જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબૉલ એસોસિયેશન દ્વારા જામનગરમાં BLUE CUBS LEAGUEનું આયોજન

  • April 01, 2025 11:30 AM 

ગુજરાત સ્ટેટ ફોટબોલ એસોસિયેશન તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના સંયુક્ત ઉપક્રમે આખા ગુજરાત માં ફૂટબોલ રમત નો વ્યાપ વધે તેમજ નાની ઉંમર થીજ બાળકો ફૂટબોલ માં રસ દેખાડે એ માટે બેબી લીગ નું આયોજન અલગ અલગ જિલ્લાઓ માં કરવામાં આવ્યુ.

 જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબૉલ એસોસિયેશન દ્વારા જામનગર માં પણ આ BLUE CUBS LEAGUE નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં 

અંડર -10 તેમજ અંડર 12 એમ બંને વાયજુથ માં કુલ 16 ટિમો એ ભાગ લીધો.

આ સ્પર્ધા લીગ પદ્ધતિ થી 7 અઠવાડિયા સુધી હર શનિ વાર તેમજ રવિવાર ચાલી.
​​​​​​​

સ્પર્ધા માં અંડર 12 માં હેન્ના એફ ક્લબ સી તેમજ અંડર 10 માં એન સી એફ સી ક્લબ વિજેતા બની.

આ સ્પર્ધા ના આયોજન માટે આનંદભાઈ માડમ, કમલેશ ચાવડા, દુષ્યંતસિંહ ઝાલા, જિમી માઈકલ તેમજ એમેનુઅલ રેગો એ જેહામત ઉઠાવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News