ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના કેટલાક કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે: જામનગરમાં આગામી દિવસોમાં રૂા.૨૧૨ લાખના ખાતમુર્હુતના કામો અને રૂા. ૧૨૬.૮૯ કરોડના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે
જામનગર શહેરમાં રૂા.૧૨૬.૮૯ કરોડના ૫ કામો તૈયાર થઇ ચૂકયા છે, ત્યારે આગામી તા.૨૭ના રોજ ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂા.૯૪૮૦ લાખના બે કામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ઉપરાંત આગામી દિવસોમાં સ્થાનિક લેવલે રૂા.૨૧૨ કરોડના કામોનું ખાતમુર્હુત અને કુલ રૂા.૧૨૬.૮૯ કરોડના તૈયાર થઇ ગયેલા કામોનું લોકાર્પણ કરવામાં આવશે. બાકીના ત્રણ કામો આગામી દિવસોમાં સ્થાનિક કક્ષાએ લોકાર્પણ થશે તેમ જાણવા મળે છે. આ માટે કોર્પોરેશનના અધિકારીઓ તૈયારીમાં લાગી ગયા છે.
જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં પોલીસ હેડ કવાર્ટર પાછળ શરૂ સેકશન રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી સ્કીમ નં. ૧ એફપી ૬૩ વાળી જગ્યામાં ઇડબલ્યુએસ-૨ પ્રકારના ૫૪૪ આવાસનું લોકાર્પણ કરાશે, બીજા કામમાં અમૃત ૨.૦ ની ગ્રાન્ટ અંતર્ગત પ્રોવાઇડીંગ, સપ્લાયીંગ, લેઇંગ ટેસ્ટીંગ એન્ડ કમીશનીંગ ઓફ ૧૦૦૦ એમ.એમ. ડાયા ૭.૧ કિ.મી. ડીઆઇ ગ્રેવીટી પાઇપલાઇન રણજીતસાગર ડેમથી પમ્પહાઉસ ફીલ્ટર પ્લાન્ટ સુધી રૂા. ૨૮૯૭ લાખમાં બનાવવામાં આવી છે તેનું લોકાર્પણ પણ ગાંધીનગરથી કરવામાં આવશે.
જામનગર શહેરમાં પુરા થયેલા અન્ય ત્રણ પ્રોજેકટોમાં હાપા રોડ પર ટીપી સ્કીમ-૧માં અંતિમ ખંડ ૬૧માં તૈયાર થયેલું રૂા. ૧૦૬૬ લાખના ખર્ચવાળુ શહેરી સામુહીક આરોગ્ય કેન્દ્ર તેમજ લાલપુર રોડ ઉપર પમ્પહાઉસ પાછળ સર્વે નં. ૧૨૧૭/૨/૧ વાળી જગ્યામાં શહેરી સામુહીક આરોગ્ય કેન્દ્ર (યુસીએચસી)નું કામ રૂા.૧૩૨૯ લાખના ખર્ચે પુરૂ થયું છે જેનું કામ પુરૂ થયું છે, ઉપરાંત ૮૧૪ લાખના ખર્ચે મહાપાલીકાના પટાંગણમાં બનેલું નવું જનરલ બોર્ડનું બિલ્ડીંગ પણ થોડા સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં કુલ ૨૧૨ કરોડના ખર્ચે કેટલાક કામોનું ખાતમુર્હુત કરવાનું છે તેમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૧માં બેડેશ્ર્વર વિસ્તારમાં રૂા.૪૧.૬૭ લાખના ખર્ચે સીસી રોડ, સિવીલ વેસ્ટ ઝોન જાડાની ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૬માં બળદેવનગર, સેનાનગર, વાયુનગર, મુરલીધર, તિરૂપતી-૧ની આંતરીક સોસાયટીમાં સીસી રોડ કરાશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત પટેલ કોલોની શેરી નં.૧૨માં પીએન માર્ગથી ગાંધીનગર સુધી રૂા.૨૭૭.૫૦ લાખના ખર્ચે સીસી રોડ, ઉપરાંત વોર્ડ નં.૧૨માં પીએન માર્ગથી નવી કોર્ટ બિલ્ડીંગ થઇ, ગાંધીનગર માજોઠીનગર રેલ્વે ટ્રેક પુલીયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ રૂા.૪૫૧.૮૦ લાખના ખર્ચે થશે, આ ઉપરાંત જામનગર શહેરના ટીપી સ્કીમ નં.૫ અંતિમ ખંડ ૧૮/બી વાળી જગ્યામાં મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ ઓડીટોરીયમ રૂા.૩૫૨૧ લાખના ખર્ચે થશે, જેનું પણ ખાતમુર્હુત કરાશે.
લાલપુર બાયપાસ રોડ પર એફપી નં.૧૩૨૭/૨ વાળી જગ્યામાં ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ કવાર્ટર બનાવવાનું કામ રૂા.૬૫૪.૬૦ લાખના ખર્ચે થશે તેમજ નેનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રીંગ ફેન્સ્ડ એકાઉન્ટની ગ્રાન્ટ તથા અમૃત યોજના ૨.૦ હેઠળ નાઘેડી ખાતે ૧૦ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશનનું રૂા.૧૯૦૦ લાખના ખર્ચવાળા કામનું ખાતમુર્હુત થશે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત ૩૦૦ થી ૫૦૦ એમએમ ડાયા ૪.૩૯ કિ.મી.ની ડીઆઇ પાઇપલાઇન, સમર્પણ ઇએસઆરથી સત્યમ કોલોની સર્કલ તથા ખોડીયાર મંદિર સુધી રૂા.૫૧૮ લાખના ખર્ચે થશે તેમજ રૂા.૮૪૮૭.૬૭ લાખના ખર્ચે જામનગર નજીક ઠેબા બાયપાસ જંકશન પર ફલાય ઓવરબ્રિજ અને રૂા.૫૦૦૭.૧૬ લાખના ખર્ચે ફલાય ઓવરબ્રિજનું ખાતમુર્હુત કરવામાં આવશે. આમ આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે.
લોકાર્પણ અને ખાતમુર્હુતના કામો અંગે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી દેવન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, નાયબ ઇજનેર રાજીવ જાની અને અશોક જાની સહિતના અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે, વડાપ્રધાન જે આવાસ યોજનાનું લોકાર્પણ કરવાના છે તેના વિશે અશોક જોશીએ જણાવ્યું હતું કે, એએચપી ઘટક હેઠળ મહાપાલીકા દ્વારા ટીપી સ્કીમમાં રહેણાંક હેતુના અનામત પ્લોટ અને સરકારી ખરાબા સહિત ૧૦ લોકેશન ઉપર ઇડબલ્યુએસ પ્રકારના ૩ લાખની કિંમતના અને ઇડબલ્યુએસ પ્રકારના ૩૩૭૬ આવાસ રૂા. ૨૫૧.૯૬ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઇડબલ્યુએસ-૨ જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થશે, જે ૨૦૨૨માં વડાપ્રધાન દ્વારા જ ખાતમુર્હુત કરાયું હતું.
જામનગરમાં ૧૦ આવાસ યોજનામાં ૩૩૭૬ આવાસ બનાવવાના હતાં જેમાં ૯ આવાસ યોજનામાં ૨૮૩૬ આવાસ પૂર્ણ થયા છે અને ઇડબલ્યુએસ-૨ ૫૪૪ આવાસના ઇ-લોકાર્પણ થનાર હોય કોર્પોરેશને મંજુર કરેલા ડીપીઆર મંજુર કરેલા આવાસ માટે ૧૦૦ ટકા લક્ષ્યાંક પુરો કરી દેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાંઢીયાવાડ નજીક મોડી રાત્રીના યુવાન પર જીવલેણ હુમલો
May 20, 2025 04:14 PMઘરે જ બનાવો દેશી સ્ટફિંગથી બનાવેલ એકદમ બજાર જેવા સ્પ્રિંગ રોલ્સ
May 20, 2025 04:11 PMશહેરમાં સ્ત્રી શક્તિઓ દ્વારા સિંદૂર યાત્રા
May 20, 2025 04:09 PMહાર્ટલી સોરી: સિવિલમાં હૃદયનું નિદાન બંધ છે, દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર
May 20, 2025 04:07 PMનારી નજીક હાઈ-વે પર ચાલતી કારમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ
May 20, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech