BREAKING NEWS

જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર, જાણો કોને ક્યાં મળી જવાબદારી

  • March 25, 2026 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રને વેગ આપવા માટે ભારતીય વહીવટી સેવા (IAS) ના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 25 માર્ચ 2026 ના રોજ જારી કરાયેલા આ જાહેરનામા મુજબ, ગાંધીનગરના કલેક્ટર તરીકે રવીન્દ્ર જ્ઞાનેશ્વર ખટાલેની નિમણૂક કરવામાં આવી છે, જે અત્યાર સુધી મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે કાર્યરત હતા.


​​​​​​​

જામનગરને મળ્યા નવા કલેક્ટર
અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે સેવા આપી રહેલા શ્રી પી. બી. પંડ્યા (IAS 2013) ની બદલી કરીને તેમને જામનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 


ગાંધીનગર કલેક્ટર તરીકે રવીન્દ્ર ખટાલેની નિમણૂક

મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી રવીન્દ્ર જ્ઞાનેશ્વર ખટાલેને હવે રાજ્યના પાટનગર ગાંધીનગરના કલેક્ટર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 


જી. એચ. સોલંકી સુરેન્દ્રનગરના નવા કલેક્ટર

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી જી. એચ. સોલંકી (IAS 2014) ની બદલી સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News