સાંસદ પુનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આભાર પત્ર
ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ હાલારના એક રોડને વિકાસકામ અંતર્ગત આવરી લેતા સંસદસભ્ય પૂનમબેન માડમએ આભાર વ્યક્ત કર્યો છે.
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કંડારેલા પથ પર ગુજરાતમાં સર્વાગી વિકાસને તબક્કાવાર ગતિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ સેવા-સમર્પણ-સંકલ્પના સિદ્ધાંતોને અપનાવ્યા છે જે અંતર્ગત સુવિધાઓના પણ વિકાસ અંગે સરકારશ્રી કક્ષાએ સમીક્ષા થતી રહે છે.
વિકાસ માટે અલગ અલગ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન જરૂરી છે અને ટ્રાન્સપોર્ટેશન સુગમ કરવા માટે મજબૂત રોડ નેટવર્ક જરૂરી છે જેનાથી દૂર દૂરના કે છેવાડાના એક મથકથી બીજુ મથક જોડાય છે ત્યારે રોડ માળખાને વધુ મજબુતી આપવા વધુ કાર્યક્ષમ બનાવવા તેમજ કનેક્ટીવીટી વધુ સુગમ બનાવવા કાર્યરત ગુજરાત રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલ એ હંમેશા ધંધા ઉદ્યોગના વિકાસ માટેના રોડ માળખાને પ્રાધાન્ય આપ્યુ છે જેથી રાજ્યના અગત્યના માર્ગોના ડેવલપમેન્ટની કામગીરી વધુ ગતિશીલ બની રહી છે જેમાં હાલારના જનસુખાકારીના વિવિધ કાર્યો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અવિરત હાથ ધરાઇ રહ્યા છે.
ત્યારે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે જે અંતર્ગત, કુલ ૧૪૨ કિ.મી લંબાઈના માર્ગના કામો હાથ ધરાનાર છે.
જેમાં, પેથાપુર-નારદિપુર-ખેરવારોડના ૨૨.૪૦ કિ.મી. માટે રૂપીયા ૨૭.૭૫ કરોડ.. જામનગર-લાલપુર-વેરાડ રોડના ૩૧.૮૫ કિ.મી. માટે રૂપીયા ૧૮.૦૨ કરોડ, નડિયાદ- પેટલાદ-ખંભાતરોડના ૨૪ કિ.મી. માટે રૂપીયા ૨૩.૪૫ કરોડ, ચિખલી-ધરમપુર રોડના ૨૦.૪૫ કિ.મી. માટે રૂપીયા ૧૯.૯૮ કરોડ અને ભુજ-મુંદ્રા રોડના ૪૩.૫૦ કિ.મી ના કામ માટે રૂપીયા ૪૨.૫૦ કરોડ મંજુર કરાયા છે આમ પાંચ રોડના વિકાસના કામમાં હાલારના જામનગર-લાલપુર-વેરાડ રોડનો સમાવેશ કરવામાં આવતા જામનગર લોકસભા બેઠકના સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech