ધી જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક લી. ની વર્ષ 2024 ની 65 મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન: જિલ્લા બેંક ગુજરાતમાં નંબર વન બને તેવા કાર્યો આપણે કરવાના છે-રાધવજી પટેલ : ખેડુતો-પશુપાલકો વધારે સમૃધ્ધ બને તેવા પ્રયાસો રહેશે-મુળુભાઈ બેરા : સહકાર ક્ષેત્રે કો-ઓપરેટીવ બેન્કની ભૂમિકા મહત્વની-અજય પટેલ : જવાબદારીને ખરા અર્થમાં પરિપૂર્ણ કરવાના મારા પ્રયાસો હંમેશા રહેશે-જીતુભાઈ લાલ
ધી જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક લી.ની વર્ષ ર0ર4 ની 6પ મી વાર્ષિક સાધારણ સભા તા. ર9-06-ર0ર4 શનિવારના રોજ સવારે 11-00 કલાકે જામનગરના ઓશવાળ સેન્ટરના બેન્ક્વેટ હોલમાં બોલાવવામાં આવેલ હતી. આ વાર્ષિક સાધારણ સભા ગુજરાત રાજયના સહકારી કાયદા તથા મધ્યસ્થ સરકારના બેંકીંગના નિયમ ધોરણના કાયદાના પ્રબંધો અનુસાર રાખવામાં આવેલ હતી. બેંકના ચેરમેન જીતેન્દ્ર એચ.લાલ (જીતુભાઈ લાલ) ની અનુમતીથી બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર અને ચીફ એકઝીક્યુટીવ ઓફીસર અલ્પેશભાઈ મોલીયા દ્વારા આ સાધારણ સભાની કાર્યવાહી સભાના એજન્ડા પ્રમાણે હાથ ધરવામાં આવેલ હતી.
આ વાર્ષિક સાધારણ સભાની શઆત પહેલાં બેંકના ડાયરેકટર ઈલેશભાઈ પટેલનું અવસાન થયેલ હોય ઉપસ્થિત તમામ લોકોએ બે મીનીટ મૌન પાળી સગતને શ્રધ્ધાંજલી પાઠવી હતી, સભાના એજન્ડા પ્રમાણે બેંકની બોર્ડ મિટીંગમાં બેંકની આખા વષ્ર્નિી કામગીરીઓ સબબ સહકારી કાયદા પ્રમાણે કરવાના થતાં જરી અને અગત્યના ઠરાવોનું સાધારણ સભાના સભ્યોનું અનુમોદન અને બહાલી લેવા માટે વાંચન કરવામાં આવેલ અને દરેક ઠરાવના વાંચન પછી સભ્યો પાસેથી બહાલી માંગવામાં આવેલ હતી અને સભ્યોએ તમામ ઠરાવોને સવર્નિુમતે બહાલી આપી હતી.
