ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 25 અને જી.જી.હોસ્પિટલમાં વધુ 20 દર્દીઓ નોંધાયા: ચીકનગુનીયાના 45થી વધુ કેસ જોવા મળ્યા: તાવ અને વાયરલ ઇન્ફેકશનથી 230 દર્દીઓ પરેશાન
જામનગર સહિત સમગ્ર હાલારમાં ડેન્ગ્યુનો ડંખ હજુ પણ દર્દીઓને સતાવી રહ્યો છે, વાયરલ ઇન્ફેકશન અને તાવના કેસો વધી રહ્યા છે, અધુરામાં પુ હોય તેમ ચીકનગુનીયાના 40થી વધુ કેસો જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે, ગઇકાલે સરકારી હોસ્5િટલમાં 25 અને ખાનગી હોસ્પિટલમાં 20 દર્દીઓ નોંધાયા હતાં, કમળાના રોગે પણ દેખા દીધી છે ત્યારે જામનગર રોગચાળાનગર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગામડાઓમાં તાવ, શરદી, ઉધરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
જામનગર શહેર જ નહીં કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ શરદી-ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુ અને તાવના કેસો વધી રહ્યા છે. ટુંકમાં રોગચાળો વધી રહ્યો છે તે ખુબ જ ચિંતાજનક કહી શકાય. જામનગરમાં ચીકનગુનીયાના દર્દીઓ ત્રણ દિવસથી વધી રહ્યા છે, ખાનગી હોસ્પિટલમાં 22 અને જી.જી.હોસ્પિટલમાં 18થી વધુ દર્દીઓ નોંધાઇ ચૂકયા છે તે ખુબ જ ચિંતાજનક છે. મિશ્ર ઋતુને કારણે રોગચાળો હટવાનું નામ લેતો નથી. ખાનગી હોસ્પિટલની ઓપીડી અને જી.જી.ની ઓપીડી દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે ઝડપથી રોગચાળો ઓછો થાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
શહેરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે આજે સવારે પણ ડેન્ગ્યુથી પીડાતા અનેક દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવ્યા હતાં, 25 જેટલા દર્દીઓ જોવા મળ્યા હતાં, ગઇકાલે 20 થી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, એવરેજ ઓપીડી ગણીએ તો સાત દિ’માં 250થી વધુ દર્દીઓ સારવાર લેવા આવ્યા છે અને અઠવાડીયામાં 200થી વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપી રજા આપી દેવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં રજા હોવા છતાં પણ ઓપીડીમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો અને ખાસ કરીને શરદી, ઉધરસ તેમજ વાયરલ ઇન્ફેકશનના કેસો વધુ જોવા મળ્યા હતાં. જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુના 25થી સાથે ખાનગી હોસ્પિટલમાં 20થી વધુ દર્દીઓ નોંધાઇ ચૂકયા છે અને આજે સવારે પણ ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળ્યા છે.
નવું પાણી આવ્યા બાદ પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે ત્યારે તાવ, શરદી, ઉધરસ, પેટમાં દુ:ખાવો, કમળો અને વાયરલ ઇન્ફેકશનના કેસોનું પ્રમાણ વઘ્યું છે, ખાનગી દવાખાનાની ઓપીડીમાં પણ દર્દીઓ બે-બે કલાક સુધી પોતાનો વારો આવવાની રાહ જુએ છે. સુમેર કલબ રોડ પરની હોસ્પિટલો, સમર્પણ હોસ્પિટલ, ઓશવાળ હોસ્પિટલ, ઇન્દુમધુ હોસ્પિટલ, રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ અને મહાપાલિકાએ બનાવેલી ત્રણ અદ્યતન હોસ્પિટલોમાં અનેક દર્દીઓ ડેન્ગ્યુના આવે છે, છેલ્લા અઠવાડીયાથી વાયરલ ઇન્ફેકશનવાળા દર્દીનું પ્રમાણ ખુબ વઘ્યું છે. બે કે ત્રણ દિવસ તાવ આવે એટલે દર્દી અઠવાડીયા સુધી ઉભો થઇ શકતો નથી તે પણ હકકીત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMશ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા મચાવી ધમાલ, રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી
November 07, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech