જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો ૨૦૨૫ અંગે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોશિએશનના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રીની મુલાકાત લીધી

  • December 17, 2024 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સ્પો ૨૦૨૫ અંગે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોશિએશનના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રીની મુલાકાત લીધી. 

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની સ્થાપનાના ૭૫માં વર્ષની ઉજવણી પ્રસંગે  આગામી તારીખ ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ન્યુ જામનગર સામે, જામનગર દ્વારકા હાઇવે ખાતે યોજવા જઈ રહેલ જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પો ૨૦૨૫ અંગે જામનગરના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમે પ્રયત્નો કરી મંત્રીનો સમય મેળવી આપેલ.

પૂનમબેન માડમની આગેવાની હેઠળ પ્રમુખ લાખાભાઈ કેશવાલા તથા ઉપપ્રમુખ સુરેશભાઈ હીરપરાએ આજરોજ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી માનનીય પિયુષ ગોયલ સાહેબની રૂબરૂ મુલાકાત લઈ જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પો ૨૦૨૫ વિશે માહિતી આપી, ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપી તથા ભાગ લેનાર સ્ટોલ ધારકોને MSMEની વિવિધ યોજનાનો લાભ આપવા  બાબતે રજૂઆત કરી હતી જેનો મંત્રીએ સાદર સ્વીકાર કરી યોગ્ય કરવા ખાતરી આપી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application