જામનગર રસોઇયાની હત્યા કેસમાં ત્રણ એરફોર્સ કર્મીઓની જન્મટીપ મોકુફ

  • May 06, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉના ચુકાદા સામે કરાયેલી અપીલ હાઇકોર્ટે દાખલ કરી


જામનગરના એરફોર્સ કર્મચારીઓ દ્વારા રસોઇયા પર હુમલો કરી હત્યા નીપજાવવાના ચકચારભયર્િ કેસમાં એરફોર્સના ત્રણ કર્મચારીઓને ફટકારેલી જન્મટીપની સજા ગુજરાત હાઇકોર્ટે મોકફુફ રાખી છે, હાઇકોર્ટે એરફોર્સ કર્મચારીઓ તરફથી કરાવેલી અપીલ દાખલ કરી હતી, તેઓને જામીન આપ્યા હતા અને સીબીઆઇ કોર્ટે તેઓને ફટકારેલી આજીવન કેદની સજાનો હુકમ સ્થગીત કર્યો છે, જેને પગલે તેમને રાહત મળી છે.


જામનગર એરફોર્સ કર્મચારીઓ મહેન્દરસિંહ શેરાવત, અનુપ સુદ અને અનિલ કટુંડી નારાયણ દ્વારા સીબીઆઇ કોર્ટે ગત તા. 10-5-2022ના રોજ તેઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જેની સામે એરફોર્સના કર્મચારીઓ દ્વારા કરાયેલી અપીલમાં સિનિયર એડવોકેટયોગેશ લાખાણી અને એડવોકેટ નિમિત વાય. શુકલાએ રજુઆત કરતાં જણાવ્યુ હતું કે ગત તા. 9/10-11-1995ના રોજ જામનગર એરફોર્સ સ્ટેશનની સીએસડી કેન્ટીનમાંથી દાની 96 બોટલો ચોરી થઇ હતી.


જેને લઇ એરફોર્સ ઓથોરીટી તરફથી તા. 13-11-65 દરમ્યાન હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં એરફોર્સ સ્ટેશનમાં જ રસોઇયા તરીકે ફરજ બજાવતા ગિરિજા રાવલના કવાર્ટરની બહાર કમ્પાઉન્ડમાંથી દાની બોટલના તુટેલા કાંચ મળી આવ્યા હતા. એરફોર્સ પોલીસ દ્વારા તપાસના ભાગપે રસોઇયા ગિરિજા રાવલને મેઇન ગાર્ડ મમાં લઇ જવાયા બાદ રસોયાનું મૃત્યુ નિપજતા તેની પત્નીએ એરફોર્સ કર્મચારીઓ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.


એરફોર્સ કર્મચારી તરફથી હાઇકોર્ટનું ઘ્યાન દોરાયું કે, તેઓ માત્ર રસોઇયાને હોસ્પીટલ લઇ ગયા તેટલી જ ભૂમિકા હતી, ટ્રાયલ કોર્ટે માત્ર અનુમાન-ધારણાના આધારે કોઇપણ પુરાવા વિના સજાનો હુકમ કર્યો છે. અરજદારો પુછપરછમાં કે તપાસનો ભાગ હતા તેવું કયાંય રેકોર્ડ પર પણ આવતું નથી, આ સંજોગોમાં ટ્રાયલ કોર્ટનો હુકમ ભુલભરેલો હોય હાઇકોર્ટે અપીલની આખરી સુનાવણી સુધી જન્મટીપની સજાના ચુકાદાને મોકુફ રાખવો જોઇએ, આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે એરફોર્સ કર્મચારીઓની સજા મોકુફીનો ઉપર મુજબ ચુકાદો જાહેર કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application