આ 6પમી વાર્ષિક સાધારણ સભામાં બેંકના ડાયરેકટર અને રાજય સરકારના કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા તથા માતૃસંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન અજયભાઈ પટેલનું સ્વાગત બેંકના ચેરમેન જીતેન્દ્ર એચ.લાલ (જીતુભાઈ લાલ) દ્વારા ફુલહાર, હાલારી પાધડી પહેરાવી મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવેલ હતું. બેન્કના ડાયરકેટર અને ધારાસભ્ય હેંમતભાઈ ખવા, બેંકના વાઈસ ચેરમેન બળદેવસિંહ જાડેજા, મેનેજીંગ ડાયરેકટર ધરમશીભાઈ ચનીયારા, બેન્કના ડાયરેકટરો, પૂર્વ ચેરમેનો, પૂર્વ વાઈસ ચેરમેનો, પૂર્વ મેનેજીંગ ડાયરેકટરો, પૂર્વ ડાયરકેટરો, ગુજકોમાસોલના ડાયરેકટર, જિલ્લા સંધના ચેરમેન, તાલુકા સંધના ચેરમેનો, દુધ સહકારી મંડળીના ચેરમેનોનું સ્વાગત બેંન્કના ઓફીસર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
બેંકના ચેરમેન જીતુભાઈ લાલ દ્વારા સ્વાગત પ્રવચનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના સહકારથી સમૃધ્ધિના સુત્રને સાર્તક કરવા આ બેંકના ચેરમેન તરીકે મારા પ્રયાસો રહેશે. આ વાર્ષિક સાધારણ સભાના બેંકના સભ્યો જોગ બેંકને વર્ષ ર0ર3-ર4 ની વહિવટી અને નાણાંકીય કામગીરીઓ તેમજ સંસ્થાની અગત્યની બાબતો અને મુદ્દાઓ જેમ કે બેંકના આગામી વષમાં વિકાસ અને પ્રગતિ અંગે લેવામાં આવનાર પગલાંઓ અંગે સવિસ્તાર જાણકારી અને સમજ આપી હતી. તેમજ બેંકની નવી હેડઓફીસની ટ્રાન્સફરની મંજુરી જીએસસી બેંકમાંથી મેળવી બેંકનું નવું અતિ આધુનીક બીલ્ડીંગ બનાવવાની મંજુરી મેળવી જેમાં જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ બેંક મારફતે સંપૂર્ણ સાથ સહકાર આપે તેવી વિનંતી કં છું, તેમ તેમણે જણાવ્યું હતું.
બેંકના ડાયરેકટર અને ગુજરાત સરકારના કેબેનીટ મંત્રી રાધવજીભાઈ પટેલે તેમના ઉદ્દબોધનમાં જણાવેલ હતું કે, સમગ્ર દેશમાં સહકારની પ્રવૃતિ ખુબ જ સારી રીતે કાર્યરત છે. સહકાર ક્ષેત્રથી દેશના ખેડુતો, મંડળીઓ, દુધ સહકારી મંડળીઓ સધ્ધર બને તેવા પ્રયાસો આપણે કરવાના છે, ખાસ આપણી બેંક સહકાર ક્ષેત્રે ગુજરાતમાં નં. 1 બને તેવા પરીશ્રમ આપણે કરવાના છે.
ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન અજયભાઈ પટેલ જે રીતે ગુજરાતમાં તમામ કો. ઓ. બેંકને વિકાસલક્ષી માર્ગદર્શન સાંપડે છે ત્યારે આપણી જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓ. બેંક પણ સહકાર ક્ષેત્રે ખુબ જ આગળ લઈ આવવા આપણા ચેરમેન જીતુભાઈ લાલ કે જે સજજન અને સરળ, કોઈ વિવાદ વગર બેંકના હિત માટે પ્રયત્ન કરે છે આપણે સૌ ડાયરેકટરો, જીલ્લા સંધ, તાલુકા સંધ, એ.પી.એમ.સી.ઓ., દુધ સહકારી મંડળીઓ, ખેડુતો અને બેંકના કર્મચારીગણ તેમને સાથ સહકાર આપી આપણી બેંકને વધુમાં વધુ સમૃધ્ધ બનાવવાની છે.
બેંકના ડાયરેકટર અને ગુજરાત સરકારના કેબેનીટ મંત્રી મળુભાઈ બેરાએ તેમના ઉદ્દબોધનમાં જણાવેલ હતું કે, જામનગર ડિસ્ટ્રકટ બેંક જે ઉચ્ચતર ક્ષેત્રે છે તેનો શ્રેય ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન અજયભાઈ પટેલના શીરે છે.
આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર ક્ષેત્રના કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગુજરાતમાં સહકારી ક્ષેત્રને ખુબ જ ઉંચાઈએ લઈ જવા અને ખેડુતો, પશુપાલકો વધારે સમૃધ્ધ બને તેવા પ્રયાસો આપણે આપણી બેંક માટે એક સાથે રહીને કરવાના છે.
