BREAKING NEWS

રાજકુમાર સંતોષીને બે વર્ષની સજાનો હુકમ યથાવત રાખતી જામનગર સેશન્સ કોર્ટ

  • October 16, 2025 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક સમય ‘ઘાયલ’, ‘દામીની’ જેવી હિટ ફિલ્મો આપીને ખબ વિખ્યાત પામેલા ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા દિગ્દર્શક રાજકુમાર સંતોષી હવે ચેક રિટર્નના આરોપી તરીકે કુખ્યાત થઈ રહયા છે. જામનગરની અદાલતમાં ચેક રિટર્નની નાંધોયેલી ફરીયાદના કેસમાં લાંબા કાનૂની જંગ બાદ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારવામાં આવેલ હતી. અને ચેકની રકમથી બમણો દંડ પણ ફટકારવામાં આવેલ હતો.


જામનગરના ઉધોગપતિ અશોક એચ. લાલ દ્વારા ડાયરેકટર રાજકુમાર પ્યારેલાલ સંતોષીને સંબંધ દાવે પૈસા આપ્યા હતાં અને તેના માટે ડાયરેકટર તરફથી અપાયેલા ચેક રિર્ટન થતાં કાનુની કાયવાહી કરવામાં આવી હતી.


આ કેસની હકિકત એવી છે કે, જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શીપીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ એચ. લાલને ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી કે જે ઘાયલ, ઘાતક, દામીની જેવી હીટ ફીલ્મો બનાવેલ છે, તેની સાથે મિત્રતા થતા અશોકભાઈએ રાજકુમારને ફિલ્મ નિર્માણમાં પૈસાની જરૂરત પડતા રૂપિયા એક કરોડ સંબંધના દાવે હાથ ઉછીના આપેલ હતાં. જેની સામે રાજકુમાર પ્યારેલાલ સંતોષીએ રૂ.૧૦,૦૦,૦૦૦ અંકે રૂપિયા દસ લાખના દશ ચેક આપેલા હતાં. જે ચેક નકકી કરેલ સમય મયાંદામાં ફરીયાદીએ બેંકમાં ડીપોઝીટ કરતા તમામ ચેક ફંડસ ઈનરાકીસીપન્ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ પોતાના વકીલ પીયુષ વી. ભોજાણી દ્વારા ધી નેગોસીએબલ ઈન્સ્ટમેન્ટ એકની કલમ ૧૩૮ મજબ તથા વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ આઈ.પી.સી. ૪૦૪ તથા ૪૨૦ મુજબ લીગલ નોટીસ ફટકારેલ હતી.


તેમ છતાં આરોપી દ્વારા કોઈ રકમ ચૂકવવામાં ન આવતા ના છુટકે ફરીયાદીએ પોતાના કુલ મુખત્યાર દ્વારા જામનગરની કોર્ટમાં સને ૨૦૧૭ની સાલમાં આરોપી વિરૂઘ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટમેન્ટ એકટની કલમ ૧૩૮ મજબ ફરીયાદ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જે ચેક જે શહેરની બ્રાંચમાંથી આપવામાં આવેલ હોય તે જ શહેરમાં તે ચેક રીર્ટનની ફરીયાદ દાખલ થઈ શકે તેવો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા આરોપીએ પોતાની વિરૂધ્ધ દાખલ થયેલા તમામ કેસો મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી કરેલ હતી.


જેની સામે ફરીયાદીના વકીલ દ્વારા જામનગરની અદાલતમાં જ આ કેસો ચલાવવા બાબતે સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલ. જે રીવીઝન અરજી ચાલતી હતી તે દરમ્યાન સરકાર દ્વારા જે ચેક જે શહેરનો હોય ત્યાં જ તે ચેક રીર્ટનની ફરીયાદ થઈ શકે તેવો અગાઉનો પરિપત્ર રદ કરતા જામનગરની સેશન્સ કોર્ટ દ્વારા રાજકુમાર સંતોષી વિ‚ધ્ધના તમામ કેસો જામનગરની અદાલતમાં ચલાવવા હકમ ફરમાવવા આવેલ. જેથી રાજકમાર સંતોષી વિરૂધ્ધ તમામ કેસોમાં કોર્ટ દ્વારા સમન્સ ઈસ્ય કરવામાં આવેલ હતું.

 

જે તમામ કેસમાં રાજકુમાર સંતોષી એક મોટી સેલીબ્રેટી હોય પોતાની વગનો ઉપયોગ કરી સમન્સ યેનકેન પ્રકારે બજવા દેતો નહિ. જેથી ફરીયાદીના વકીલ દ્વારા જામનગરની કોર્ટમાં મુંબઈ પોલીસ કમીશ્નરની આ બાબતનો ખુલાસો પુછવામાં આવતા મુંબઈ પોલીસ દ્વારા થોડા કેસોમાં સમન્સ બજાવી આપવામાં આવેલ. જે સમન્સ બજયા પછી પણ આરોપી જામનગર કોર્ટમાં હાજર ન થતા ફરીયાદીના વકીલ દ્વારા આરોપી સામે જે કેસોમાં સમન્સ બજી ગયેલ છે તે કેસોમાં આરોપી વિરૂધ્ધ બેઈલેબલ વોરંટ ઈસ્યુ કરવા અરજી કરવામાં આવી હતી.


તેમ છતાં આરોપી તે વોરંટ પણ યેનકેન પ્રકારે બજવા દેતા ન હોય ફરીયાદીના વકીલ દ્વારા મુંબઈ જુહ પોલીસ સ્ટેશનમાં આ વોરંટ બજાવી દેવા અવાર નવાર રૂબરૂ રજૂઆતો કર્યા બાદ જુહુ પોલીસ દ્વારા રાજકુમાર સતોષી વિરૂઘ્ધ બેઈલેબલ વોરંટ બજાવવામાં આવેલ. આમ લાંબા કાનુની જંગબાદ રાજકુમાર સંતોષીને કાયદાનું ભાન થયેલ અને જામનગરની કોર્ટમાં તેની વિરૂઘ્ધ ચાલતા તમામ કેસોમાં હાજર થયેલ અને જામનગર કોર્ટ દ્વારા તેની વિરૂઘ્ધના તમામ કેસોમાં રૂપિયા પંદર-પંદર હજારના જામીન લઈ અને તેમની વિરૂઘ્ધના તમામ કેસો ચાલી જતાં રાજકુમાર સંતોષીએ પોતાને તમામ કેસોમાં ડીસ્ચાર્જ કરવા માટે અરજીઓ આપેલી જે તમામ અરજીઓ નામદાર અદાલતે રદ કરી રાજકુમાર સંતોષીને કાનુની લપડાક આપેલ હતી.


ત્યારબાદ રાજકુમાર સંતોષી સામેના તમામ કેસો ચાલી જતા ફરીયાદીના વકીલ પિયુષ વી. ભોજાણી દ્વારા રજુ કરવામાં આવેલ પરાવાઓ નામદાર કોર્ટના જદા જુદા ચૂકાદાઓ તથા તેમના દ્વારા કરવામાં આવેલ ધારદાર રજુઆતો જેવી કે, આરોપીનો ઈરાદો પહેલાથી જ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાનો હતો. જેથી આરોપીએ ચેકમાં તારીખ લખ્યા બાદ તેની ઝેરોક્ષ કરાવી અને ત્યારબાદ ચેકમાં તારીખ બાદની તે ચેકની ઝેરોક્ષ કેસમાં રજુ કરી બચાવ કરવાનો પ્રયત્ન કરેલ હતો.


ત્યારબાદ આરોપીએ આપેલ ચેક મુજબની કોઈ રકમ આરોપીએ ફરીયાદી પાસેથી લીધી નથી કે ફરીયાદીને પરત આપી દિધેલ છે તેવ પુરવાર કરી શકેલ નથી, આરોપીનો ઈરાદો પહેલા થી ફરીયાદીના પૈસા પરત આપવાનો ન હતો. આરોપીએ આપેલ નોટીસના જવાબમાં પણ ફરીયાદી પાસેથી આ રકમ લીધી હોવાની કબલાત આપે છે. કાયદામાં સ્પષ્ટપણે એવ જણાવવામાં આવેલ છે કે, કોઈ ઠોસ પરાવો પોતાના બનાવનો હોય, તે પરાવા જ ચેક રીટર્નની ફરીયાદોમાં માન્ય ગણી શકાય અને ચેક આપવા માત્ર થી જ આરોપીએ કાયદેસરનું દેણુ ચૂકવવા માટે ચેક આપેલ છે તેવં અદાલતે માની લેવાના હોય છે તેવ પણ કાયદામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.


આરોપી આવી રીતે અન્ય કેટલાક લોકો સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ છે. રાજકુમાર સંતોષીને રાજકોટમાં પણ આવા જ વિશ્વાસઘાત અને છેતરપીંડીના કેસમાં નામદાર અદાલતે તકસીરવાન ઠરાવી સજા ફટકારેલ છે આ કામના ફરીયાદી જામનગરના પ્રતિષ્ઠીત અને જાણીતા ઉધોગપતી છે ફરીયાદીના વકીલ પિયુષ વી. ભોજાણી દ્વારા કરવામાં આવેલ રજુઆતો અને સમક્ષ પુરાવાઓનંું મુલ્યાંકન કરી જામનગરની સ્પેશીયલ નેગોશ્યબલ કોર્ટેએ ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને લાંબા કાનની જંગ બાદ ધી નેગોશીએબલ ઈન્સ્ટમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગન્હાના સબબ બે વર્ષની સાદી કેદની સજા તથા આરોપીને વાદગ્રસ્ત ચેકની રકમથી બમણો દંડ ફરીયાદીને વળતર પેટે તાત્કાલીક ચૂકવવાનો હકમ ફરમાવવામાં આવેલ હતો.


જે હકમ સામે ફિલ્મ પ્રોડયુશર રાજકુમાર સંતોષીએ જામનગરની સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી. જે તમામ અપીલો ચાલી જતાં આજરોજ જામનગર સેશન્સ જજ સાહેબ વી.પી. અગ્રવાલે તમામ અપીલોમાં નીચેની કોર્ટનો હકમ યથાવત રાખી તમામ અપીલમાં ફિલ્મ પ્રોડયશર રાજકુમાર સંતોષીને સજા સંભળાવી તા.૨૭/૧૦/ર૦રપના રોજ કે તે પહેલા જામનગરની સ્પેશ્યલ નેગોશ્યબલ કોર્ટમાં હાજર થવા અને જો હાજર ન થાય તો ફિલ્મ પ્રોડયુશર સામે વોરંટ ઈસ્યુ કરી ધરપકડ કરી સજા ભોગવવા જામનગર કોર્ટમાં હાજર કરવા હકમ ફરમાવેલ છે.
​​​​​​​

આ કેસમાં ફરીયાદી તરફે ભોજાણી એસોસીએટસના યવાન ધારાશાસ્ત્રી પિયુષ વિ. ભોજાણી, ભાવિન વિ.ભોજાણી, ભાવીન જે. રાજદેવ, કિશોર ડી. ભટ્ટ, પ્રકાશ બી. કંટારીયા અને સચિવ યુ. જોશી, અર્શ વાય. કાસમાણી અને અલ્કા પી. નથવાણી, ભાવેશ બી. સોનગ્રા, પ્રકાશ બી. કંટારીયા, જાનકી એ. ગાગીયા તથા કેલાશ ડી. નંદાણીયા રોકાયેલા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application