હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નિવડયો : ગઇકાલે ગાંધીનગરથી અમદાવાદ આવતી વખતે તબિયત લથડતા અમદાવાદની કેડીલા હોસ્પીટલમાં લઇ જવાયા ત્યાં ડોકટરોએ સારવાર કરી પરંતુ કારગત ન નીવડી : બપોર બાદ અંતીમયાત્રા : પુત્ર લંડનથી રવાના : જામનગરમાં શોક અને આધાતની લાગણી
જામનગરના મોટા ગજાના બિલ્ડર અને જાણીતા લેન્ડ ડેવલપર મેરામણભાઇ પરમાર (ઉ.વ.55)નું હૃદયરોગના હુમલાના કારણે અકાળે નિધન થયું છે, ગઇકાલે તેઓ ગાંધીનગરથી અમદાવાદ આવી રહયા હતા ત્યારે ઓચીંતી તબિયત લથડતા તેને તાત્કાલીક અસરથી અમદાવાદની કેડીલા હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયુ હતું, સદગતની અંતીમ યાત્રા બપોર બાદ નીકળશે તેમનો પુત્ર લંડનથી જામનગર આવવા રવાના થઇ ગયો છે, આમ જામનગરમાં મેરામણભાઇના નિધનથી શોક અને આઘાતની લાગણી ફેલાઇ છે.
શહેરના જાણીતા બિલ્ડર મેરામણભાઇએ એરપોર્ટ રોડ પર પદમ હોટલ બનાવી છે અને એક નવી હોટલનો પ્રોજેકટ પણ હાથ પર લીધો હતો તેનું ખાત મુહુર્ત પણ થઇ ચુકયુ છે, એક સમયે સૌરાષ્ટ્રમાં પ્રથમ મોંઘીદાટ ગણાતી રોલ્સ રોયલ્સ કારની તેઓએ ખરીદી કરી હતી, આ ઉપરાંત લાખો પીયાની એક પાણીદાર ઘોડી પણ તેમની પાસે છે, શિક્ષણ ક્ષેત્રે પણ તેઓ રસ લેતા હતા અને જામનગરમાં ઢીચડા રોડ પર નંદ નીકેતન સ્કુલ પણ તેમની છે.
મેરામણભાઇનું નિવાસ સ્થાન સમર્પણ હોસ્પીટલ પાસે આવેલુ છે અને આ ભવ્ય બંગલામાં તેઓ રહે છે, સાલસ અને હસમુખા સ્વભાવના હોય પૂ. શંકરાચાર્યજી, પૂ. મોરારીબાપુ, પૂ. રમેશભાઇ ઓઝા સહિતના અનેક સંતો મહંતો તેમના નિવાસ સ્થાને રહી ચુકયા છે અને તેઓ ધાર્મિક સ્વભાવના હોય સંતો મહંતોમા પણ તેઓ લોકપ્રિય રહયા છે.
જામનગરમાં સ્વામીનારાયણ મંદિર સામે ન્યુ જામનગરનો પણ પ્રોજેકટ તેઓ કરી રહયા હતા ઉપરાંત, અમદાવાદ, પોરબંદર, રાણાવાવ સહિતના ગામોમાં પણ તેઓનો જમીન અને બાંધકામનો વ્યવસાય ખુબ જ જબરો હતો, અચાનક તેમના નિધનથી જાણીતા બિલ્ડરો અને સામાજીક સંસ્થાઓએ પણ શોકની લાગણી વ્યકત કરી છે, મેરામણભાઇ જામનગરની અનેકવીધ સેવાકીય સંસ્થાઓમાં પણ આર્થીક યોગદાન આપતા હતા, ગરીબોને અવાર નવાર મદદ કરતા હતા અનેક વિધાર્થીઓની ફીનો પ્રશ્ર્ન હોય તો પણ તેઓ હસતા મોઢે ફી ભરી દેતા હતા.
તેમનું અમદાવાદ ખાતે નિધન થતા તેમના પાર્થીવ દેહને જામનગર લાવવામાં આવી રહયો છે, તેમનો એક પુત્ર લંડનમાં વસવાટ કરે છે તેમને પણ જાણ કરી દેવાઇ છે, તે પણ લંડનથી રવાના થઇ ગયો છે. આમ ગઇકાલે મેરામણભાઇને આવેલો હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નિવડતા જામનગરમાં શોકની લાગણી જન્મી છે.
સદ્દગતની સ્મશાન યાત્રા આજે બપોરે 3 વાગ્યે તેમના નિવાસસ્થાન ‘પરમાર હાઉસ’ બેડીબંદર રીંગ, જામનગરથી નીકળશે, તેઓ તેમના પત્ની કીર્તીબેન, પુત્ર દેવ અને આર્યને વિલાપ કરતા છોડી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech