એક લાખના દંડ તથા બે વર્ષની સજા ફટકારાઇ
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી તથા આરોપીઓની ખેતીની જમીન ગઢકા ગામની સીમમાં ખેતરડી વિસ્તારમાં આવેલ, જયાં ફરીયાદીની વાડીનું વરસાદનું પાણી રસ્તા ઉપર થઈ આરોપીઓના ખેતરમાં જતાં તેમજ ફરીયાદીના દિકરા કલાનો લીમડો આરોપીઓએ આઠેક માસ પહેલા કાપી નાખેલ, જે બાબતે ફરીયાદીના દિકરા કલાએ ફરીયાદ કરેલ તેનુ મનદુ:ખ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, એક સંપ કરી ગંભીર જીવલેણ હથીયાર ધારણ કરી, તા. 30/08/2010ના રોજ બપોરે 4 વાગ્યે વાડી પાસે જઈ આરોપી જેતા લખમણે પાઈપથી ઘા કરતા પગમાં ફેકચર થયેલ તથા આરોપી જીવા લખમણે કુહાડીનો ઘા ફરીયાદીના માથામાં મારેલ, આરોપી અરવિંદ જેતાએ ફરીયાદીના બંને હાથના કાડા ઉપર લાકડીઓ મારેલ તેમજ આરોપી ઉંકા લખમણે ફરીયાદીની ડાબા હાથમાં આગણીમાં લાકડી મારેલ અને દામા લખમણ તથા હસમુખ જેતાએ ફરીયાદીને શરીરે મુંઢ માર મારી ઈજાઓ કરી.
જે અંગેની ફરીયાદ ગોરધનભાઈ સીદાભાઈ નકુમનાએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં આપેલ જે ફરીયાદના આધારે તપાસ કરનાર અધીકારીએ તપાસ કરી જરી પંચનામાઓ કરી તેમજ નિવેદનો નોંધી કલ્યાણપુરના જયુડી. મેજી. ફ.ક. એ.પી.કડીવારની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ, જે કેસ ચાલી જતાં રજુ થયેલ પુરાવો, સાક્ષીઓની જુબાનીઓ તેમજ સરકાર તરફે સરકારી વકીલ જે.જે.રાઘવાણીનાઓએ રજુ કરેલ દલીલો ગ્રાહય રાખી, આરોપીઓને તકશીરવાન ઠરાવ્યા હતા.
આરોપી જેતા લખમણ ડાભી તથા જીવા લખમણ ડાભીને આઈ.પી.સી. કલમ-325, 114 ના કામે આરોપીઓને બે વર્ષની સખત કેદની સજા તથા દરેકને ા.10,000 દંડ ભરવાનો સજાનો હુકમ ફરમાવેલ તેમજ જી.પી.એકટ કલમ-135(1) ના ગુનામાં તકશીરવાન ઠરાવી 4(ચાર) માસની સખત કેદ તથા દરેકે ા.1,000 નો દંડ ભરવાની સજાનો હુકમ ફરમાવેલ અને જો આરોપીઓ દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 6(છ) માસની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ તેમજ વધુમાં આ કામના આરોપીઓ નં. 1 થી 6 નાઓએ ફરીયાદીને સંયુકત રીતે ા.1,00,000 વળતર પેટે ચુકવવાનો હુકમ જયુડી.મેજી. ફ.ક. એ.પી. કડીવારનાઓ દ્વારા કરવામાં આવેલ.આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ જે. જે. રાઘવાણી તથા મુળ ફરીયાદી તરફે વકીલ એચ.કે.બામરોટીયા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech