જામનગરની અદાલત દ્વારા ચેક રીટર્નના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ

  • July 04, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના કેસની હકીકત એવી છે કે ફરીયાદી ડી. રાયચુરા એન્ડ કાું. ના પાર્ટનર ધર્મેશભાઇ જે. રાયચુરા મોબાઇલ ફોન ડીસ્ટ્રીબ્યુટરના લગતા માલનું વેચાણ કરે છે અને આરોપી વાજાઉે ધંધા માટે ૪,૨૯,૫૮૪ ની ખરીદી કરેલ તે બાકી રોકતી લેણાંની રકમ ચુકવણી માટે આરોપીએ ચેક આપેલ જે ચેક પરત ફરતા ફરીયાદીએ ચેક રીટર્ન થવા અંગે જામનગરની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ તે ફરીયાદમાં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થતા બન્ને પક્ષકારોએ સમજુતી કરાર કરેલ અને બન્ને પક્ષકારોની સમજુતી કરાર મુજબ સમાધાન થયેલ અને તે સમાધાન અને સમજુતી મુજબ ચેક ૨,૬૦,૦૮૩નો પેઢીના નામ જોગનો આપેલ અને તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપીને ડીમાન્ડ લીગલ નોટીસ આપેલ તે લીગલ નોટીસનો જવાબ આરોપીના વકીલમ ારફત આપવામાં આવેલ અને ત્યારબાદ ફરીયાદીએ આરોપી વિરુદ્ધ જામનગરની અદાલતમાં ચેક રીટર્ન થવા અંગે ધી નેગો. ઇન્સ્ટુ. એકટની કલમ મુજબ ફરીયાદ કરેલ.


ત્યારબાદ આરોપીને કોર્ટ મારફત સમન્સ મળતા આરોપી તેના વકીલ મારફત કોર્ટમાં હાજર થયેલઅ ને આરોપીના વકીલમ ારફત ફરીયાદીની ઉલટ તપાસ કરવામાં આવેલ અને કોર્ટમાં કેસ ચાલેલ અને તે રીતે કેસ ચાલી જતા લેખિત તથા મૌખિક પુરાવા અને ફરીયાદ પક્ષે અને આરોપી તરફ કરવામાં આવેલ દલીલ અને સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ અને કાયદાની જોગવાઇ ઘ્યાને લઇ જામનગરના એડી. સીનયર સીવીલ જજે આરોપી અમિત અશોકભાઇ વાજાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલછે. આમ આ કામના આરોપીને જામનગરની અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ આરોપીની તરફેણમાં કરેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ ડી.ડી. આચાર્ય અને વકીલ કપિલ આર. ગોકાણી રોકાયેલા છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News