જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ- વાઇબ્રન્ટ એક્ટિવિટી ના ભાગરૂપે મેરેથોન રન ફોર ફન કાર્યક્રમ યોજાયો

  • December 25, 2023 11:10 AM 

મેરેથોન દોડમાં શહેરમાંથી 2000 થી 2500 જેટલા નગરજનો જોડાયા



ગુજરાત સરકારશ્રીની વાઇબ્રન્ટ સમિટ ને 20 વર્ષ પૂર્ણ થતા હોય પ્રિ- વાઇબ્રન્ટ એક્ટિવિટી અંતર્ગત જામનગર મહાનગરપાલિકા જામનગર સાયકલિંગ ક્લબ- JCC , ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેરેથોન રન ફોર ફન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.


જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેરેથોન દોડમાં 20 કિલોમીટર 10 કિલોમીટર અને પાંચ કિલોમીટર સુધીના રૂટ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 20 કિલોમીટર માં અંદાજિત 200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમ જ 10 km માં અંદાજિત 500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, તેમજ 5 કિલોમીટર મેરેથોન દોડમાં અંદાજિત 1200 થી 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં શહેરના રાજકીય આગેવાનો તેમજ જામનગર મહાનગરપાલિકા ના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું,  પ્રથમ 20 કિલોમીટર દોડના સ્પર્ધકો ત્યારબાદ 10 કિલોમીટર દોડના સ્પર્ધકો અને ત્યારબાદ 5 કિલોમીટર દોડના સ્પર્ધકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધકોને ટી-શર્ટ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અંદાજિત 2000 થી 2500 જેટલા જુદા- જુદા વિભાગમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો , જેમાં નેવી, આર્મી, એન.સી.સી.,  હોમગાર્ડ,  પોલીસના જવાનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો અને સાધકો તથા નગરના ઉત્સાહી બાળકો, ભાઈઓ, બહેનો જોડાયા હતા.


આ કાર્યક્રમમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, સ્ટે. કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, દંડક શ્રી કેતનભાઇ નાખવા,  જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબ,  ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર શ્રી ભાવેશભાઈ જાની,  જામનગર ચીફ ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે. બિસનોઈ , જામનગર મહાનગરપાલિકા સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રી જીતેશભાઈ શિંગાળા ,  27 ગુજરાત બટાલિયન એન.સી.સી.ના કેપ્ટન શ્રી પ્રભાંસુ અવસ્થિ( હરિયા કોલેજ), ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન શુક્લા, કોર્પોરેટર શ્રીઓ શ્રી પાર્થ ભાઈ જેઠવા, શ્રી ડિમ્પલબેન રાવલ ,શ્રી સરોજબેન વિરાણી, શ્રી હર્ષાબા પી. જાડેજા, શ્રી પાર્થભાઈ કોટડીયા સહિતના જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ  ઉપસ્થિત રહી તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કો- ઓર્ડીનેટર તથા નાયબ એન્જિનિયર શ્રી અનિલભાઈ ભટ્ટ, શ્રી ઊર્મિલભાઈ દેસાઈ એ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application