જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની​​​​​​​ ડી.જી.પી  કમેન્ડેશન ડિસ્ક-૨૦૨૨  એવોર્ડમાં સિલ્વર ડિસ્કમાં પસંદગી ​​​​​​​

  • March 06, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની​​​​​​​ ડી.જી.પી  કમેન્ડેશન ડિસ્ક-૨૦૨૨  એવોર્ડમાં સિલ્વર ડિસ્કમાં પસંદગી ​​​​​​​


જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને​​​​​​​ ("DGP's commendation disc-2022)  એવોર્ડ માં સિલ્વર ડિસ્કમાં પસંદગી કરવામાં આવી. ફરજ  દરમ્યાન ના શહેર માં આવેલ  કુખ્યાત અસામાજીક તત્વો, ગુંડાઓ  તથા બળજબરીથી સરકારી તથા ખાનગી માલીકીની જમીન પર કબજો કરતા ઇસમો વિરૂધ્ધ  લેન્ડ ગ્રેબીંગ તથા ગુજસીટોક અન્વયે જુદા જુદા ગુના દાખલ કરાવી આરોપીઓ વિરુધ્ધમા જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્રીત કરાવી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આવા અસામાજીક તત્વોથી ત્રસ્ત સામાન્ય નાગરીકોને ન્યાય અપાવડાવેલ તથા બાહોશ નીડર એવા પ્રેમસુખ ડેલુ હિમ્મત અને સુઝબુઝ ભરી કામગીરી કરેલ.


શહેર માં અસામાજીક તત્વો ના ત્રાસ ને  દુર કરી સામાન્ય નાગરીક અને પોલીસ વચ્ચે સમન્વય સાધી સામાન્ય નાગરીકના માનસ પર પોલીસ વિભાગની છબી સુધારેલ અને પોલીસ તમામ પ્રજા ની મિત્ર છે જે સંદેશો સમાજમાં ફેલાવેલ છે. આમ, પ્રેમસુખ ડેલૂની સંતોષપૂર્વક કામગીરી બદલ 'ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક-૨૦૨૨' આગામી ગુરૂવારના રોજ ગાંધીનગર  ખાતે સન્માનિત કરવા માં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application