આપણી બેંકમાં ખેડુતો, મંડળીઓ, દુધ સહકારી મંડળીઓ વધુમાં વધુ જોડાઈ તેવી કામગીરી આપણે કરવાની છે. ગામમાં મંડળીઓમાં જ બધી પ્રવૃતિઓ થાય તેવી કામગીરીઓ આપણે કરવાની છે. આપણી બેંકનો વહીવટ ચેરમેન, વાઈસ ચેરમેન, મેનેજીંગ ડીરેકટર સારી રીતે ખેડુતોને અને સહકારી ક્ષેત્રને આગવું સ્થાન આપે તેવી અપેક્ષા રાખુ છું.
માતૃ સંસ્થા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે તેમના ઉબોધનમાં જણાવેલ હતું કે, જામનગર ખાતે જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓ. બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા જે અવસર મળ્યો છે, તેથી આનંદની લાગણી અનુભવુ છું.
અત્યારે દેશમાં અને રાજય સરકારમાં ઈકોનોમી વધારવા સહકાર ક્ષેત્રના માધ્યમથી આપણી કો. ઓ. બેંકોની ભુમિકા ખુબ જ મહત્વની છે. રાજયના તમામ ગામોમાં દરેક ખેડુતો, પશુપાલકો, માછીમારોના ખાતાઓ કો. ઓ. બેંકમાં જ હોવું જરી છે. આપણે વધુમાં વધુ ખાતાઓ, ડીપોઝીટો, ધીરાણો કો. ઓ. બેંકમાં લઈ આવશું તો ભવિષ્યમાં સ્ટેટ બેંકથી પણ વધુ સારો નફો મેળવી શકીશું તે માટે જામનગર ડિસ્ટ્રીકટ બેંકના હોદેદારો, ડાયરેકટરો, બેંકના કર્મચારીઓ અને તમામ પ્રકારની મંડળીઓએ એક્તા સાથેનું કામ કરવું પડશે જેનાથી જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓ. બેંકનો ખુબ જ સુંદર વિકાસ થઈ શકશે.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન જીતુભાઈ લાલે બેંકના વિકાસ અર્થે ધણાં મુદાઓ આપેલ છે જે ગુજરાત સ્ટેટ કો. ઓ. બેંકના માધ્યમથી ચોકક્સ પણે બેંકના વિકાસ અર્થે તમામ સાથ સહકાર મળશે તેવી ખાતરી આપુ છું.
આ વાર્ષિક સાધારણ સભામાં સરકાર દ્વારા શરુ કરાયેલ પાયલોટ પ્રોજેકટ અંતગર્ત ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ બ્રાંચોમાં આ પાયલોટ પ્રોજેકટની પ્રક્રિયા શરુ થઈ ગયેલ છે જેમાં બેંકના પાયલોટ પ્રોજેકટના નોડલ ઓફીસર જે.ડી. ચાવડાએ પ્રસંશનિય કામગીરી કરેલ છે અને ભાટીયા ગામની બ્રાંચે ખુબ જ સુંદર અને ખુબ જ વ્યસ્ત રહી બેંકની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમજ બેંકના પ્યુન હિતેશભાઈ ગોસાઈએ બેંકની હંમેશા અવિરત સેવા કરી જર પડયે મોડી રાત્રી સુધી પણ પોતાની જવાબદારીથી બેંકની કામગીરીઓ કરેલ હોય તે બદલ ઉપરોક્ત તમામને બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.
આમ અગ્રગણ્ય સહકારી નેતાઓના સંબોધન પછી ઈ. ચા. જનરલ મેનેજર અલ્પેશભાઈ મોલીયા તરફથી આભારવિધિ કરવામાં આવી હતી અને આ સહકારી સંમેલનની કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ સૌએ સ્વચિ ભોજનનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech