જામનગર પોલીસ દ્વારા ગુન્હાખોરી અટકાવવા 'નાઇટ ટ્રાફિક ડ્રાઇવ' યોજાઇ

  • June 14, 2024 11:18 AM 

જામનગર પોલીસ દ્વારા ગુન્હાખોરી અટકાવવા 'નાઇટ ટ્રાફિક ડ્રાઇવ' યોજાઇ

જામનગર શહેરમાં નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે જામનગર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફિક શાખા ના પીઆઇ એમ.બી.ગજજર ની સુચના થી પીએસઆઇ આર.ડી.ગોહિલ દ્વારા જામનગર શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

ગત મોડી રાત્રે, જામનગર ટ્રાફિક શાખા ના પીએસઆઇ આર.ડી.ગોહિલ દ્વારા જમગર શહેરના જૂલેલાલ ચોક નજીક ટ્રાફિક ડ્રાઇવ ચલાવી વાહન ચાલકોના લાઇસન્સ સહિત નુ ચેકીંગ, ફોરવીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમા ત્રીપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે  શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુન્હાખોરી અટકે તેથી ટ્રાફિક ડ્રાઇવની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ૫ થી વધુ બાઇક ડીટેન કરાયા અને સંખ્યાબંધ લોકો હાજર દંડ કર્યો હતો. પોલીસ ની આ કાર્યવાહી થી નિયમોનો ભંગ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગઇ હતી.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application