'વિકસીત ભારત' ના નિર્માણ માટે મજબુત પાયો નાખનાર બજેટને ઉમળકાભેર આવકારતા જામનગર જિલ્લા ભાજપના આગેવાનો

  • July 24, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગામડું - ગરીબ - ખેડૂત - મહિલા - યુવા - રોજગાર - ઉધોગ સહિત તમામ ક્ષેત્રોના વિકાસ માટે સમાવેશી જોગવાઈ : જિલ્લા અધ્યક્ષ


ગુજરાતના પનોતા પુત્ર અને 'વર્લ્ડ લીડર' તરીકે જેમની ગણના થઈ રહી છે તેવા માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ આજે એન.ડી.એ. સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ દેશને અર્પણ કરેલ છે જેમાં દેશના કરોડો પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ માટે વધુ પાંચ વર્ષની સમયમર્યાદા એક ક્રાંતિકારી પગલું છે તેમ જણાવી જામનગર જિલ્લા ભાજપે આ બજેટને ઉમળકાભેર આવકાર આપેલ છે.


યુવાનો માટે પ્રથમ નોકરીના સમયે ૧૫ હજારની રકમ ઈ.પી.એફ.માં જમા કરવાનો નિર્ણય આવકારદાયક છે. આ ઉપરાંત વિશેષમાં દેશના કરોડો નાગરીકોને ઈન્કમ ટેકસમાં રાહત આપી ૩.૦ લાખ ની આવક સુધી ઈન્કમટેકસમાંથી મુકિત અને સ્ટાન્ડર્ડ ડીડક્શનમાં પણ ૨૫ હજારનો વધારો કરાયો છે. કૃષી ક્ષેત્રના વિકાસ માટે ૧.પર લાખ કરોડની માતબર જોગવાઈ અને વિશેષમાં ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે લક્ષ્યાંક નિર્ધારીક કરેલ છે. નારી શક્તિને લગતી વિવિધ યોજનાઓ માટે રૂા. ૩ લાખ કરોડની માતબર જોગવાઈ, ૧ કરોડ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર આપવાનું ભગિરથ કાર્ય, લઘુ ઉદ્યોગોને ઉતેજન આપવા મુદ્રા યોજનાની મર્યાદા ૧૦ લાખ થી વધારી ૨૦ લાખ કરવાની જોગવાઈથી સમાજના દરેક વર્ગને ફાયદો થશે.


આ બજેટ આર્થિક વિકાસ, સામાજિક સશક્તિકરણ અને ઈન્ફ્રાસ્ટ્રકચરને નવી ઉંચાઈએ લઈ જશે આ ઉપરાંત ભારતને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે અનેક પગલાઓ આ બજેટમાં લેવામાં આવ્યા છે. ૧૪૦ કરોડ દેશવાસીઓની પ્રધાનમંત્રીશ્રી તરફ આશાઓ - સપનાઓ પરિપૂર્ણ કરવાની દિશામાં આ બજેટ મહત્વનું પ્રસ્થાપિત થનાર છે. પ્રધાનમંત્રીશ્રીના વિકસીત ભારતના વિઝનને સાકાર કરનાર રોડમેપ સમાન પ્રગતિશીલ બજેટ આપવા બદલ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી આર. સી. ફળદુ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી, ડો. પી. બી. વસોયા, ચંદ્રેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્યો દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓએ ''સૌનો સાથ – સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ" ને સાર્થક કરતા દેશના તમામ વર્ગોને સમર્પિત અને અર્થવષ્વસ્થાને ઉત્કૃષ્ઠ બનાવવાના અભિગમ સાથેના કેન્દ્ર સરકારના વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ ખુબ આનંદની લાગણી સાથે જામનગર જિલ્લા ભાજપના આગેવાનોએ આવકારી માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીને જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ અને સમગ્ર ટીમ દ્વારા ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ હોવાનું મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application