક્ચર તેની ડેડીકેટેડ એકસપેસ ફીડર રૂટ સાથે ક્ધસ્ટ્રકટ કરવામાં આવશે.
***
શહેરના માર્ગોને રોશનીથી સુશોભિત કરવાના કામો
શુભમ રેસીડેન્સી થી ટિટોડી વાડી રોડ સુધી સેન્ટ્રલ લાઈટીંગનું કામ રૂા. ૭૦ લાખના ખર્ચે કરવાનું આયોજન.
સમર્પણ સર્કલ થી બેડી (બેડી રીંગ રોડ) ખાતેસેન્ટ્રલ લાઈટીંગનું કામ રૂા. ૮૦ લાખના ખર્ચે કરવાનું આયોજન.
નવી સ્ટ્રીટ લાઈટ ખરીદી તેમજ ઈન્સ્ટોલેશન વર્ક રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન.
મુખ્ય વહીવટી ભવન ખાતે ઈલેકટ્રીકલ પેનલ એન્ડ કેબલીંગ અપગ્રેડેશન વર્ક રૂા. ૧૦૦ લાખના ખર્ચે કરવાનું આયોજન
સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ઈલેકટ્રીકલ અપગ્રેડેશન વર્ક રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન
મ્યુનિ. ટાઉનહોલ ખાતે નવુ ડી.જી. સેટ રૂા. ૧૦૦ લાખના ખર્ચે ખરીદ કરવાનું આયોજન
હાપા માર્કેટીંગ યાર્ડ થી રાધિકા ઈન્ટરનેશનલ સ્કુલ રોડ સેન્ટ્રલ લાઈટીંગ વર્ક રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન.
ગુલાબનગર ઓવર બીજ થી ધુવાવ સુધી સેન્ટ્રલ લાઈટીંગ વર્ક રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન
મ્યુનિ. ટાઉનહોલ પાવર સપ્લાય માટે ટ્રાન્સફોર્મર ખરીદી તેમજ ઈન્સ્ટોલેશન તથા આનુસાંગિક કેબલીંગ કામગીરી રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન.
***
વિજબચત અને ગ્રીન એનર્જી્
જામનગર મહાનગરપાલિકાની હાલે ૧૫ મેગા વોટ પાવરની જરૂરિયાત રહેવા પામે છે ગ્રીન એનર્જી્ ને પ્રોત્સાહન સ્વરૂપે અને રીન્યુએબલ એનર્જીનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે જામનગર મહાનગરપાલિકા ધ્વારા ચાલુ વર્ષથી જ શરૂઆત કરવામાં આવેલ છે અને અત્યારસુધીમાં ૧ મેગાવોટ પાવર જનરેટ કરવાની સિધ્ધિ હાસલ કરેલ છે અને આ જ વસ્તુને આગળ વધારતા આગામી સાલે વધુ ૫ મેગાવોટ પાવરને ગ્રીન/રીન્યુએબલ એનર્જી્ થી મેળવવા આયોજન કરવામાં આવેલ છે જેમાં હાપા અને બેડેશ્વર શેલ્ટર હોમ ખાતે ૪૦, શંકર ટેકરી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૩૦૦, પમ્પ હાઉસ ખાતે ૨૦૦, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૩૦૦, મ્યુનિ. ટાઉનહોલ તથા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે ૧૦૦, મ્યુનિ. બિલ્ડીંગ ખાતે ૬૦, હાપા માર્કેટીંગ યાર્ડ પાસેના ફાઈનલ પ્લોટ નંબર ૮૭ ખાતે ૨૫૦૦.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech