જન્માષ્ટમીના રંગે રંગાયું જામનગર

  • September 06, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શીતળા મંદિરે નગરની મહિલાઓ દ્વારા સાતમ નિમિતે પૂજા-અર્ચના....
શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો ખાસ કરીને બહેનોના તહેવારો આવે છે, જે શ્રઘ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાતા હોય છે, આજે શીતળા સાતમ નિમિતે રંગમતી નાગમતી તટે આવેલ શીતળા માતાના મંદિરે નગરની મહિલાઓ દ્વારા પૂજા, અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

**
હાલારમાં જન્મ્ાાષ્ટમી મહોત્સવને ઉજવણી માટે થનગનાટ: ઠેર ઠેર મટકીફોડના કાર્યક્રમો: જામનગર, ખંભાળીયા અને કાલાવડમાં વિશાળ શોભાયાત્રા નીકળશે: જામનગરમાં પ્રણાલી સંપ્રદાયના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ સહિતના સંતો-મહંતો હાજર રહેશે: કાલાવડમાં પણ ગં્રથીસાહેબ ગુરુદેવસીંગ જામનગરની ઉપસ્થિતિમાં વિશાળ શોભાયાત્રા નીકળશે: ધ્રોલમાં પણ શોભાયાત્રાનું આયોજન

જામનગર સહિત હાલારમાં કાન્હાના બર્થ ડે ઉજવવા ભારે થનાગનાટ શરુ થયો છે, પરપ૦માં જન્મોત્સવને વધાવવા કૃષ્ણભક્તો અધીરા બન્યા: ઠેર ઠેર મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જામનગર ઉપરાંત કાલાવડ, ખંભાળીયા અને ધ્રોલમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા છે, શોભાયાત્રામાં સંતો-મહંતો પણ ઉપસ્થિત રહેશે.
જામનગરની વાત લઇએ તો આવતીકાલે સવારે ૮.૩૦ વાગ્યે ખીજડા મંદિરેથી આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ સહિતના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ શોભાયાત્રા નીકળશે, જે શહેરના મુખ્ય માર્ગો પર નીકળશે, માર્ગોમાં શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, રસ્તામાં મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, ખંભાળીયામાં જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભેર ઉજવણી કરવામાં આવશે, વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ગોર્વધન નાથજી હવેલી ખાતેથી ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂજન સાથે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાનો પ્રારંભ થશે, આ શોભાયાત્રા પાંચ હાટડી, લુહારસાર, ઝવેરી બજાર, માંડવી ચોક, રંગમહોલ સ્કૂલ, કલ્યાણજી મંદિર, મેઇન બજાર, હિન્દ કલોઝ સ્ટોર, સતવારા રોડ, શારદા સિનેમા થઇને મહાપ્રભુજીની બેઠકે પૂર્ણ થશે, માર્ગમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત થશે.
કાલાવડમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જન્માષ્ટમી મહોત્સવ સંકલન સમિતિ કાલાવડ દ્વારા આવતીકાલે સવારે ૧૧ વાગ્યે ગ્રંથિસાહેબ ગુરુદેવસીંગ ગુરુદ્વારા જામનગરની ઉપસ્થિતિમાં શ્રીરામ મંદિરેથી ગ્રેઇન માર્કેટ થઇને મુરીલાના નાકા થઇને શોભાયાત્રા થશે, નવી કોટ ગ્રેઇન માર્કેટ થઇને રામજી મંદિર થશે, ત્યાં ધર્મસભાનું આયોજન થશે, આ કાર્યક્રમમાં વિશ્ર્વ હિન્દુ પરિષદે પણ સાથ સહકાર આપ્યો છે. આ મહોત્સવને સફળ બનાવવા કાલાવડ ભાજપના શહેર પ્રમુખ હસમુખ વોરા તેમજ પિયુષ હીરપરા, જેન્તીભાઇ કમાણી, અભિષેક પટવાર સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
ધ્રોલમાં આવતીકાલે સવારે ૯ વાગ્યે શોભાયાત્રા હવેલીથી નીકળશે અને ગામના રાજમાર્ગો પર ફરી વળશે, હિન્દુ સેના અને મચ્છો મિત્ર મંડળના નેજા હેઠળ તૈયારી કરવામાં આવી છે, રસ્તામાં મટકી ફોડ અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો છે, આ શોભાયાત્રામાં કૃષ્ણભક્તોને ઉમટી પડવા આહવાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં પણ મોટી હવેલી, સ્વામીનારાયણ મંદિર, નર્મદેશ્ર્વર સહિતના અનેક મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, કાલાવડમાં ધર્મસભાનું આયોજન કરાયું છે, જ્યારે અન્ય સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આમ આવતીકાલે જન્મોત્સવને ઉજવવા કૃષ્ણભક્તો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application