વૃદ્ધ મહિલાને તેના પરિવાર સુધી પહોંચાડતી 181 જામનગર મહિલા હેલ્પલાઇન

  • July 29, 2023 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૃદ્ધ મહિલાને તેના પરિવાર સુધી પહોંચાડતી 181 જામનગર મહિલા હેલ્પલાઇન

જામનગર ના દરેડ ગામ વિસ્તારમાંથી જાગૃત નાગરિક દ્વારા 181 માં કોલ કરી જણાવેલ કે મારા પાર્ટી પ્લોટ ના દરવાજે એક વૃદ્ધ માજી સવારના બેઠા છે અને તેઓ શારીરિક રીતે ખૂબ કમજોર છે વાત કરતા નથી અને અહીંયા હાઇવે હોવાના લીધે વાહન વગાડી દેશે એનો ડર છે જેથી તેમને મદદની જરૂર છે

ટૂંક સમયમાં જામનગર 181 મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સિલર મનીષા વઢવાણા પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવૈયા સહિતના સ્થળ પર પહોંચી અને  વૃદ્ધ માજી રોડ ઉપર સૂતેલા હતા તેમની કોણીયે ઘા વાગેલ હોવાથી પહેલા પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ કાઉન્સિલિંગ કરેલ

કાઉન્સિલિંગમાં માજીએ એમનું નામ જણાવેલ અને  ઘરેથી કંકાસ  ના કારણે ચાલ્યા આવેલ છે એવું જણાવેલ તેમજ પોતાના ઘરનું સરનામું ખબર ન હતી પરંતુ પોલીસ ચોકી પાસે મંદિર છે એટલું જણાવેલ જેથી તપાસ કરતા જાણવા મળેલ કે ત્યાંના વિસ્તારનું પોલીસ સ્ટેશન છે ત્યાં મંદિર છે અને ત્યાં એમની જ્ઞાતિના લોકો રહે છે જેથી એમને પૂછપરછ કરવાથી ઘર મળી શકે એમ છે ત્યાંથી માજી ને 181 ની ટીમ લઈને તેમના ઘરની શોધમાં નીકળ્યા ઘણી પૂછપરછ બાદ એક બહેને જણાવેલ કે આ માજી અહીંયા ના નથી પરંતુ ઘણા વર્ષો પહેલાં અહીંયા રહેતા હતા હવે તે ગામડે રહે છે એમના કાકા દાદા ના ભાઈઓ અહીંયા રહે છે તેમના ઘરનુ સરનામું આપેલ અને જણાવેલ સરનામે પહોંચતા જાણવા મળેલ કે માજીની કિડની ફેલ થઈ ગયેલ છે અને હવે ડોક્ટરે કામ કરવાની ના પાડી છે તેમના પતિ અને દીકરાની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી ઘરમાં કોઈ કમાવા વાળું નથી આ વૃધ્ધા મજૂરી કરી ઘર ચલાવતા પરંતુ ઘણા સમયથી એ પણ કામે નથી જઇ શકતા જેના કારણે ઘર ચાલવામાં મુશ્કેલી પડે છે અને તેમના કાકા-દાદા ના ભાઈઓએ જણાવેલ કે અમારી સાથે રહેવા આવતા રહો પરંતુ તેઓ આવવા માટે તૈયાર ન હતા પરંતુ વધારે બીમાર હોવાના કારણે તેઓ તેમના ઘરે લઈ આવેલ હતા અને એમને જણાવેલ કે આવતીકાલે તેમને હોસ્પિટલે એડમિટ કરવાના છે એવું જાણતા  કોઈને કીધા વગર તેઓ ઘરેથી નીકળી ગયેલ હતા

અભયમ્ 181 મહિલા હેલ્પલાઇન ની ટીમે માજી ને તેમના ભત્રીજા વહુ અને દેરાણીને સોપેલ જેથી તેમના પરિવારના સભ્યોએ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત ક



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application